________________ 254 મહાનિસીહ- 23416 પણ આરંભનો કરતા નથી, તેઓ પણ એજ રીતે ભવ પરંપરા પામનારા કહેવાય છે. 4i17 હે ગૌતમ! આરંભ કરવા તૈયાર થયો અને એકત્રિય તથા વિકસેન્દ્રિય જીવન સંઘઠ્ઠન આદિ કર્મ કરે તો હે ગૌતમ! તે જેવા પ્રકારનું પાપ કર્મ બાંધે તે તું સમજ. 4i18-420 કોઈક બેઈદ્રિય જીવને બળાત્કારથી તેની અનિચ્છાથી એક સમય માટે હાથથી પગથી બીજા કોઈ સળી આદિ ઉપકરણથી અગાઢ સંઘટ્ટો કરે. સંઘો કરાવે, તેમ કરનારને સારો માને. હે ગૌતમ ! અહીં આ પ્રમાણે બાંધેલું કર્મ જ્યારે તે પ્રાણીને ઉદયમાં આવે છે, ત્યારે તેના વિપાક મોટા કુલેશથી છ મહિના સુધી ભોગવવા પડે છે. તેજ કર્મ ગાઢપણે સંઘટ્ટો કરવાથી બાર વરસ સુધી ભોગવવું પડે છે. અગાઢ પરિતાપ કરે તો એક હજાર વર્ષ સુધી અને ગાઢ પરિતાપ કરે તો દશહજાર વર્ષ સુધી અગાઢ કીલામણા કરે તો એક લાખ વર્ષ, ગાઢ કિલામણા કરે તો દશલાખ વર્ષસુધી તેના પરિણામ-વિપાકો જીવને ભોગવવા પડે છે. મરણ પમાડે તો 1 ક્રોડ વર્ષ સુધી તે કર્મની વેદના ભોગવવી પડે. એવી જ રીતે ત્રણ-ચાર પાંચ ઈન્દ્રિયોવાળા જીવો માટે પણ સમજવું. હે ગૌતમ! સૂક્ષ્મ પૃથ્વી કાયના એક જીવની જેમાં વિરાધના થાય તેને સર્વ કેવલીઓ અભ્યારંભ કહે છે. હે ગૌતમ ! જેમાં સૂક્ષ્મ પૃથ્વીકાયનો વિનાશ થાય છે, તેને સર્વ કેવલીઓ મહાભ કહે છે.. ૪િર૧] હે ગૌતમ ! એવી રીતે ઉત્કટ કમોં અનંત પ્રમાણમાં એકઠા થાય છે. જે આરંભમાં પ્રવર્તે છે તે આત્મા તે કમોંથી બંધાય છે. રિર-૪ર૩] આરંભ કરનાર બદ્ધ સૃષ્ટ અને નિકાચિત અવસ્થાવાળા કર્મ બાંધે છે, માટે આરંભનો ત્યાગ કરવો જોઈએ. પૃથ્વીકાય આદિ જીવોનો સર્વભાવથી સર્વ પ્રકારે અંત લાવનાર એવા આરંભોનો જેઓએ ત્યાગ કર્યો હોય તેઓ સત્વરે જન્મજરા-મરણ સર્વ પ્રકારના દારિદ્રય અને દુઃખોથી મુક્ત બને છે. | |૪૨૪-૪ર હે ગૌતમ! જગતમાં એવા એવા પણ જીવો છે કે જેઓ આ જાણ્યા પછી પણ એકાન્ત સુખશીલપણાના કારણે સમ્યગુ માર્ગની આરાધનામાં પ્રવૃત્તિ કરી શકતા નથી. કોઈક જીવ સમ્યગુ માર્ગમાં જોડાઈને ઘોર અને વીર સંયમ તપનું સેવન કરે પરન્તુ તેની સાથે આ જે પાંચ બાબત કહેવાશે તેનો ત્યાગ ન કરે તો તેના સેવેલા. સંયમતપ સર્વ નિરર્થક છે. 1. કુશીલ, 2. ઓસન-શિથિલપણું આવું કઠોર સંયમ જીવન ? એમ બોલી ઉઠે. 3. યથાશ્કેદ - સ્વચ્છંદ, 4. સબલ-દૂષિત ચારિત્રવાળા, પ. પાસક્યો. આ પાંચેને દ્રષ્ટિથી પણ ન નીરખે. 427] સર્વજ્ઞ ભગવન્ત ઉપદેશોલો માર્ગ સર્વ દુઃખનો નાશ કરનાર છે. અને શાતા ગૌરવમાં ખૂંચી ગએલો, શિથિલ આચાર સેવનાર, ભગવત્તે કહેલા મોક્ષમાર્ગને છોડનાર થાય છે. [428] સર્વજ્ઞ ભગવાને કહેલા એક પદ કે એક અક્ષરને પણ જે ન માને, રુચિ ન કરે તેમજ વિપરીત પ્રરૂપણા કરે તે નક્કી મિથ્યાવૃષ્ટિ સમજવો. ૪ર૯] આ પ્રમાણે જાણીને તે પાંચના સંસર્ગ દર્શન, વાતચીત કરવી, પરિચય, સહવાસ આદિ સર્વ વાત હિતના-કલ્યાણના અર્થીઓ સર્વ ઉપાયથી વર્જવા. 430] હે ભગવંત! શીલ ભ્રષ્ટોના દર્શન કરવાનો આપ નિષેધ ફરમાવો છો અને વળી પ્રાયશ્ચિત્ત તો તેને આપો છો. આ બન્ને વાત કેવી રીતે સંગત થાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org