SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરથી તોપનો ગોળો છોડીને કોઈ વિમાનને ઉડાવી દેવું હોય તો ગોળો છોડતા અગાઉ વિમાનની ગતિ ઉપરાંત પૃથ્વીની ગતિને પણ ગણતરીમાં લેવી જોઈએ. કોઈ તોપચી વિમાનની ગતિ સાથે પૃથ્વીની એટલે કે તોપની ગતિ ગણતરીમાં લેતો નથી, તેમ છતાં તોપના ગોળા વડે વિમાન વીંધાઈ જાય છે. તો પછી પૃથ્વીને અને તોપને સ્થિર માનીને જ ગોળો છોડે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર છે. ૬૭ સૂર્યની ગતિ એકસરખી રહે છે આપણે ચકડોળમાં બેઠા હોઈએ ત્યારે આપણને બહારની વસ્તુઓ ફરતી દેખાય છે. બહારની વસ્તુઓ જ્યારે દૂર હોય ત્યારે ધીરે ધીરે નજીક આવતી દેખાય છે. આ વસ્તુઓ જ્યારે નજીક આવે ત્યારે ઝડપથી પસાર થતી દેખાય છે. ચકડોળની ઝડપ એકસરખી હોવા છતાં આવું બને છે. જો પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી હોય તો આપણને સવારે અને સાંજે સૂર્યની ગતિ ઓછી દેખાવી જોઈએ અને મધ્યાહ્ને સૂર્યની ગતિ વધુ દેખાવી જોઈએ. હકીકતમાં આવું બનતું નથી, કારણ કે સૂર્ય પૃથ્વીના કેન્દ્રની પ્રદક્ષિણા કરે છે. ૬૮ ગોફણ અને દોરીનું ઉદાહરણ યોગ્ય નથી સૂર્યની આજુબાજુ ગ્રહોનું પરિભ્રમણ સમજાવવા માટે ગોફણનું ઉદાહરણ આપવામાં આવે છે. એક માણસ દોરી વડે ગોફણમાં પથ્થર મૂકીને તેને ગોળ-ગોળ ઘુમાવે છે ત્યારે તેની ઉપર કયાં કયાં બળોની અસર હોય છે? ગોફણ ચલાવનારનું શરીરબળ પથ્થરને દૂર ધકેલવાની કોશિશ કરે છે અને દોરીનું બળ પથ્થરને જકડી રાખવાની કોશિશ કરે છે. આ બે બળનો સરવાળો થતાં પથ્થર ગોળ-ગોળ ઘૂમે છે. વિજ્ઞાનીઓ કહે છે કે આ ઉદાહરણ મુજબ સૂર્યને કેન્દ્રમાં રાખીને ગ્રહો ગોફણના પથ્થરની જેમ ગોળ-ગોળ ઘૂમે છે. અહીં ગોફણ ચલાવનારના શરીરબળના સ્થાને પોતાની ધરી ઉપર ઘૂમતા ગ્રહોનું કેન્દ્રત્યાગી બળ કામ કરે છે, જે ગ્રહોને સૂર્યથી દૂર લઈ જવાની કોશિશ કરે છે. અહીં દોરીના બળને સ્થાને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કલ્પવામાં આવે છે. આ ઉદાહરણમાં જો દોરી તૂટી જાય તો પથ્થર ગોળ-ગોળ ઘૂમવાને બદલે એકદમ દૂર ફેંકાઈ જાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે એવી કોઈ દોરી છે કે જે પૃથ્વીને સૂર્ય સાથે બાંધી રાખે છે? ગુરુત્વાકર્ષણ બળની સરખામણી દોરી સાથે કરી શકાય નહીં. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી. Jain Education International ૬૯ બુધ અને શુક્રના ગ્રહો પૃથ્વીના સૂર્યની આજુબાજુના પ્રદક્ષિણાપથની અંદર રહીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે, એવું આપણને કહેવામાં આવે છે. જો આ વાત સાચી હોય તો આપણે કદી આકાશમાં બુધ અને શુક્ર જોઈ શકીએ નહીં. આ ગ્રહો પૃથ્વી અને સૂર્ય વચ્ચે હોય ત્યારે આપણે જોઈ શકીએ; પણ સૂર્યના તેજને કારણે તે દેખાઈ શકે નહીં. આ ગ્રહો સૂર્યની પાછળ હોય ત્યારે પણ સૂર્યના તેજને કારણે અને સૂર્ય પાછળ ઢંકાઈ જવાને કારણે દેખાઈ શકે નહીં. આ ગ્રહો સૂર્યની પાછળ હોય ત્યારે પણ સૂર્યના તેજને કારણે અને સૂર્ય પાછળ ઢંકાઈ જવાને કારણે દેખાઈ શકે નહીં. પૃથ્વીના જે ભાગમાં રાત્રિ હોય તે ભાગ તો સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોવાથી આ દિશામાં બુધ અને શુક્ર દેખાય નહીં, કારણ કે તેમનો પ્રદક્ષિણાપથપૃથ્વીના પ્રદક્ષિણાપથની બહારના નહીં પણ અંદરના ભાગમાં છે. જોકે આપણે બુધ અને શુક્રને રાત્રિના સમયે જોઈ શકીએ છીએ, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી નથી. તો પૃથ્વી ઉપર કાયમ દિવસ આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે સૂર્ય પૃથ્વીથી ૧૨ લાખ ગણો મોટો છે અને સવા નવ કરોડ માઇલ દૂર છે. આ કદ મુજબ સૂર્ય જો બે ફૂટનો વ્યાસ ધરાવતો આગનો ગોળો હોય તો પૃથ્વી તેનાથી ૪૩૦ ફૂટ દૂર રહેલો રાઈનો દાણો છે. સૂર્યનું કદ જો આટલું વિરાટ હોય તો તેનો પ્રકાશ એકસાથે સમગ્ર પૃથ્વી ઉપર પડવો જોઈએ, કારણ કે પ્રકાશનાં કિરણો પદાર્થની બાજુએથી વાંકા થવાનો ગુણધર્મ ધરાવે છે. જેને અંગ્રેજીમાં ‘ડિફ્લેક્શન ઓફ લાઈટ' કહેવામાં આવે છે. જો આપણે રાઈના દાણાને પાવરફુલ ટોર્ચના પ્રકાશમાં મૂકીએ તો અડધો નહીં પણ આખો રાઈનો દાણો પ્રકાશિત થઈ જાય છે. સૂર્ય જો પૃથ્વી કરતાં ૧૨ લાખ ગણો મોટો હોય તો પૃથ્વી ઉપર ૨૪ કલાક માટે પ્રકાશ રહેવો જોઈએ. પૃથ્વી ઉપર દિવસ-રાત થાય છે તેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી અને સૂર્ય પૃથ્વી કરતાં નાનો છે. ૭૧ કકક ૭૦ તો બુધ-શુક્ર દેખાય જ નહીં સંધ્યાકાળે સૂર્ય લાલ દેખાય છે સૂર્યનો જ્યારે અસ્ત થતો હોય છે ત્યારે તેમાંથી લાલ રંગનાં કિરણો બહાર આવતાં હોવાથી સૂર્ય લાલ દેખાય છે. For Private & Personal Use Only જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩૮ www.jaine||brary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy