________________ 256 મહાનિસહ– 23449 પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે ન કરે, તો તે નરકમાં જાય [50] હે ગૌતમ! જે મંદ શ્રદ્ધાવાળો હોય, તે પ્રાયશ્ચિત ન કરે, અથવા કરે તો પણ ક્લિષ્ટ મનવાળા થઈને કરે છે. તો તેમની અનુકંપા કરવી વિરોધવાળી ન ગણાય? પિ૧-૪૫૨ હે ગૌતમ ! રાજાદિકો જ્યારે સંગ્રામમાં યુદ્ધ કરે છે, ત્યારે તેમાં કેટલાંક સેનિકો ઘાયલ થાય છે. બાણ શરીરમાં ભોંકાય છે, ત્યારે બાણ બહાર કાઢતા કે શલ્યનો ઉદ્ધાર કરતા તેને દુઃખ થાય છે. પણ શલ્યનો ઉદ્ધાર કરતાની અનુકંપામાં વિરોધ ગણાતો નથી. શલ્યનો ઉદ્ધાર કરનાર અનુકંપા રહિત ગણાતો નથી, તેમ સંસારરૂપી સંગ્રામમાં અંગોપાંગની અંદરના કે બહારના શલ્યો-ભાવ શલ્યો રહેલા હોય તેનો ઉદ્ધાર કરવામાં અનુપમ અનુકંપા ભગવંતોએ કહેલી છે. 4i53-455 હે ભગવંત! જ્યાં સુધી શરીરમાં શલ્ય રહેલું હોય ત્યાં સુધી પ્રાણિઓ દુઃખનુભવ કરે છે, જ્યારે શલ્ય કાઢી નંખાય છે. ત્યારે તે સુખી થાય છે. તેજ પ્રમાણે તીર્થકર, સિદ્ધ ભગવંત સાધુ અને ધર્મને છેતરીને વિપરીત બનીને જે કંઈ પણ તેણે અકાર્ય આચર્યું હોય તેનું પ્રાયશ્ચિત કરીને તે સુખી થાય છે. ભાવશલ્ય દૂર થવાથી સુખી થાય, તેવા આત્માને વિશે પ્રાયશ્ચિત કરવાથી ક્યો ગુણ થવાનો છે? તેવા બિચારા દીપુરુષ પાસે દુષ્કર અને દુઃખે આચરી શકાય તેવા પ્રાયશ્ચિત શા માટે આપવા? 5-457 ગૌતમ! શરીરમાંથી શલ્ય બહાર કાઢ્યું પરંતુ ઘા રૂઝાવવા માટે જ્યાં સુધી મલમપટ્ટો કરવામાં ન આવે; પાટો બાંધવામાં ન આવે ત્યાં સુધી તે ઘા રૂઝતો નથી. તેમ ભાવશલ્યનો ઉદ્ધાર કર્યા પછી આ પ્રાયશ્ચિત એ મલમ પટ્ટા અને પાટા બાંધવા સમાન સમજવું. દુઃખે કરીને રુઝ લાવી શકાય તેવા પાપરૂપ ઘાની જલ્દી રૂઝ લાવવા માટે પ્રાયશ્ચિત અમોઘ ઉપાય છે. 58-460] હે ભગવંત ! સર્વજ્ઞોએ કહેલા પ્રાયશ્ચિતો થોડા આચરવામાં સાંભળવામાં કે જાણવામાં શું સર્વ પાપોની શુદ્ધિ થાય છે ? હે ગૌતમ ! ઉનાળાના તાપના દિવસોમાં અત્યન્ત તૃષા લાગી હોય, નજીકમાં અતિસ્વાદિષ્ટ શીતળ જળ રહેલું હોય. પરતુ જ્યાં સુધી તે પાન કરવામાં ન આવે ત્યાં સુધી તૃષાની શાન્તિ થતી નથી તેવી રીતે પ્રાયશ્ચિતો જાણીને જ્યાં સુધી નિષ્કપટ ભાવે સેવન કરવામાં ન આવે ત્યાં સુધી તે પાપની વૃદ્ધિ થાય છે પણ ઘટતું નથી. 4i61] હે ભગવંત! શું પ્રમાદથી પાપની વૃદ્ધિ થાય? શું કોઈ વખત આત્મા સાવધાન થઈ જાય અને પાપ કરતા રોકાઈ જાય તો તે પાપ એટલું જ રહે અથવા તો વૃદ્ધિ થતું રોકાઈ ન જાય? " [42] હે ગૌતમ ! જેમ પ્રમાદથી સર્પનો ડંખ લાગ્યો પરન્તુ ઉપયોગવાળાને પાછળથી વિષની વૃદ્ધિ થાય તેમ પાપ પણ વૃદ્ધિ પામે છે. 4i63-45 હે ભગવંત! જેઓ પરમાર્થને જાણનારા હોય, તમામ પ્રાયશ્ચિતના જ્ઞાતા હોય તેમણે પણ શું બીજાને પોતાના અકાય જે પ્રમાણે થયા હોય તે પ્રમાણે કહેવા પડે? હે ગૌતમ ! જે મનુષ્ય મંત્ર તંત્રથી કરોડોને શલ્ય વગરના અને ડંખ રહિત કરી મૂચ્છિતોને પણ ઉભા કરી શકે છે, એવા જાણકાર પણ ડંખવાળા થયા હોય, નિશ્રેષ્ઠ બનેલા હોય, યુદ્ધમાં ભાલાઓના ઘા થી ઘવાયા હોય તેને બીજા શલ્ય રહિત મૂચ્છરહિત બનાવે છે. એવી રીતે શીલથી ઉજ્જવલ સાધુ પણ નિપુણ હોવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org