________________ સુત્ર- 336 389 સંસારના ભયથી સદા ભયભીત રહેવાથી મૃગજેવા, ધરણિસમ - સર્વસહ હોવાથી પૃથ્વી જેવા, જલહસમ -કાદવથી ઉત્પન્ન અને જળથી સંવર્ધિત છતાં તેનાથી અલિપ્ત કમળની જેમ સંસારથી ઉત્પન્ન અને સંવર્તિત હોવા છતાં તેનાથી અલિપ્ત રહે છે માટે કમળજેવા, સૂર્યસમ - પવનસમ - શ્રમણ ત્યારે જ સંભવિત છે કે તે દ્રવ્યની અપેક્ષાએ સુમનવાળો હોય ભાવમનની અપેક્ષાએ પાપરહિત હોય. જે માતા-પિતાદી સ્વજનો અને સર્વ સામાન્ય જનોમાં નિર્વિશેષ હોય તેમજ માન-અપમાનમાં સમભાવ ધારક હોય તેજ શ્રમણ છે. આ પ્રમાણે નોઆગમથી ભાવસામાયિકનું સ્વરૂપવર્ણન છે. આ પ્રમાણે સામાયિક અને નામનિષ્પન્ન નિક્ષેપનું વર્ણન પૂર્ણ થયું. [33] સૂત્રાલાપકનિષ્પન્નનિક્ષેપ શું છે ? લાઘવની દૃષ્ટિએ તેની પ્રરૂપણા કરતા નથી. તે લાઘવ આ પ્રમાણે છે, કે હવે પછી અનુગામનામના ત્રીજા અનુયોગદ્વારનું વર્ણન આવે છે. તેમાં સૂત્રના આલાપકોનો નિક્ષેપ બતાવેલ છે. તેજ અહીં પણ સમજી લેવો જોઈએ. [337 - 339] અનુગમનામક તૃતીય અનુયોગદ્વાર શું છે? અનુગમ - સૂત્રાનુકૂળ અર્થનું કથન. તેના બે ભેદો છે, - સૂત્રાનુગમ અને નિર્યુકિતઅનુગમ. નિકિતઅનુગમ શું છે ? સૂત્રની સાથે સંબદ્ધ અથની યુક્તિ-સ્કુટતા કરવી અથતુ નામ, સ્થાપના વગેરે પ્રકારોથી સૂત્રનો વિભાગ કરવો તે નિયુકિતઅનુગમ. તેના ત્રણ પ્રકારો નિક્ષેપનિયુકિતઅનુગમ. ઉપધાતનિયુકિતઅનુગમ અને સૂત્રસ્પર્શિકનિયુકિત અનુગમ. અંતે ! નિક્ષેપનિયુકિતઅનુગમ શું છે ? નામ, સ્થાપનાદિકરૂપ નિક્ષેપોની નિયુકિત તે નિક્ષેપનિર્યુકિતઅનુગમ છે. ઉપોદ્યાનિકિર્તિઅનુગમ શું છે ? વ્યાખ્યા કરવા યોગ્ય સૂત્રની વ્યાખ્યાવિધિ સમીપ કરવી અર્થાત્ ઉદ્દેશાદિની વ્યાખ્યા કરી સૂત્રની વ્યાખ્યા કરવી તે ઉપોદ્ઘાતનિયુકિત અનુગમ છે. ઉદેશ સામાન્ય નામરૂપ, નિર્દેશ નામનું કથન કરવું નિર્ગમ સામાયિક ક્યાંથી નિકળી ? કયા ક્ષેત્રમાં નિકળી ? કયા કાળમાં ? કયા પુરુષથી ? કયા કારણથી સાંભળી, કયા પ્રત્યયથી કહી ? કયા પ્રત્યયથી ગૌતમાદિઓ સાંભળી ? કેવળજ્ઞાની - સર્વજ્ઞ હોવાથી પ્રત્યયથી કહી અને સાંભળી. લક્ષણ કર્યું ? સમ્યકત્વ સામાયિકનું લક્ષણ તત્ત્વશ્રદ્ધાન, શ્રુતસામાયિકનું લક્ષણ જીવાદિતત્ત્વોનું પરિજ્ઞાન સર્વવિરતિ સામાયિકનું લક્ષણ સર્વ સાવવિરતિ અને દેશવિરતિસમાયિકનું લક્ષણ દેશતઃ વિરતી અને દેશતઃ અવિરતિ. નય - મૈગમાદિ સમવતાર - સામાયિકપર સાત નય ઉતારવા અનુમત - કયો નય સામાયિકાને સ્વીકારે છે ? નૈગમ, સંગ્રહ, વ્યવહાર, આ ત્રણ નય, તપ, સંયમરૂપ ચારિત્રસામાયિકને, નિગ્રંથપ્રવચનરૂપ શ્રુતસા માયિકને અને સમ્યકત્વસામાયિકને સ્વીકારે છે. જુસૂત્રાદિ ચારે નય સમતારક ચારિત્રસામાયિકને જ સ્વીકારે છે. સામાયિક કેટલા. પ્રકારની છે ? ત્રણ પ્રકારની છે. સમ્યકત્વસામાયિક શ્રુતસામાયિક અને ચારિત્રસામાયિક. કયા પુરૂષની સામાયિક ? જેનો આત્મા સમાધિમાં હોય તેની સામાયિક. કયા સ્થાનમાં સામાયિક ? આર્યક્ષેત્રમાં, 3, 4, 5 મા આરા, મનુષ્યગતિ આદિ ઘણા બોલના સંયોગમાં સામાયિક, સામાયિક કોના માં ? સર્વદ્રવ્યમાં સમતાભાવરૂપસામાયિક હોય. કેવી રીતે સામાયિક ? અવ્યાક્ષિપ્તમનુષ્યચિત્ત, જાતિ, કુળ, બળ, આરોગ્ય સૂત્રશ્રવણ વિનયોપચારના સ્થાને સામાયિક. સામાયિકનું કાળમાન કેટલું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org