SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ જેને પણ ચાર વડે ગુણતાં હરિવર્ષ ક્ષેત્રનો મધ્ય અને બાહ્ય વિસ્તાર અને તેને પણ ચાર વડે ગુણતાં મહાવિદેહ ક્ષેત્રનો મધ્ય અને બાહ્ય વિસ્તાર આવે છે. ઘાતકી ખંડમાં પૂર્વ અને પશ્ચિમ ભાગમાં મધ્યમાં બે મેરુ પર્વતો આવેલા છે. આ બન્ને મેરુ પર્વતની ઊંચાઈ જમીનની અંદર એક હજાર યોજન અને જમીનની બહાર ૮૪,૦૦૦ યોજન એમ કુલ ૮૫,૦૦૦ યોજન છે. આ મેરુ પર્વત ઉપર પણ ભદ્રશાલ વન, નંદનવન, સૌમનસ વન અને પાંડુક વન એમ ચાર વનો છે. મેરુ પર્વતના પાયાની પહોળાઈ ૯૪૦૦ યોજન છે અને શિખર ઉપર પહોળાઈ ૧૦૦૦ યોજન છે. માનવી ખંડના ભરત ક્ષેત્રમાં ગંગા અને સિંધુ નદીઓ અને વૈતાઢ્ય પર્વત આવેલા છે. ઐરાવત ક્ષેત્રમાં રકતા અને રક્તાવતી નદીઓ તેમ જ વૈતાઢ્ય પર્વત આવેલો છે. ધાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં સીતા-સીતોદા મહાનદીઓ, વિજયો, વક્ષસ્કાર પર્વતો, ગજ પર્વતો, અંતનંદીઓ, ઘડો, કટો વગેરે પણ આવેલાં છે. આ બધાની સંખ્યા જહીપના મહિવદેહ ક્ષેત્ર કરતાં બમણી છે. કેંદ્રીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર છે. લવણ સમુદ્રમાં ચાર સૂર્ય અને ચાર ચંદ્ર છે. તેની સરખામણીએ ધાતકી ખંડમાં ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે. ધાતકી ખંડમાં ૩૩૬ નક્ષત્રો, ૧૦૫૬ ગ્રહો અને ૮,૦૩,૭૦૦ કોટાકોટી તારાઓનો સમૂહ છે, પૂર્વ પાનકી ખંડના ઉત્તર ક્ષેત્રમાં નીલવંત પર્વતની તળેટીમાં ધાતકી નામનું વૃક્ષ છે. આ વૃક્ષનો અધિપતિ સુદર્શન નામે દેવ છે. જ્યારે પશ્ચિમ ઘાતકી ખંડના ઉત્તર કુરુક્ષેત્રમાં નીલવંત પર્વતની તળેટીમાં મહા ધાતકી નામનું વૃક્ષ છે. આ વૃક્ષનો અધિપતિ પ્રિયદર્શન નામનો દેવ છે. જે રીતે જંબુદ્રીપમાં જંબુવૃક્ષનું સ્વરૂપ છે તેવી જ રીતે ધાતકી ખંડમાં ધાતકી વૃક્ષનું સ્વરૂપ છે. આ ધાતકી વૃક્ષ આઠ યોજન ઊંચું અને આઠ યોજન પહોળું છે. તે જમીનમાં બે ગાઉ જેટલું ઊંડુ છે. આ વૃક્ષના નામ ઉપરથી લવણ સમુદ્રની ફરતે આવેલા દ્વીપનું નામ ધાતકી ખંડ પડ્યું છે. કાલોદધિ સમુદ્રનું સ્વરૂપ આપણા વિરાટ વિશ્વની બરાબર મધ્યમાં એક લાખ યોજનનો વ્યાસ ધરાવતો જદીપ આવેલો છે. જંબૂનીપની ચારે બાજુએ બે લાખ યોજનની પહોળાઈ ધરાવતો લવણ સમુદ્ર બંગડીના આકારે રહેલો છે. લવણ સમુદ્રની ચારે બાજુએ ચાર લાખ યોજનની પહોળાઈ ધરાવનો ધાતકી ખંડ આવેલો છે. ધાતકી ખંડની ચારે બાજુએ આઠ લાખ યોજનની પહોળાઈ ધરાવતો કાલોદધિ સમુદ્ર આવેલો છે. આ સમુદ્રનું પાણી કાળા રંગનું હોવાથી તેને કાલોદધિ Jain Education International સમુદ્ર કહેવામાં આવે છે. અથવા આ સમુદ્રના અધિપતિ દેવો કાલ અને મહાકાલ હોવાથી તેનું નામ કાલોધિ સમુદ્ર છે. કાલોધિ સમુદ્રનું પાણી ખારું નથી પણ વરસાદનાં પાણી જેવું મીઠું છે. વળી આ સમુદ્રની ઊંડાઈ પણ તમામ સ્થળે એકસરખી ૧૦૦૦ યોજન જેટલી છે. કાર્બોદ્ધિ સમુદ્રમાં પાતાળકળશો ન હોવાથી તેમાં ભરતી-ઓટ થતાં નથી. કાૌધિ સમુદ્રમાં લવણ સમુદ્ર જેવી શિખા પણ નથી. કાલોદધિ સમુદ્રના વર્તુળાકાર ભાગનો વ્યાસ ૨૯ લાખ યોજન છે. આ ભાગનો પરિઘ ૯૧,૭૦,૬૦૫ યોજન જેટલો છે. કાલોદધિ સમુદ્રને પણ પૂર્વ દિશામાં વિજય, દક્ષિણ દિશામાં વૈજયંત, પશ્ચિમ દિશામાં જયંત અને ઉત્તર દિશામાં અપરાજિત નામનાં ચાર દ્વાર છે. કાલોધિ સમુદ્રનાં બે દ્વાર વચ્ચે ૨૨,૯૨,૬૪૬ યોજન અને ૩ ગાઉ જેટલું અંતર હોય છે. કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય અને ૪૨ ચંદ્ર આવેલા છે. આ બધા જ સૂર્યો અને ચંદ્રો જંબુડ઼ીપના મેરુ પર્વતને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા કરે છે. ધાતકી ખંડથી પૂર્વ દિશામાં તેમ જ પશ્ચિમ દિશામાં કાર્તાધિ સમુદ્રની અંદ૨ ૧૨,૦૦૦ યોજન જઈએ ત્યાં ધાતકી ખંડ સંલગ્ન સૂર્ય અને ચંદ્રના હીપો આવેલા છે. પૂર્વ દિશામાં ઘાતકી ખંડના ૧૨ ચંદ્રોના દ્વીપો આવેલા છે અને પશ્ચિમ દિશામાં ધાતકી ખંડના ૧ ૨ સૂર્યોના ૧૨ દ્વીપો આવેલા છે. કાલોદધિ સમૃદ્રની ચારે બાજ તેને વીંટળાઈને પુષ્પવર દીપ આવેલો છે. આ પુષ્કરવર દ્વીપમાં ૪૨ સૂર્યો અને ૪૨ ચંદ્રો છે. પુષ્કરવર દ્વીપથી કાલોદધિ સમુદ્ર તરફ ૧૨,૦૦૦ યોજનના અંતરે પુર્વ દિશામાં ચંદ્રના ૪ ૨. દીપ અને પશ્ચિમ દિશામાં સૂર્યના ૪૨ રીપ આવેલા છે. આ ઉપરાંત કાલોદધિ સમુદ્રના બે અધિપતિ દેવો કાલ અને મહાકાલના પણ બે દ્વીપો કાલોદધિ સમુદ્રમાં આવેલા છે. આ રીતે કાર્યોદય સમુદ્રમાં કુલ ૧૧૭ દ્વીપો આવેલા છે. તેમાં બે અધિપતિ દેવોના બે તોપો ઉપર એક-એક ભવન છે અને બાકીના ૧૦૮ દ્વીપો ઉપર એક એક સુંદર પ્રાસાદ છે. આ તમામ દ્વીપો લવણ સમુદ્રમાં આવેલા ગૌતમ દ્વીપની જેમ ૧૨,૦૦૦ યોજનનો વ્યાસ ધરાવે છે, અને સમુદ્રની સપાટીથી બે ગાઉની ઊંચાઈએ આવેલા છે. આ દ્વીપોની પાણીની અંદરની ઊંડાઈ ૧૦૦૦ યોજન જેટલી છે. કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય અને ૪૨ ચંદ્ર છે. આ કારણે નક્ષત્રો, ગ્રહો અને તારાઓની સંખ્યા પણ તે મુજબ છે. એક ચંદ્રને ૨૮ નક્ષત્ર હોવાથી ૪૨ ચંદ્રનાં ૧૧૭૬ નક્ષત્રો કાર્બોદ્ધિ સમુદ્રમાં આવેલાં છે. એક ચંદ્રને ૮૮ ગ્રહો હોવાથી ૪૨ ચંદ્રના ૩૬૯૬ ગ્રહો કાબોધિ સમમાં આવેલા છે. એક ચંદ્રના જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૧૮૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy