________________ ગાય - 498 119 આ રીતે આહારાદિ માટે ચિકિત્સા કરવાથી અનેક પ્રકારના દોષો લાગે છે. જેમકે-ઔષધમાં કંદમૂલ વગેરનો ઉપયોગ થાય, તેમાં જીવ વિરાધના થાય. ઉકાળાકવાથ વગેરે કરવાથી અસંયમ થાય. ગૃહસ્થ સારી થયા પછી તપેલા લોઢાની જેમ જે કોઈ પાપ વ્યાપાર જીવવધ કરે તેનો સાધુ નિમિત્ત બને. સારો થઈ જવાથી સાધુને સારો સારો આહાર બનાવીને આપે તેમાં આધાકમદિ અનેક દોષો લાગે. વળી જો તે રોગીને રોગ વધી જાય કે મરી જાય તો તેના સંબંધી આદિ સાધુને પકડીને રાજસભામાં લઈ જાય, ત્યાં કહે કે “આ વેષધારીએ આને મારી નાંખ્યો.” ન્યાય કરનારા સાધુને અપરાધી ઠરાવી મૃત્યુદંડ આપે, તેમાં આત્મ વિરાધના થાય. લોકો બોલવા લાગે કે “આ સાધુડા સારો સારો આહાર મળે એટલે આવું વૈદું કરે છે.' આથી પ્રવચન વિરાધના થાય. આ રીતે ચિકિત્સા કરવાથી જીવ વિરાધના એટલે સંયમ વિરાધના, આત્મવિરાધના અને પ્રવચન વિરાધના એમ ત્રણ પ્રકારની વિરાધના થાય. [499-502] વિદ્યા ઓમકારાદિ અક્ષર સમુહ, તથા મંત્ર યોગાદિનો પ્રભાવ, તપ-ચાર-પાંચ ઉપવાસ, માસક્ષમણ આદિનો પ્રભાવ, રાજા-રાજા, પ્રધાન આદિ અધિકારીનો માનનીય રાજાદિ વલ્લભ, બલ-સહસ્ત્ર યોદ્ધાદિ જેટલું સાધુનું પરાક્રમ જોઈને કે બીજા દ્વારા જાણીને, ગૃહસ્થ વિચારે કે “જો આ સાધુને નહિ આપીએ તો શાપ આપશે, તો ઘરમાં કોઈનું મરણ થશે. અથવા વિદ્યા-મંત્રનો પ્રયોગ કરશે, રાજાનો વલ્લભ હોવાથી આપણને નગર બહાર કઢાવી મૂકશે, પરાક્રમી હોવાથી આપણને મારઝુડ કરશે. વગેરે અનર્થના ભયથી સાધુને આહારાદિ આપે તે ક્રોધપિંડ કહેવાય. ક્રોધ દ્વારા જે આહાર ગ્રહણ કરાય તેને ક્રોધપિંડ દોષ લાગે. [પ૦૩-૫૧૧] પોતાનું લબ્ધિપણું અથવા બીજા પાસે પોતાની પ્રશંસા સાંભળીને ગર્વિત બનેલો, ‘તું જ આ કાર્ય કરવા માટે સમર્થ છે' એમ બીજા સાધુના કહેવાથી ઉત્સાહિત થયેલો, અથવા “તારાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી.’ એમ બીજાના કહેવાથી અપમાનીત થયેલો સાધુ, અહંકારને વશ થઈ પિંડની ગવેષણા કરે એટલે ગૃહસ્થની આગળ જઈને કહે કે બીજા વડે પ્રાર્થના કરાયેલો જે પુરષ સામાના ઇચ્છિતને પૂર્ણ કરવા પોતે સમર્થ હોવા છતાં આપતો નથી, તે અધમ પુરુષ છે.' વગેરે વચન દ્વારા ગૃહસ્થને ઉત્તેજિત કરીને તેની પાસેથી અશનાદિ મેળવે તે માનપિંડ કહેવાય. ગિરિપુષ્પિત નામના નગરમાં વિજયસિંહસૂરિજી પરિવાર સાથે પધારેલા હતા. એક દિવસ કેટલાક તરૂણ સાધુઓ ભેગા થયા અને પરસ્પર વાતે ચઢયા. ત્યાં એક સાધુ બોલ્યો કે બોલો આપણામાંથી કોણ સવારમાં જ રાંધેલી સેવ લાવી આપે એમ છે?” ત્યાં ગુણચંદ્ર નામના એક નાના સાધુએ કહ્યું કે હું લાવી આપું.” ત્યારે બીજો સાધુ બોલ્યો કે “જો ઘી ગોળ સાથે આપણા બધાને સેવ પુરી ન થાય તો શા કામની ? થોડી, લઈને આવે તેમાં શું થાય? માટે બધાને પૂર્ણ થાય તેટલી લાવે તો ખરો?” આ સાંભળી અભિમાનમાં આવેલો ગુણચંદ્ર મુનિ બોલ્યો કે “સરું, તમારી જેવી ઈચ્છા હશે તે પ્રમાણે લાવી આપીશ.” એવી પ્રતિજ્ઞા કરીને મોટું નંદીપાત્ર લઇને સેવો લેવા માટે નીકળ્યો. ફરતાં ફરતાં એક કૌટુંબિકના ઘરમાં ઘણી સેવ, ઘી, ગોળ વગેરે તૈયાર કરેલું જોવામાં આવ્યું. આથી તે સાધુએ ત્યાં જઈને અનેક પ્રકારનાં વચનો બોલવા દ્વારા સેવની માંગણી કરી, પરંતુ કૌટુંબિકની સ્ત્રી સુલોચનાએ સેવા આપવાની સાફ ન પાડી, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org