SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પરિવારમાં ૬૬,૯૭૫ કોડાકોડી તારાઓ હોય છે. આ હિસાબે ૪૨ ચંદ્રના પરિવારમાં તારાઓની સંખ્યા ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી જેટલી થાય છે. કાલોધિ સમુદ્રમાં આવેલા ૪૨ સૂર્યો અને ૪૨ ચંદ્રો એક જ પંક્તિમાં રહીને જંબૂદ્વીપના મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ બધા સૂર્યોચંદ્રો જંબુદ્રીપના સૂર્યોચંદ્રોને સમાંતર રહીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ કારણે જંબુદ્રીપના ઉત્તર અને દક્ષિણ ભાગમાં દિવસ હોય ત્યારે કાલોદધિ સમુદ્રના પણ ઉત્તર અને દક્ષિણ ભાગમાં દિવસ હોય છે. અન્ય ભાગોમાં પણ તે મુજબ જ હોય છે. અર્ધ પુષ્કરવર દ્વીપનું સ્વરૂપ આપણે અત્યાર સુધી જોઈ ગયા કે આપણા આ વિરાટ વિશ્વના કેન્દ્રમાં એક લાખ યોજનની ઊંચાઈ અને પાયામાં દસ હજાર યોજનની પહોળાઈ ધરાવતો મેરુ પર્વત છે. તેની આજુબાજુ એક લાખ યોજનનો વ્યાસ ધરાવતો જંબુદ્રીપ છે. જંબૂદ્રીપની ફરતે બે લાખ યોજનની પહોળાઈ ધરાવતો લવણ સમુદ્ર છે અને તેના ફરતે ચાર લાખ યોજનની પહોળાઈ ધરાવતો ધાતકી ખંડ છે. ધાતકી ખંડની ફરતે આઠ લાખ યોજનની પહોળાઈ ધરાવતો મીઠા પાણીનો કાલોધિ સમુદ્ર આવેલો છે. આ કાલોદિધ સમુદ્રની ફરતે ૧૬ લાખ યોજનની પહોળાઈ ધરાવતો પુષ્કરવર દ્વીપ આવેલો છે. આ પુષ્કરવર દ્વીપની બરાબર વચ્ચે માનુષોત્તર પર્વત આવેલો છે. આ માનુષોત્તર પર્વતને Jain Education International બાહ્ય પુષ્કરાર્ધ પશ્ચિમ - માનુષોત્તર પર્વત હિરણ્યવંત ક્ષેત્ર રમ્યક્ ક્ષેત્ર મહાવિદેહ ક્ષેત્ર કારણે પુષ્કરવર દ્વીપના બે ભાગ થાય છે. માનુષોત્તર પર્વત સુધીનો ભાગ જ મનુષ્યલોક કહેવાય છે. રિવર્ષ ક્ષેત્ર માનુષોત્તર પર્વતની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે અને તેના પાયાની પહોળાઈ ૧૦૨૨ યોજન છે. આ માનુષોત્તર પર્વતનો જે ભાગ જંબુદ્રીપ તરફ આવેલો છે તે જમીનના એકદમ કાટખૂણે છે અને તે ભાગમાં ઊંચાઈના વધવા સાથે પર્વતની પહોળાઈમાં બિલકુલ ઘટાડો થતો નથી. માનુષોત્તર પર્વતનો જે ભાગ બાહ્ય પુષ્કરવર દ્વીપ તરફ છે તેની ઊંચાઈ વધે તેમ પહોળાઈમાં ઘટાડો થતો જોવા મળે છે. આ કારણે માનુષોત્તર પર્વતના પાયાની પહોળાઈ ૧૦૨૨ યોજન છે પણ તેની ટોચની પહોળાઈ ૪૨૪ યોજન જ છે. આ ઘટાડો બહારના ભાગમાં જ જોવા મળે છે. સિંહ જ્યારે આરામ કરવા આગળના બે પગ ઊભા રાખીને, પાછળના બે અર્ધ પુષ્કરવર દ્વીપનું ચિત્ર ઉત્તર એરાવત ક્ષેત્ર હિમવંત ક્ષેત્ર | કાલોદધિ ઘાતકી લવણ ઐરાવત ક્ષેત્ર સમુદ્ર ખંડ સમુદ્ર જંબ દ્વીપ For Private & Personal Use Only દક્ષિણ જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૧૮૯ ઈષુકાર પર્વત na Papacit] રમ્યક્ ક્ષેત્ર મહાવિદેહ ક્ષેત્ર હરિવર્ષ ક્ષેત્ર | હિમવંત ક્ષેત્ર ઈષુકાર પર્વત અભ્યન્તર પુષ્કરાર્ધ www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy