SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ માથા -46 પ્રથમવાર ભૂમિ ઉપર પડતાં મિશ્ર હોય છે. અચિત્ત અપકાય-ત્રણ ઉકાળા આવેલું પાણી, તથા બીજાં શસ્ત્ર આદિથી હણાયેલું પાણી અચિત્ત થઈ જાય છે, અચિત્ત અપકાયનો ઉપયોગ-શેક કરવો, તૃષા છીપાવવી, હાથ, પગ, વસ્ત્ર, પાત્ર આદિ ધોવાં વગેરેમાં ઉપયોગ થાય છે. (અહીં મૂળ નિયુકિતમાં વસ્ત્ર કઈ રીતે ધોવા, તેમાં વડીલ આદિના કપડાંના કમની જાળવણી પાણી કેમ લેવું વગેરે વિધિ પણ છે જે નિયુક્તિમાં પણ આવેલી જ છે. માટે તેને વિશેષતા અહીં નોંધીનથી.) [૪૬-૪૮]અગ્નિકાય પિંડ સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી - ઈટના નીભાડાના મધ્ય ભાગનો તથા વીજળી વેગેરેનો અગ્નિ. વ્યવહારથી અંગારા આદિનો અગ્નિ. મિશ્ર અગ્નિકાય-તણખા, મુમુરાદિનો અગ્નિ. અચિત્ત અગ્નિ-ભાત, કુર, શાક, ઓસામણ, ઉકાળેલું પાણી આદિ અગ્નિથી પરિપક્વ થયેલ. અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ-ઈટના ટુકડા, રાખ, આદિનો ઉપયોગ કરાય છે. તથા આહાર પાણી આદિનો વાપરવામાં ઉપયોગ કરાય છે. અગ્નિકાયના શરીરો બે પ્રકારના હોય છે. બધેક અને મુશ્કેલક. બધેલક-એટલે અગ્નિ સાથે સંબંધિત હોય તેવાં. મુશ્કેલક-અગ્નિરૂપ બનીને છૂટાં પડી ગયા હોય તેવા. આહાર આદિ મુશ્કેલક અગ્નિકાય છે અને તેનો ઉપયોગ વાપરવામાં થાય છે. [49-57] વાયુકાયપિંડ સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે, નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત-રત્નપ્રભાદિ પૃથ્વીઓની નીચે વલયાકારે રહેલો ધનવાત, તનવાત, અતિ ઠંડીમાં જે વાયુ વાય તે, અતિ દુર્દિનમાં વાતો આદિ. વ્યવહારથી સચિત્ત-પૂર્વ આદિ દિશાનો પવન, અતિ ઠંડી અને અતિ દુર્દિન સિવાયનો વાતો વાયુ. મિશ્ર-દત્તિ આદિમાં ભરેલો વાયુ અમુક સમય પછી મિશ્ર, અચિ-પાંચ પ્રકારે. આક્રાંત-કાદવ આદિ દબાવવાથી નીકળતો વાયુ. ધંત-મસક આદિનો વાયું. પાલિત-ધમણ આદિનો વાયુ. શરીર અનુગત-શ્વાસોશ્વાસ-શરીરમાં રહેલો વાયુ. મિશ્ર અમુક સમય સુધી મિશ્ર પછી સચિત્ત. અચિત્ત વાયુકાયનો ઉપયોગ અચિત્ત વાયુ ભરેલી મસક રવાના કામમાં લેવાય છે, તથા ગ્લાનાદિના ઉપયોગમાં લેવાય. અચિત્ત વાયુ ભરેલી મસક ક્ષેત્રથી સો હાથ સુધી તરે ત્યાં સુધી અચિત્ત, બીજા સો હાથ સુધી એટલે એકસો એકમાં હાથથી બસો હાથ સુધી મિશ્ર, બસો હાથ પછી વાયુ સચિત્ત થઈ જાય છે. સ્નિગ્ધ (ચોમાસુ) ઋક્ષ (શિયાળો-ઉનાળો) કાળમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અચિત્ત આદિ વાયુ ની જાણકારી માટે નો કોઠો. 1 કાળ | | અચિત્ત | મિશ્ર T સચિત્ત ઉત્કૃષ્ટ સ્નિગ્ધકાળ | એક પ્રહર સુધી! બીજા પ્રહર સુધી | બીજા પ્રહરની શરૂઆતથી મધ્યમ સ્નિગ્ધકાળ | બે પ્રહર સુધી | ત્રીજા પ્રહર સુધી | ચોથાની શરૂઆતથી જઘન્ય નિષ્પકાળ બે પ્રહર સુધી | ચાર પ્રહર સુધી પાંચમાંની શરૂઆતથી જઘન્ય ક્ષકાળ એક દિવસ | બીજે દિવસે ત્રીજે દિવસે મધ્યમ ઋક્ષકાળા બે દિવસ | ત્રીજે દિવસે ચોથે દિવસે ઉત્કૃષ્ટ ક્ષકાળ | ત્રણ દિવસ ચોથે દિવસે પાંચમે દિવસે. 22: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy