________________
થાય છે. લવણ સમુદ્રમાં આવેલાં મંડલોની અને આંતરાઓની કુલ પહોળાઈ ૩૩૦ પૂર્ણાંક ૪૮ /૬૧ યોજન થાય છે. આ રીતે સૂર્યના પ્રદક્ષિણાપથની પહોળાઈ ૫૧૦ પૂર્ણાંક ૪૮ ૬૧ યોજન જેટલી થાય છે.
સૂર્યને મેરુ પર્વતની આજુબાજુ એક પ્રદક્ષિણા કરવામાં ૪૮ કલાક અથવા ૬૦ મુહૂર્ત (એક મુહૂર્ત= ૪૮ મિનિટ) જેટલો સમય લાગે છે. સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં હોય ત્યારે તેના પ્રદક્ષિણા પથનો પરિઘ ૩,૧૫,૦૮૯ યોજન જેટલો હોય છે. આટલું અંતર કાપતાં સૂર્યને ૬૦ મુહૂર્ત લાગે છે. આ ઉપરથી ગણતરી કરી શકાય છે કે સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં હોય ત્યારે એક મુહૂર્તમાં ૫૨૫૧ પૂર્ણાંક ૨૯/૬૦ યોજનની ગતિ કરે છે.
સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડલમાં હોય છે ત્યારે તેનો પરિઘ વધી જાય છે, પણ એક પ્રદક્ષિણા કરતાં અગાઉની જેમ ૪૮ કલાક અથવા ૬૦ મુહૂર્તનો જ સમય લાગે છે. આ કારણે સર્વ બાહ્ય મંડલમાં તેની ગતિ વધીને એક મુહૂર્તના ૫૩૦૫ પૂર્ણાંક ૧૫/૬૦ યોજન જેટલી થઈ જાય છે.
સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં ગતિ કરતો હોય અને મેરુ પર્વતની સૌથી વધુ નજીક હોય ત્યારે ભરત ક્ષેત્રમાં તેમ જ ઐરાવત ક્ષેત્રમાં દિવસ સૌથી મોટો અને રાત્રિ સૌથી નાની હોય છે. જૈન શાસ્ત્રો મુજબ ભરત ક્ષેત્રમાં સૌથી મોટો દિવસ ૧૮ મુહૂર્તનો હોય છે અને સૌથી નાની રાત્રિ ૧૨ મુહૂર્તની હોય છે. આ ઘટના આપણને ૨૧ જૂને જોવા મળે
છે.
સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં પ્રદક્ષિણા કરીને ક્રમશઃ દક્ષિણ દિશામાં ખસતો જાય છે તેમ દિવસ નાનો થતો જાય છે અને રાત્રિ મોટી થતી જાય છે. સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલની બહારના બીજા મંડલમાં ગતિ કરે ત્યારે દિવસની લંબાઈ ૧૮ મુહૂર્તમાં ૨/૬૧ મુહૂર્ત ન્યૂન જેટલી હોય છે અને રાત્રિની લંબાઈ ૧૨ મુહૂર્તમાં ૨/૬૧ મુહૂર્ત અધિક હોય છે. આ રીતે સૂર્ય એક-એક મંડલ બહાર આવે તેમ દિવસ-રાતમાં ૨/૬૧ મુહૂર્તનો ફરક પડે છે.
આ રીતે ગતિ કરતાં છ મહિને સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડલમાં મેરુ પર્વતથી સૌથી દૂરના બિંદુએ પહોંચે છે ત્યારે ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે અને ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે. ત્યાર પછી સૂર્ય ઉત્તર તરફ ગતિ કરે ત્યારે રાત્રિનો
સમય ક્રમશઃ ઘટતો જાય છે અને દિવસનો સમય વધતો જાય છે. આમ કરતાં સૂર્ય ફરી જ્યારે સર્વ અત્યંતર મંડલમાં ગતિ
Jain Education International
કરે ત્યારે ફરીથી ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને ૧૨ મુહૂર્તની રાત્રિ થાય છે. આ પરંપરા અનાદિ કાળથી ચાલ્યા કરે છે. સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં પહોંચે ત્યારે સૌર માસ, સૂર્ય સંવત્સર, ઉત્તરાયણ, અવસર્પિણી, ઉત્સર્પિણી, યુગ વગેરે કાળની પૂર્ણાહુતિ થાય છે અને તેના બીજા દિવસે નવા સૌર માસનો તથા નવા સૌર વર્ષનો પ્રારંભ થાય છે.
સૂર્યનો પ્રદક્ષિણા પથ
આપણે અગાઉ જોયું કે સૂર્ય વલયાકારે મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. સૂર્યના સર્વ અત્યંતર મંડલ અને સર્વ બાહ્ય મંડલ વચ્ચે ૫૧૦ પૂર્ણાંક ૪૮/૬૧ યોજનનું જ અંતર આવેલું છે. આ પૈકી ૧૮૦ યોજનનો પ્રદક્ષિણા પથ જંબુદ્રીપની અંદર આવેલો છે અને બાકીનો પ્રદક્ષિણાપથ જંબુદ્રીપની બહાર લવણ સમુદ્રમાં આવેલો છે. સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડલમાં હોય છે ત્યારે હકીકતમાં તે લવણ સમુદ્રમાં રહીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતો હોય છે.
ભરત સૂર્ય અને ઐરાવત સૂર્ય દક્ષિણાયન કરતા (અભ્યન્તર મંડળથી બાહ્યમંડળે જતા)
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૯૯
For Private & Personal Use Only
ભ. સ.
www.jainelibrary.org