________________ 240 મહાનિસીહ- 23301 અનુમોદન કરવાથી, મન-વચન-કાય યોગોના પ્રમાદાચરણ સેવનથી-દોષ લાગે છે. રિ૦૧] આ લાગેલા દોષોની વિધિવત્ ત્રિવિધ નિંદા, ગહ આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત કર્યા વગર દોષોની શુદ્ધિ થતી નથી. 3i02] શલ્યસહિત રહેવાથી અનંતી વખત ગર્ભમાં 1-2-3-4-5-6 મહિના સુધી તેના હાડકાં હાથ પગ મસ્તક આકૃતિ બંધાય નહિ તે પહેલાંજ ગર્ભની અંદર વિલય પામી જાય છે અથવું ગર્ભ પીગળી જાય. [33-306] મનુષ્ય જન્મ મળવા છતાં તેમાં કોઢ ક્ષય આદિ વ્યાધિવાળો થાય, જીવતો હોવા છતાં પણ શરીરમાં કમીઓ થાય. અનેક માખીઓ શરીર ઉપર બેસે બણમણતી ઉડે, નિરંતર શરીરના ખંડ ખંડ અંગે-અંગી સડતા જાય હાડકા ખવાતા જાય વગેરે, એવા દુઃખોથી પરાભવ પામેલો અતિ લજ્જનીય. નીંદનીય, ગહણીય, અનેકને ઉગ કરાવનાર થાય નજીકના સંબંધીઓ અને બંધુઓને પણ અણગમતો ઉદ્વેગ કરાવનાર થાય છે. તેવા તેવા અધ્યવસાય પરિણામ વિશેષથી અકામનિર્જરાથી તેઓ ભૂત પિશાચપણું પામે. પૂર્વ ભવોના શલ્યથી તેવા પ્રકારના અધ્યવસાય વિશેષથી ઘણા ભવોના ઉપાર્જન કરેલા કર્મથી દશે દિશામાં દૂરદૂર ફેંકાતો જાય કે જ્યાં આહાર અને જળની પ્રાપ્તિ મુશ્કેલ હોય, શ્વાસ પણ લઈ શકાય નહિ, તેવા વેરાન અરણ્યમાં, જન્મ. [307-30 કાં તો એક બીજાના અંગ ઉપાંગ સાથે જોડાએલો હોય, મોહ મદિરામાં ચકચૂર બનેલો, સૂર્ય ક્યારે ઉદય અને અસ્ત પામે તેની જેને ખબર પડતી નથી એવા પૃથ્વી ઉપર ગોળાકાર કમીપણે ઉત્પન્ન થાય છે. કમીપણાની ત્યાં ભવસ્થિતિ અને કાયસ્થિતિ ભોગવીને કદાપી મનુષ્યપણું મેળવેતો પણ નપુંસકપણે ઉત્પન્ન થાય છે. નપુંસકપણું પામીને અતિ કુર-ધોર-રૌદ્ર પરિણામ વિશેષને વહન કરતો અને તે પરિણામરૂપી પવનથી સળગીને-ફેંકાઈને મૃત્યુ પામે છે અને મરીને વનસ્પતિકાયમાં જન્મ પામે છે. 310-313 વનસ્પતિપણે પામીને પગ ઉંચે અને મુખનીચે રહે તેવી સ્થિતિમાં અનંતો કાલ પસાર કરતો પણ બેઈન્દ્રિયપણું ના મેળવી શકે વનસ્પતિ પણાની ભવ અને કાયસ્થિતિ ભોગવીને ત્યાર પછી એક, બે, ત્રણ ચાર પાંચ) ઈન્દ્રિયપણું પામે. પૂર્વે કરેલ પાપ શલ્યના દોષથી તિર્યચપણામાં ઉત્પન્ન થાય તો પણ મહામસ્ય, હિંસકપક્ષી, સાંઢ જેવા બળદ સિંહ આદિના ભવ પામે ત્યાં પણ અત્યંત ક્રૂરતર પરિણામ વિશેષથી માંસાહાર, પંચેન્દ્રિય જીવોનો વધ વગેરે પાપ કર્મ કરવાના કારણે નીચે નીચે એવો ઉતરતો જાય કે સાતમી નારકી સુધી પણ પહોંચી જાય. [314-315 ત્યાં લાંબા કાળ સુધી તેવા પ્રકારના મહાઘોર દુખનો અનુભવ કરીને ફરી પણ કુરતિયચના ભવમાં જેન્મ પામીને કુર પાપકર્મ કરીને પાછો નારકીમાં જાય આવી રીતે નરક અને તિર્યંચ ગતિના ભવોનો વારાફરતી પરાવર્તન કરતો એવા પ્રકારના મહા દુઃખો અનુભવ કરતો ત્યાં રહેલો છે કે જે દુઃખોનું વર્ણન કોડો વર્ષે પણ કહેવાને શક્તિમાન ન થઈ શકાય. 3i16-318] ત્યાર પછી ગધેડા ઊંટ, બળદ વગેરેના ભવો ભવાન્તરો કરતાં ગાડાના ભાર ખેંચવા, ભારવહન કરવા, ખીલીવાળી લાકડીના મારની વેદના સહેવી કાદવમાં પગ ખેંચી જાય તેવી સ્થિતિમાં ભાર ખેંચાવો. તાપ તડકા ઠડી વરસાદના દુઃખો સહેવા, વધ બંધન, અંકનનચિલો કરવા કાન, નાક-છૂંદાવા, નિલાંછન, ડામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org