SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સંપર્ક સાધી શકીએ ખરા? આ અને આવા તમામ સવાલોના જવાબો જૈન શાસ્ત્રોમાં સંપૂર્ણ વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે આપવામાં આવ્યા છે. જૈન શાસ્ત્રો મુજબ આપણે વર્તમાનમાં જે પૃથ્વી ઉપર વસવાટ કરીએ છીએ તે દડા જેવી ગોળ નથી પણ થાળી જેવી ગોળ અને સપાટ છે. આ પૃથ્વી પોતાની ધરી ઉપર અને સૂર્યની આજુબાજુ ફરતી નથી પણ સ્થિર છે. હકીકતમાં પૃથ્વી સૂર્યની આજુબાજુ નથી ફરતી પણ સૂર્ય જંબુદ્રીપના કેન્દ્રમાં આવેલા મેરુ પર્વતની આજુબાજુ ફરે છે. તેવી જ રીતે ગ્રહો, નક્ષત્રો, તારાઓ અને ચન્દ્ર પણ મેરુ પર્વતની આજુબાજુ ફરે છે. આપણી વર્તમાન પૃથ્વીના બરાબર મધ્ય ભાગમાં એક લાખ યોજનનો વ્યાસ ધરાવતો જંબુદ્રીપ નામનો દ્વીપ આવેલો છે. આ દ્વીપની બરાબર વચ્ચે ૧૦,૦૦૦ યોજનની પહોળાઈ અને એક લાખ યોજનની ઊંચાઈ ધરાવતો મેરુ પર્વત આવેલો છે. જંબુદ્રીપનું સ્વરૂપ જંબુદ્રીપ થાળી જેવો ગોળાકાર છે. આ જંબુદ્રીપનો વ્યાસ (વિખંભ) એક લાખ યોજન જેટલો છે. આ જંબુદ્રીપનો પરિઘ ૩,૧૬,૨૨૭ યોજન કરતાં જરા વધુ છે. જંબુદ્રીપનું ક્ષેત્રફળ ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ ( સાત અબજ, નેવું કરોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, એકસો પચાસ) યોજન કરતાં જરા વધુ છે. એક લાખ યોજનનો વ્યાસ ધરાવતાં જંબુદ્રીપમાં ભરત ક્ષેત્ર, હિમવંત ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર, રમ્યક્ ક્ષેત્ર, હિરણ્યવંત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર એમ સાત ક્ષેત્ર આવેલાં છે. આ સમગ્ર જંબુદ્રીપ ચારે તરફ લવણ સમુદ્ર વડે ઘેરાયેલો છે. જંબુદ્રીપની બરાબર મધ્યમાં મેરુ પર્વત છે. ઉત્તરમાં સમુદ્રને અડીને ઐરાવત ક્ષેત્ર આવેલું છે અને દક્ષિણમાં સમુદ્રને અડીને ભરત ક્ષેત્ર આવેલું છે. આપણો ભારત દેશ આ ભરત ક્ષેત્રમાં આવેલો છે. જંબુદ્રીપમાં જે સાત ક્ષેત્રો આવેલાં છે, તેને એકબીજાથી અલગ પાડતા છ પર્વતો પણ આવેલા છે. સંસ્કૃત ભાષામાં ક્ષેત્રને ‘વર્ષ’ તરીકે પણ ઓળખવામાં આવે છે (દા.ત. ભારત વર્ષ). જંબુદ્રીપમાં આવેલા જે છ પર્વતો સાત ક્ષેત્રોને એકબીજાથી જે અલગ પાડે છે, તેમને વર્ષધર પર્વતો તરીકે પણ ઓળખવામાં આવે છે. જંબુદ્રીપની બરાબર મધ્યમાં, મેરુ પર્વતની આજુબાજુ એક લાખ યોજનની લંબાઈ ધરાવતું મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે. મેરુ પર્વતને કારણે મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ અને પશ્ચિમ બે ભાગ થાય છે. આ બન્ને ભાગની પૂર્વ-પશ્ચિમ સરહદો લવણ સમુદ્રને સ્પર્શે છે. Jain Education International મહાવિદેહ ક્ષેત્રની ઉત્તરે નીલવંત પર્વત અને દક્ષિણે નિષધ પર્વત આવેલા છે. આ બન્ને પર્વતો મહાવિદેહ ક્ષેત્રની સરહદ બનતા હોવાથી તેને વર્ષધર પર્વત કહેવામાં આવે છે. નીલવંત પર્વતની ઉત્તર દિશામાં રમ્યક્ ક્ષેત્ર આવેલું છે તો નિષધ પર્વતની દક્ષિણ દિશામાં હરિવર્ષ ક્ષેત્ર આવેલું છે. મહાવિદેહ ક્ષેત્રમાંથી રમ્યક્ ક્ષેત્રમાં જવા માટે નીલવંત પર્વત અને હરિવર્ષ ક્ષેત્રમાં જવા માટે નિષધ પર્વત ઓળંગવો પડે છે. રમ્યક્ ક્ષેત્રની ઉત્તર દિશામાં રુક્મી નામનો વર્ષધર પર્વત આવેલો છે તો હરિવર્ષ ક્ષેત્રની દક્ષિણ દિશામાં મહા હિમવંત નામનો વર્ષધર પર્વત આવેલો છે. રુક્મી પર્વતની ઉત્તરે હિરણ્યવંત ક્ષેત્ર આવેલું છે તો મહા હિમવંત પર્વતની દક્ષિણે હિમવંત ક્ષેત્ર આવેલું છે. હિરણ્યવંત ક્ષેત્રની ઉત્તરે શિખરી પર્વત આવેલો છે તો હિમવંત ક્ષેત્રની દક્ષિણે લઘુ હિમવંત પર્વત આવેલો છે. શિખરી પર્વતની ઉત્તરે ઐરાવત ક્ષેત્ર આવેલું છે તો લઘુ હિમવંત પર્વતની દક્ષિણે આપણે જેમાં વસીએ છીએ તે ભરત ક્ષેત્ર આવેલું છે. ઐરાવત ક્ષેત્રની ઉત્તરે લવણ સમુદ્ર આવેલો છે તો ભરત ક્ષેત્રની દક્ષિણે લવણ સમુદ્ર આવેલો છે. ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૫૨૬ યોજન ૬ કળા જેટલી છે. (એક યોજન=૧૯ કળા) સમગ્ર જંબુદ્રીપની લંબાઈ એક લાખ યોજન છે તે જોતાં ભરત ક્ષેત્રની અને ઐરાવત ક્ષેત્રની લંબાઈ જંબુદ્રીપના ૧૯૦મા ભાગ જેટલી જ છે. ભરત ક્ષેત્રથી જેમ ઉત્તરમાં અને ઐરાવત ક્ષેત્રથી દક્ષિણમાં આવતા જઈએ તેમ જે પર્વતો અને ક્ષેત્રો આવે તેની લંબાઈ અગાઉના ક્ષેત્ર-પર્વત કરતાં અનુક્રમે બમણી થતી જાય છે. આ રીતે ભરત ક્ષેત્રની ૫૨૬ યોજન ૬ કલા લંબાઈ સામે તેની ઉત્તરે આવેલા લઘુ હિમવંત પર્વતની લંબાઈ ૧૦૫૨ યોજન ૧૨ કલા જેટલી છે અને ઐરાવત ક્ષેત્રની દક્ષિણે આવેલા શિખરી પર્વતની લંબાઈ પણ ૧૦૫૨ યોજન ૧૨ કળા જેટલી જ છે. લઘુ હિમવંત પર્વતની ઉત્તરે આવેલા હિમવંત ક્ષેત્રની લંબાઈ ૨૧૦૫ યોજન પાંચ કળા છે તો શિખરી પર્વતની દક્ષિણે આવેલા હિરણ્યવંત ક્ષેત્રની લંબાઈ પણ ૨૧૦૫ યોજન પાંચ કળા જ છે. હિમવંત ક્ષેત્રની ઉત્તરે આવેલા મહાહિમવંત પર્વતની લંબાઈ ૪૨ ૧૦ યોજન ૧૦ કળા છે તો હિરણ્યવંત ક્ષેત્રની દક્ષિણે આવેલા રુક્મી પર્વતની લંબાઈ પણ ૪ ૨૧૦ યોજન ૧૦ કળા છે. મા હિમવંત પર્વતની ઉત્તરે આવેલા હરિવર્ષ ક્ષેત્રની લંબાઈ ૮૪૨૧ યોજન ૧ કળા છે તો રુક્મી પર્વતની દક્ષિણે આવેલા રમ્યક્ ક્ષેત્રની લંબાઈ પણ ૮ ૪૨૧ યોજન ૧ કળા છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * ૧૫૨ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy