________________ 388 અનુગદારાઈ-(૩૩૦) ભંતે ! ભાવક્ષપણા શું છે? ભાવક્ષપણાના બે પ્રકાર પ્રરૂપ્યા છે. આગમથી અને નોઆગમથી. આગમથી ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? જે “ક્ષપણા” પદના અર્થનો જ્ઞાતા હોય અને ઉપયુક્ત હોય તે ભાવપણા છે. ભંતે ! નોઆગમ ભાવક્ષપણાના બે પ્રકારો છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. અંતે ! પ્રશસ્ત ભાવક્ષપણા શું છે? ત્રણ પ્રકારે છે. જ્ઞાનક્ષપણા, દર્શનક્ષપણા અને ચારિત્રક્ષપણા. આ ત્રણે પ્રશસ્તભાવક્ષપણા છે. બંને ! અપ્રશસ્ત ભાવક્ષપણાના કેટલા પ્રકારો છે? ચાર પ્રકારો છે. ક્રોધક્ષપણા, માનક્ષપણ, માયાક્ષપણા અને લોભક્ષપણા. આ અપ્રશસ્તભાવક્ષપણા છે. આ પ્રમાણે નોઆગમભાવક્ષપણા, ભાવક્ષપણા અને ક્ષપણાનું વર્ણન પૂર્ણ થયું. આ રીતે ઘનિષ્પન્નનિક્ષેપનું વર્ણન થયું. નિક્ષેપના દ્વિતીયભેદ “નામાનિષ્પનિક્ષેપ નું સ્વરૂપ કેવું છે? સામાયિક તથા ચતુર્વિશતિસ્તવ આદિ વિશેષનામો નામનિષ્પન્નનિક્ષેપ છે. તે સામાયિકના ચાર પ્રકારો છે. નામસામાયિક, સ્થાપના સામાયિક, દ્રવ્યસામાયિક અને ભાવસામાયિક, નામ-સામાયિક અને સ્થાપના સામાયિકનું સ્વરૂપ પૂર્વવતુ જાણવું. દ્રવ્યસામાયિકના સુધીનું વર્ણન દ્રવ્ય આવશ્યકની જેમ જાણવું. અંતે ! જ્ઞશરીરભવ્યશરીરવ્યતિરિકત દ્રવ્યસામાયિક શું છે ? પત્ર અથવા પુસ્તકમાં લિખિત પદ જ્ઞશરીરભવ્ય શરીરવ્યતિરિકતદ્રવ્યસામાયિક છે. આ પ્રમાણે નોઆગમથી દ્રવ્યસામાયિકના સ્વરૂપનું કથન જાણવું. ભાવસામાયિક શું છે ? બે પ્રકારે છે. આગમથીભાવસામાયિક, નોઆગમથીભાવસામાયિક. આગમભાવ સામાયિક શું છે ? સામાયિકાદિ પદનો જ્ઞાતા તેમાં ઉપયોગયુક્ત હોય તેવો જ્ઞાયક આત્માઆગમાપેક્ષાએ ભાવસામાયિક છે. [ ૩૩૦-૩૩પ | ભંતે ! નોઆગમભાવસાયિક શું છે ? જે મનુષ્યનો આત્મા મૂળગુણ રૂપ સંયમ, ઉત્તરગુણરૂપ નિયમ, અનશન વગેરે તપમાં સર્વકાળ સંલગ રહે છે તેને સામાયિક હોય છે. એવું કેવળીભગવાનનું કથન છે. જે સર્વભૂતો-ત્રસ અને સ્થાવર જીવો પ્રત્યે સમભાવ ધારણ કરે છે તેને સામાયિક હોય છે, તેમ કેવળી ભગવંતોનું કથન છે. જેવી રીતે મને દુઃખ થાય છે તેવી રીતે સર્વ જીવોને દુખ થાય છે એવું જાણીને સ્વયં કોઈપણ પ્રાણીની ઘાત કરે નહીં. બીજા પાસે કરાવે નહીં, સમસ્ત જીવોને પોતાની સમાન માને તેજ શ્રમણ કહેવાય છે. જેને કોઈ જીવ પ્રત્યે દ્વેષ નથી, કૌઈ પર પ્રેમ નથી, આ. પ્રમાણે શ્રમણ શબ્દની નિકિતથી સમનવાળો જીવ ‘શ્રમણ કહેવાય છે. શ્રમણનું પ્રકારાન્તરથી કથન કરે છે. અહીં સાધુની 12 ઉપમા આપી છે. તે ઉપમાઓથી યુક્ત હોય તે પ્રમણ કહેવાય છે. શ્રમણ ઉરગમ - પરકતગૃહમાં નિવાસ કરવાથી ઉરગ, - સર્પ જેવો, ગિરિસમ પરિષહ અને ઉપસર્ગ આવવાપર નિકંપ હોવાથી પર્વત જેવા, જવલનસમ તપોજન્ય તેજથી સમન્વિત હોવાથી અગ્નિ તુલ્ય, સાગર અમગંભીર, જ્ઞાનાદિરત્નોથી યુક્ત હોવાથી સમુદ્ર જેવા, નભસ્તલસમ -સર્વત્ર આલંબન રહિત. હોવાથી આકાશ જેવા, તરગણસમ * વૃક્ષ જેમ સિંચનાર અને કાપનાર બંને પ્રત્યે સમભાવ રાખે છે તેમ નિંદા કરનાર અને પ્રશંસા કરનાર બંને પ્રત્યે સમભાવ રાખવાથી વૃક્ષ જેવા, ભ્રમરસમ - ભ્રમર જેમ ઘણા પુષ્પોમાંથી થોડો થોડો રસ ગ્રહણ કરે છે તેમ અનેક ગૃહોમાંથી સ્વલ્પ આહારાદિ ગ્રહણ કરનાર હોવાથી ભ્રમર જેવા, મૃગસમ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org