SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - 14 દોષિત આહાર પાણી આદિનો ત્યાગ કરવો જોઈએ. કેમકે નિર્દોષ આહાર આદિના ગ્રહણથી સંસારનો અંત શીધ્ર થાય છે. ગ્રહણ એષણા બે પ્રકારે. એક દ્રવ્ય, બીજી ભાવ દ્રવ્યગ્રહણ એષણા એક વનમાં કેટલાક વાનરો રહેતાં હતાં. એક વખતે ઉનાળામાં તે વનમાં, ફળ, પાન વગેરે સુકાઈ ગયેલા જોઈ મુખ્ય વાનરે વિચાર્યું કે બીજા વનમાં જઇએ.” બીજા સાાં વનની તપાસ કરવા જુદી જુદી દિશામાં કેટલાક વાનરોને મોકલ્યા. તે વાનરો તપાસ કરીને આવ્યા પછી એક સુંદર વનમાં બધા વાનરો ગયા. તે વનમાં એક મોટો દ્રહ હતો. આ જોઈને વાનરો ખુશ ખુશ થઈ ગયા. મુખ્ય વાનરે તે દ્રહની ચારે તરફ ફરીને તપાસ કરી તો તે દ્રહમાં જવાનાં પગલાં દેખતાં હતાં, પણ બહાર આવ્યાનાં પગલાં દેખાતાં ન હતાં. આથી મુખ્ય વાનરે બધા વાનરોને ભેગા કરીને કહ્યું કે “આ દ્રહથી સાવચેતી રાખવી. કિનારા ઉપરથી કે દ્રહમાં જઈને પાણી પીવું નહિ, પણ પોલી નળી વાટે પાણી પીવું. જે વાનરો મુખ્ય વાનરના કહેવા પ્રમાણે વત્સ તે સુખી થયા. અને જેઓ દ્રહમાં જઈને પાણી પીવા ગયા તે મરણ પામ્યા. આ પ્રમાણે આચાર્ય ભગવંત મહોત્સવ વગેરેમાં આધાકમિ, ઉસિક આદિ દોષવાળા આહાર આદિનો ત્યાગ કરાવે છે તથા શુદ્ધ આહાર ગ્રહણ કરાવે છે. જે સાધુઓ આચાર્ય ભગવંતના કહ્યા પ્રમાણે વર્તે છે, તે થોડા જ કાળમાં સઘળા કર્મોનો ક્ષય કરે છે. જેઓ આચાર્ય ભગવંતના વચન પ્રમાણે વર્તતા નથી તેઓ અનેક ભવોમાં જન્મ, જરા, મરણ આદિનાં દુખો પામે છે. ભાવગ્રહણ એષણા અગીઆર પ્રકારો- સ્થાન, દાયક, ગમન, ગ્રહણ, આગમન, પ્રાપ્ત, પરવૃત્ત, પતિત, ગુરુક, ત્રિવિધ, ભાવ. સ્થાન- ત્રણ પ્રકારનાં આત્મ ઉપઘાતિક, પ્રવચન ઉપઘાતિક, સંયમ ઉપઘાતિક દાયક- આઠ વર્ષથી ઓછી ઉંમરનું બાળક, વૃદ્ધ, નોકર, નપુંસક, ગાંડો, ક્રોધાયમાન આદિ પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવી. ગમન- ભિક્ષા આપનાર, ભિક્ષા લેવા માટે અંદર જાય, તો તેની ઉપર નીચેની જમીન તથા આજુબાજુ પણ જેવું. જો તે જતાં પૃથ્વી પાણી, અગ્નિ આદિનો સંઘટ્ટો કરતાં હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિં. ગ્રહણ- નાનુ-નીચું દ્વાર હોય, જ્યાં બરાબર જોઈ શકાતું ન હોય, કબાટ વાસેલું હોય, બારણું બંધ હોય, ઘણા માણસો આવજાવ કરતા હોય, ગાડા વગેરે આડા પડેલાં હોય, ત્યાં ભિક્ષા ગ્રહણ કરવી નહિ. આગમન-ભિક્ષા લઈને આવતાં ગૃહસ્થ પૃથ્વી આદિની વિરાધના કરતો આવતો હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પ્રાપ્ત- કાચું પાણી, સંસક્ત કે ભીનું હોય તો. ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પરાવર્ત- આહાર આદિ બીજા વાસણમાં નાંખે તો તે વાસણને કાચું પાણી આદિ લાગેલું હોય તો તે વાસણમાંનો. આહાર ગ્રહણ કરવો નહિ. પતિત- આહાર પાત્રમાં ગ્રહણ કર્યા પછી તપાસવો. યોગવાળો પિંડ છે કે સ્વાભાવિક છે, તે જોવું. ગુરુક-મોટા કે ભારે ભાજનથી ભિક્ષા ગ્રહણ કરવી નહિ. ત્રિવિધ-કાલ ત્રણ પ્રકારે. ગ્રીષ્મ, હેમંત, અને વર્ષાકાલ તથા આપનાર ત્રણ પ્રકારે, સ્ત્રી, પુરુષ અને નપુંસક. તે દરેકમાં તરૂણ, મધ્યમ અને સ્થવિર. નપુંસક શીત હોય છે, સ્ત્રી ઉખાવાળી હોય છે અને પુરુષ શીતોષ્ણ હોય છે. તેઓમાં પુરકર્મ, ઉદકાર્ટ, સસ્નિગ્ધ ત્રણ હોય છે. તે દરેક સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ પ્રકારે છે. પુરકર્મ અને ઉદકર્તમાં ભિક્ષા ગ્રહણ ન કરવી. સ્નિગ્ધમાં એટલે મિશ્ર અને સચિત્ત પાણીવાળા હાથ હોય, તે હાથનાં આંગળાં, રેખા અને હથેલી જો સુકાયેલા હોય તો ભિક્ષા ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy