SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 110 ડિનિસ્તુતિ (41) ની માલિકની ગેરહાજરીમાં પણ તે ભિક્ષા ગ્રહણ કરી શકાય. હાથીને ખાવા માટે વસ્તુ બનાવેલી હોય. હાથીનો મહાવત તે વસ્તુ મુનિને આપે તો મુનિને તે લેવું કહ્યું નહિ. જો ગ્રહણ કરે તો આ પ્રમાણે દોષો લાગે. હાથીનું ભોજન એ રાજાનું ભોજન એટલે તે રાજપિંડ કહેવાય. રાજાની આજ્ઞા નહિ હોવાથી મુનિએ લીધું હોય તો. રાજા સાધુને કેદ કરે, મારે કે કપડાં ઉતારી લે. હાથીના આહારમાં એટલો અંતરાય લાગે. તેથી અંતરાય જન્ય પાપ લાગે. હાથીના મહાવત ઉપર રાજા ગુસ્સે થાય. મારી આજ્ઞા સિવાય સાધુને કેમ આપ્યું?” તેથી કદાચ મહાવતને રજા આપે કે દડ કરે, સાધુ નિમિતે મહાવતની નોકરી જાય. અદત્તાદાનનો દોષ સાધુને લાગે. મહાવત પોતાનો પિંડ પણ હાથીના દેખતા આપે તો હાથીને એમ થાય કે “મારા ભોજનમાંથી આ મુંડિયો રોજ ગ્રહણ કરે છે. એ કારણે હાથી રોપાયમાન થાય અને રસ્તામાં કોઇ વખતે સાધુને જોતાં સાધુને મારી નાંખે કે ઉપાશ્રય ભાંગી નાખે. [418-422 પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય. પછી સાધુ આવેલા જાણી તે રસોઈમાં બીજુ ઉમેરવામાં આવે તે અધ્યવપૂરક દોષવાળું કહેવાય. પ્રથમ પોતાને માટે રાંધવા આદિની શરૂઆત કરી હોય પછી પાછળથી ત્રણે પ્રકારમાંથી કોઈના માટે ચોખા આદિનો ઉમેરો કરે તો તે તે આહારાદિ અધ્યપૂરક દોષવાળું થાય છે. અધ્યપૂરવકના ત્રણ પ્રકારો છે. સ્વગૃહ યાવદર્થિકમિશ્ર, સ્વગૃહ સાધુમિત્ર, સ્વગૃહ પાખંડીમિશ્ર. સ્વગૃહ યાવદર્ષિકમિશ્ન- સ્વગૃહ એટલે પોતાના ઘર માટે અને યાવર્થિક એટલે કોઈ પણ ભિક્ષુઓ માટે. પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પછી ગામમાં અનેક યાચકો, સાધુઓ, પાખંડીઓ વગેરે આવ્યાની ખબર પડતાં, પૂર્વની શરૂઆત કરેલી રસોઈમાં જ પાણી, ચોખા વગેરે ઉમેરીને સર્વને માટે બનાવેલ ભોજન. સ્વગૃહ સાધુમિ-પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પછી સાધુઓ આવ્યાની ખબર પડતા, રસોઈમાં પાણી, ચોખા આદિ સામગ્રી ઉમેરીને પોતાના માટે અને સાધુ માટે રસોઈ તૈયાર કરવામાં આવે. સ્વગૃહ પાખંડીમિશ્રપ્રથમ પોતાના માટે રસોઈ બનાવવાની શરૂઆત કરી હોય અને પછી પાખંડીને આપવા માટે પાછળથી વધારો કરીને તૈયાર કરેલ ભોજન. યાવદર્થિક માટે નાખેલું ભોજન તેમાંથી દૂર કરવામાં આવે તો બાકી રહેલું ભોજન સાધુને લેવું કલ્પી શકે, જ્યારે સ્વગૃહ અને સાધુ મિશ્ર તથા સ્વગૃહ અને પાખંડી મિશ્રમાં નાંખેલું જુદું કરવા છતાં બાકી રહેલાં ભોજનમાંથી સાધુને લેવું કલ્પ નહિ, કેમકે તે બધો આહાર પૂતિદોષથી દોષિત ગણાય છે. મિશ્રદોષ અને અધ્યવપૂરકદોષમાં ફેર શો ? મિશ્ન નામના દોષમાં પહેલેથી જ પોતાના માટે અને ભિક્ષુક આદિને માટે એમ બન્નેનો ઉદ્દેશ રાખીને રાંધવાની શરૂઆત કરે, જ્યારે આ અધ્યપૂરક નામના દોષમાં પ્રથમ ગૃહસ્થ પોતાને માટે રાંધવાની શરૂઆત કરે અને પાછળથી તેમાં ભિક્ષક આદિ માટે ઉમેરો કરે. - મિશ્ર અને અધ્યવપૂરકની ઓળખાણ- મિશ્ર અને અધ્યપરક દોષની પરીક્ષા રસોઈના વિચિત્ર પરિણામ ઉપરથી કરી શકાય છે. જેમકે મિશ્રાતમાં તો પ્રથમથી જ સાધુ માટે પણ કલ્પના હોય છે, તેથી માપસર જેટલા મસાલા, પાણી, અન્ન આદિ જોઈએ તે પ્રમાણે નાખી અધિક રસોઈ બનાવેલ હોય છે, તેથી ભોજનના સૌષ્ઠવમાં ક્ષતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy