________________ અધ્યયન - 27. 241 છે. આચાર્યના વચનોમાં દોષ કાઢે છે, વારે વારે તેમના કહ્યાથી ઊંધું વર્તન કરે છે. 1070-1071] ગૃહિણી મને નથી ઓળખતી, મને નહીં આપશે. મને લાગે છે તે બહાર ગઈ હશે. માટે કોઈ બીજા સાધુ જાય. કોઈ કામે મોકલે તો કામ કર્યા વિના પાછો ફરે બબડે, આમતેમ ભટકે, ગુરુની આજ્ઞાને વેઠ માની મોઢું બગાડે. [1072] જેમ પાંખ આવતાં હંસ જુદી જુદી દિશામાં ઊડી જાય છે તેવી જ રીતે શિક્ષિત-દીક્ષિત, આહાર-પાણીથી પોષાયેલા કુશિષ્ય બીજે ચાલ્યા જાય છે. [1073-1074] અવિનીત શિષ્યથી દુઃખી થઈને ધર્મધ્યાનના સારથી આચાર્ય વિચારે છે “મને આ દુષ્ટ શિષ્યોથી શો લાભ? એમનાથી મારો આત્મા દુઃખી થાય છે. વ્યાકુળ થાય છે. આળસુ-નકામાં ગધેડા જેવા મારા શિષ્યો છે. આમ વિચારી ગણાચાર્ય ગગચાય એવા શિષ્યોને છોડી દ્રઢતાથી તપોમગ્ન થયા. [1075] મૃદુ, ગંભીર, સુસમાહિત અને શીલસંપન્ન મહાન આત્મા ગર્ગ પૃથ્વી પર વિચારવા લાગ્યા. -એમ હું કહું છું. અધ્યયન-૨૭-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ! | (અધ્યયન-૨૮-મોક્ષમાર્ગગતિ). [1076-1078] જ્ઞાનાદિ ચાર કારણોવાળા જ્ઞાનદર્શન લક્ષણસ્વરૂપ, જિનભાષિત સત્ય-સમ્યક મોક્ષ માર્ગની ગતિ સાંભળો. વરદર્શી-સત્યના સમ્યક દૃષ્ટા. જિનવરોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષનો માર્ગ કહ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના માર્ગે ચાલનાર જીવ સદ્ગતિ-પવિત્ર સ્થિતિ પામે છે. 1079-1080 આ ચારેમાં જ્ઞાન પાંચ પ્રકારનું છે. શ્રુતજ્ઞાન, આભિનિબોધિક (મતિ) જ્ઞાન, અવધિજ્ઞાન, મનોજ્ઞાન મનઃ પર્યવજ્ઞાન) અને કેવળ જ્ઞાન. આ પાંચ પ્રકારનું જ્ઞાન બધા દ્રવ્ય, ગુણ અને પાયિોનું જ્ઞાન (અવબોધક) છેજાણનાર છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. [1081] દ્રવ્ય ગુણોનો આશ્રય છે, આધાર છે. જે માત્ર દ્રવ્યને આશ્રિત રહે છે તે ગુણ છે. પર્યવ-પર્યાયોનું લક્ષણ બંનેને અથતુ દ્રવ્ય અને ગુણને આશ્રિત રહેવું છે. [1082 વરદ જિનવરોએ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુગલ અને જીવ આ છ ને દ્રવ્યાત્મકલોક કહ્યો છે. [1083] ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણે દ્રવ્ય સંખ્યામાં એક એક છે. કાળ, પુદ્ગલ અને જીવ આ ત્રણ દ્રવ્ય અનન્તાનન્ત છે. [1084-1085 ગતિ થવું ધર્મનું લક્ષણ છે. સ્થિતિ અધર્મનું લક્ષણ છે. બધા દ્રવ્યોનું ભાજન (આધાર) અવગાહ લક્ષણ આકાશ છે. વર્તના કાળનું લક્ષણ. ઉપયોગ જીવનું લક્ષણ છે. જે જ્ઞાન દર્શન સુખ તથા દુઃખથી ઓળખાય છે. 1086-1088) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ જીવના લક્ષણ છે. શબ્દ, અન્ધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, રસ, ગન્ધ, અને સ્પર્શ એ પુદ્ગલના લક્ષણ છે. એકત્વ, પૃથકત્વ-ભિન્નત્વ, સંખ્યા, સંસ્થાન આકાર, સંયોગ અને વિભાગ એ પયયિોના લક્ષણ છે. [1089-1090] જીવ, અજીવ, બંધ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org