________________ 330 અનુગદારાઈ -(15) સંમૂઠ્ઠિમમનુષ્ય નામને અવિશેષિત નામ કહેવામાં આવે તો પયપ્તિસંમૂચ્છિમાં મનુષ્ય અને અપર્યાપ્તસંમૂર્છાિમમનુષ્ય, આ બે નામો વિશેષિત નામ થઇ જાય. જે. ગર્ભવ્યુત્ક્રાન્તિકમનુષ્ય આ નામને અવિશેષિત માનવામાં આવે તો કર્મભૂમિના, અકર્મભૂમિના, અંતરદ્વીપના, સંખ્યાતવર્ષની આયુવાળા, અસંખ્યાત વર્ષની આયુવાળા, પપ્તક અને અપાયપ્તિકમનુષ્ય એવા નામો વિશેષિત થઈ જાય છે. જે દેવ આ નામને અવિશેષિત. માનવામાં આવે તો ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ દેવોના નામો વિશેષિત નામ કહેવાય. જો ભવનવાસીનામને અવિશેષિત નામ કહેવામાં આવે તો અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિલ્લુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર, આ નામો વિશેષિત નામ બની જાય છે. આ સર્વ નામોને પણ જો અવિશેષિતનામ માનવામાં આવે તો સર્વના પયપ્તિ અને અપર્યાપ્ત વિશેષિત નામ કહેવાય. જેમકે પર્યાપ્ત અસુરકુમાર અને અપર્યાપ્ત અસુરકુમાર આદિ. જો વાણવ્યંતરને અવિશેષિત નામ માનવામાં આવે તો પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિં૫રષ, મહોરગ, ગાંધર્વ, આ નામો વિશેષિત નામ કહેવાય. આ સર્વને પણ જો અવિશેષિત નામ માનવામાં આવે તો તેના પર્યાપ્ત અને અપતિ વિશેષિત કહેવાય. જેમકે-પર્યાપ્તપિશાચ, અપયતિપિશાચ આદિ. જો વૈમાનિક આ નામને અવિશેષિત માનવામાં આવે તો કલ્પોપપન અને કલ્પાતીત આ નામો વિશેષિત નામ કહેવાય. જો કલ્પોપપત્નને અવિશેષિત નામ કહેવામાં આવે તો સૌધર્મવિમાનના દેવો, ઇશાન,સાનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત. આરણ અને અશ્રુતવિમાનના દેવો, એવા નામો વિશેષિત કહેવાય. જો તે સર્વને અવિશેષિત નામ કહેવામાં આવે તો તેઓના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિત નામા થઈ જાય. જો કલ્પાતીત આ નામને અવિશેષિત માનવામાં આવે તો રૈવેયકવાસી અને અનુત્તર વિમાનવાસી, એ વિશેષિત નામો કહેવાય. જો મૈવેયકવાસીને અવિશેષિત માનવામાં આવે તો અધિસ્તન, મધ્યમ અને ઉપરિતન, આ નામો વિશેષિત થઈ જાય છે. જો અધિસ્તનરૈવેયકને અવિશેષિત નામ માનવામાં આવે તો અધતનાધસ્તનનૈવેયક, અધતન-મધ્યમગૈવેયક, અધતનઉપરિતનશૈર્વેયક, આ નામો વિશેષિત કહેવાય. જો મધ્યમપ્રેવેયકને અવિશેષિત માનવામાં આવે તો મધ્યમાધસ્તનનૈવેયક, મધ્યમમધ્યમરૈવેયક, મધ્યમોપરિતનરૈવેયક, આ ત્રણ નામો વિશેષિત કહેવાય. જો ઉપરિતનશૈવેયકને અવિશેષિત નામ માનવામાં આવે તો ઉપરિતનાધસ્તનરૈવેયક, ઉપરિતનમધ્યમટૈવેયક, ઉપરિતન-ઉપરિતનરૈવેયક, નામો વિશેષિત નામ કહેવાય. જો આ સર્વને પણ અવિશેષિતનામ માનવામાં આવે તો તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિત નામો કહેવાય. જો અનુત્તરોપપાતિકદેવ, આ નામને અવિશેષિતનામ કહેવામાં આવે તો વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ વિશેષિત નામ કહેવાય. આ સર્વને પણ અવિશેષિત નામ માનવામાં આવે તો તેઓની સાથે પર્યાપ્ત અને અપર્યાપ્ત વિશેષણ લગાડવાથી તે વિશેષિત નામો થઈ જાય છે. - જો “અજીવદ્રવ્ય' આ નામને અવિશેષિત નામ માનવામાં આવે તો ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય, આ નામો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org