________________ અધ્યયન-૨, ઉદેસો-૩ 255 4i31] હે ગૌતમ! શીલભ્રષ્ટ આત્માઓને સંસાર સાગર તરવો ઘણો મુશ્કેલ થાય છે. માટે અવશ્ય તેવા આત્માની અનુકંપા કરીને તેને પ્રાયશ્ચિત આપવામાં આવે છે. 4i32] હે ભગવંત! શું પ્રાયશ્ચિત્ત કરવાથી નરકનું બાંધેલું આયુષ્ય છેદાઈ જાય ખરૂં? પ્રાયશ્ચિત્ત કરીને પણ ઘણા આત્માઓ દુર્ગતિમાં ગયા છે. 4i33-434] હે ગૌતમ ! જેઓએ અનન્ત સંસાર ઉપાર્જન કરેલો છે. એવા આત્માઓ નક્કી પ્રાયશ્ચિતથી તેનો નાશ કરે છે. તો પછી તે નરકનું આયુષ્ય કેમ ન તોડે? આ ભુવનમાં પ્રાયશ્ચિતથી કોઈ વસ્તુ અસાધ્ય નથી. એક બોધિલાભ સિવાય જીવને પ્રાયશ્ચિતથી કોઈ પદાર્થ અસાધ્ય નથી. એટલે કે એક વખત મેળવેલ બોધિલાભ હારી જાય તો ફરી મળવો મુશ્કેલ થાય છે. ૪િ૩પ-૪૩૬] અપકાયનો પરિભોગ તથા અગ્નિકાયનો આરંભ તેમજ મૈથુન સેવન તે અબોધિ લાભ કર્મ બંધાવનારા છે, માટે તેનું વર્જન કરવું. અબોધિ બંધાવનાર મિથુન, અકાય, અગ્નિકાયનો પરિભોગ સંયત આત્માઓ પ્રયત્ન પૂર્વક ત્યાગ કરે. [43] હે ભગવંત! ઉપર કહેલા કાયોથી અબોધિ લાભ થાય તો તો ગૃહસ્થો હંમેશાં તેવા કાર્યોમાં પ્રવર્તેલા હોય જ છે. તેમને શિક્ષાવ્રતો ગુણવ્રતો અને અણુવ્રતો ધારણ કરવા તે નિષ્ફળ ગણાય. 4i38-43 હે ગૌતમ! મોક્ષ માર્ગ બે પ્રકારનો કહેલો છે. એક ઉત્તમ શ્રમણનો અને બીજો ઉત્તમ શ્રાવકનો. પ્રથમ મહાવ્રતધારીનો અને બીજો અણુવ્રતધારીનો. સાધુઓએ ત્રિવિધ ત્રિવિધ સર્વ પાપ વ્યાપારનો જીવન પર્યન્ત ત્યાગ કરેલ છે. મોક્ષના સાધન ભૂત ઘોર મહાવ્રતનો શ્રમણોએ સ્વીકાર કરેલો છે. ગૃહસ્થોએ પરિમિત કાલ માટે દ્વિવિધ એકવિધ કે ત્રિવિધે સ્થૂલ પણે સાવદ્યનો ત્યાગ કર્યો છે, અથતુિં શ્રાવકો દેશથી વ્રતો અંગીકાર કરે છે. જ્યારે સાધુઓએ ત્રિવિધ ત્રિવિધ મૂચ્છઓ, ઈચ્છ, આરંભ, પરિગ્રહનો ત્યાગ કરેલો છે. પાપોને વોસીરાવીને જિનેશ્વરના લિંગ ચિલ કે વેશને ધારણ કરેલું છે. જ્યારે ગૃહસ્થો ઈચ્છા આરંભ પરિગ્રહના ત્યાગ કર્યા વગર પોતાની સ્ત્રીમાં આશક્ત રહીને જિનેશ્વરના વેષને ધારણ કર્યા વગર શ્રમણોની સેવા કરે છે, માટે હે ગૌતમ! એકદેશથી ગૃહસ્થો પાપ ત્યાગનું વ્રત પાલન કરે છે, તેથી તેના માર્ગની ગૃહસ્થને આશાતના થતી નથી. જિજ-૫] જેઓએ સર્વ પાપોના પ્રત્યાખ્યાન કયાં છે. પાંચ મહાવ્રતોને ધારણ કર્યા છે, પ્રભુના વેષને સ્વીકાર્યા છે. તેઓ જો મૈથુન અપૂકાય અગ્નિકા સેવનનો ત્યાગ ન કરે તો તેઓને મોટી આશાતના કહેલી છે. તે જ કારણે જિનેશ્વર દેવો આ ત્રણમાં મોટી આશાતના કહે છે. તેથી તે ત્રણનો મનથી પણ સેવવા માટે અભિલાષા ન કરવો. 4i-447 હે ગૌતમ ! ઘણો દ્રઢ વિચાર કરીને આ કહેલું છે કે પતિ અબોધિલાભનું કર્મ બાંધે અને ગૃહસ્થ અબોધિલાભ ન બાંધે. વળી સંયત મુનિઓ આ હેતુઓથી અબોધિલાભ કર્મ બાંધે છે. 1. આજ્ઞાનું ઉલ્લંઘન 2. વ્રતોનો ભંગ, અને 3. ઉન્માર્ગ પ્રવર્તન [48] મૈથુન, અપકાય અને તેઉકાય આ ત્રણના સેવનથી અબોધિક લાભ થાય છે. માટે મુનિએ પ્રયત્ન પૂર્વક સર્વથા આ ત્રણેનો ત્યાગ કરવો. [49] જે આત્મા પ્રાયશ્ચિતનું સેવન કરે અને મનમાં સંક્લેશ રાખે તેમજ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org