________________ 242 ઉત્તરઝાય - 28/1090 મોક્ષ આ નવ તત્ત્વ છે. આ તત્ત્વરૂપ ભાવોના સદ્દભાવના નિરૂપણમાં જે ભાવપૂર્વક શ્રદ્ધા છે તેને સમ્યકત્વ કહે છે. [1091] સમ્યકત્વ દસપ્રકારે નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરૂચિ, અભિગમરચિ, વિસ્તારરુચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરુચિ અને ધર્મરુચિ. [1092-10a] પરોપદેશ વિના સહસંમતિથી અથતુ પોતાના જ્ઞાનથી અવગત જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને સંવર આદિ તત્વોની રુચિ તે નિસર્ગશ્ચિ” છે. જિન ભગવાન દ્વારા દૃષ્ટ અને ઉપદિષ્ટ ભાવોમાં તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વિશિષ્ટ પદાથો વિશે આ આમ જ છે. જુદું નહીં, એવી જે સ્વતસ્કૂર્ત શ્રદ્ધા છે તે નિસર્ગ રુચિ છે. 1i094 જે બીજા છવથ અથવા અહંન્તના ઉપદેશથી જીવાદિ ભાવોમાં શ્રદ્ધાકરે છે તે ઉપદેશ રચિ છે. જે અંગપ્રવિષ્ટ અથવા અંગબાહ્ય શ્રુતમાં અવગાહન કરી શ્રુતથી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે મૂત્રરુચિ છે. જેમ જલમાં તેલનું ટીપુ પ્રસરી જાય છે, તેમજ જે સમ્યકત્વ એક પદથી અનેક પદોમાં ફેલાય છે તે બીજ રૂચિ છે. જેણે અગિયાર અંગ, પ્રકીર્ણક, દ્રષ્ટિવાદ આદિ શ્રુતજ્ઞાન અર્થ સાથે મેળવ્યું હોય તે અભિગમરુચિ છે. બધા પ્રમાણો અને નયોથી જે દ્રવ્યોના બધા ભાવ જાણે છે તે વિસ્તારરુચિ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, અને ગુપ્તિ આદિ ક્રિયાઓમાં જે ભાવથી રૂચિ છે તે ક્રિયારૂચિ છે. જે નિર્ચન્થપ્રવચનમાં અકુશળ છે અને મિથ્યપ્રવચનો પણ જાણતો નથી, પણ કુદષ્ટિનો આગ્રહ ન હોવાથી અલ્પબોધથી જ તત્ત્વશ્રદ્ધાવાળો છે તે સંક્ષેપરુચિ છે. જિન કથિત અસ્તિકાય ધર્મમાં, મૃતધર્મમાં અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા રાખે છે તે ધર્મચિ છે. [1103 પરમાર્થ જાણવો, તત્ત્વદ્રષ્ટાઓની સેવા કરવી, વ્યાપન દર્શન (સમ્યકત્વભ્રષ્ટ) અને કુદર્શનથી દૂર રહેવું તે સમ્યકત્વ શ્રદ્ધા છે. [1104-1105] ચારિત્ર સમ્યકત્વ વિના થતું નથી. પણ સમ્યકત્વ ચારિત્ર વિના પણ થાય છે. સમ્યકત્વ અને ચારિત્ર એક સાથે પણ થાય છે. ચારિત્ર પહેલાં સમ્યકત્વ હોવું જરૂરી છે. સમ્યકત્વ વિના જ્ઞાન નથી થતું. જ્ઞાન વિના ચારિત્ર નથી થતું. ચારિત્ર ગુણ વિના મોક્ષ નથી થતો, અને મોક્ષ વિના નિવણ નહિ પ્રાપ્ત થાય. [1106] નિશંકતા, નિષ્કાંક્ષા, નિવિચિકિત્સા અમૂઢ દ્રષ્ટિ ઉપભ્રંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ આઠ સમ્યકત્વના અંગ છે. [1100-1108] ચારિત્રના પાંચ પ્રકાર છે. પહેલો સામાયિક, બીજો છેદોપસ્થાપનીય, ત્રીજો પરિહારવિશુદ્ધિ, અને ચોથો સૂક્ષ્મસમ્પરાય. પાંચમો. યથાખ્યાત ચારિત્ર છે. જે સર્વથા કયાય રહિત હોય છે. તે છઘી અને કેવલી-બંનેને હોય છે. આ ચારિત્ર કર્મના (સંચય)ને રિક્ત કરે છે. તેથી તેને ચારિત્ર કહે છે. [1109 તપના બે પ્રકાર છે: બાહ્ય અને આભ્યન્તર. બાહ્ય તપ છ પ્રકારનું છે. તેમજ આભ્યન્તર તપ પણ છ પ્રકારનું છે. 1110 આત્મા જ્ઞાનથી જીવાદિ ભાવોને જાણે છે. દર્શનથી તેઓ પર શ્રદ્ધા કરે છે. ચારિત્રથી કર્મઆશ્રવનો નિરોધ કરે છે અને તપથી વિશુદ્ધ થાય છે, [1111] સર્વ દુઃખોથી મુક્ત થવા માટે મહર્ષિ સંયમ અને તપ દ્વારા પૂર્વ કર્મોનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org