________________ 241 અધ્યયન-૨, ઉદેસી-૩ સહેવા, ઘુંસરામાં જોડાઈને સાથે ચાલવું. પરોણી, ચાબુક, અકુંશ વગેરેથી માર ખાતા ખાતા એકધારું અતિભયંકર દુઃખ, જેવું રાત્રે તેવું દિવસે એમ સર્વકાલ જીવન પર્યન્ત દુખ અનુભવવું આ અને તેના જેવા બીજા અનેકાનેક દુઃખસમુહને ચીરકાળ પર્યન્ત અનુભવીને દુઃખથી રીબાતો આર્તધ્યાન કરતો મહામૂકેલીથી પ્રાણોનો ત્યાગ કરે છે. [319-223] વળી તેવા કાંઈ શુભ અધ્યવસાય વિશેષથી કોઈ પ્રકારે મનુષ્યપણું , મેળવે પરન્તુ હજુ પૂર્વે કરેલા શલ્યના દોષથી મનુષ્યપણામાં આવવા છતાં જન્મથી જ દરીદ્રને ત્યાં જન્મ ધારણ કરે છે. ત્યાં વ્યાધિ ખસ ખરજ વગેરે રોગથી ઘેરાએલો, રહેછે અને સર્વ લોકો તેને ન જોવામાં કલ્યાણ માનનારા થાય છે. અહીં લોકોની લક્ષ્મી હરણ કરી લેવાની દ્રઢ મનોભાવના કરતો દ્ધયમાં બળ્યા કરે છે. જન્મ સફળ કર્યા વગર પાછો મૃત્યુ પામે અધ્યવસાય વિશેષને આશ્રીને ફરી પણ તેવા પૃથ્વી આદિ સ્થાવરકામાં ભમે. અથવા તો બે ત્રણ ચાર પાંચ ઈન્દ્રિયવાળા ભવમાં તેવા પ્રકારનું અતિરૌદ્ર ઘોર ભયંકર મહાદુઃખ ભોગવતા ભોગવતા ચારે તિરૂપ સંસાર અટવીમાં દુસહ વેદના અનુભવતો (હે ગૌતમ) તે જીવ સર્વયોનિમાં ભવ અને કાયસ્થિતિ ખપાવતા ભમ્યા કરે છે. 3i24] જે આગળ એક વખત પૂર્વભવમાં શલ્ય કે પાપનો દોષ સેવેલો તે કારણે ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં અને દરેક ભવમાં જન્મમરણ, ઘણાવ્યાધિ, વેદના, રોગ, શોક, દરીદ્રતા, કજીયા, ખોટાકલંક પામવા, ગવાસ આદિના દુઃખો રૂ૫ અગ્નિમાં ભડકે બળતાં બિચારો “શું પામી શકતો નથી તે જણાવે છે. --- નિવણ ગમન યોગ્ય આનંદ મહોત્સવ સ્વરૂપ, સામર્થ્યયોગ, મોક્ષ મેળવી આપનાર અઢારહજારશીલાંગ રથ અને સર્વ પાપરાશિ તથા આઠ પ્રકારના કર્મોના વિનાશ માટે સમર્થ એવો અહિંસાના. લક્ષણવાળો વીતરાગ સર્વજ્ઞકથિત ધર્મ અને બોધિ, સમ્યક્ત્વ પામી શકતો નથી.” [૩૨૫-૩ર૭] પરિણામ વિશેષને આશ્રીને કોઈક આત્મા લાખો પુદ્ગલ પરીવર્તનના આતિલાંબા કાળ પછી મહામુશ્કેલીથી બોધિ, પ્રાપ્ત કરે. આવું અતિદુર્લભ સર્વદુઃખનો ક્ષય કરનાર બોધિરત્ન પ્રાપ્ત કરીને જે કોઈ પ્રમાદ કરેતે ફરી તેવા પ્રકારનો પૂર્વે જણાવેલી તે તે યોનિઓમાં તે જ ક્રમે તે જ માર્ગે જાય અને તેવાજ દુઃખનો અનુભવે. ( [328-329) એ પ્રમાણે સવપુદ્ગલોના સર્વ પયયો સર્વ વર્ણાન્તરો સર્વ ગંધપણે રસપણે સ્પર્શપણે સંસ્થાનપણે પોતાના શરીરપણે પરિણામ પામે, ભવસ્થિતિ અને કાયસ્થિતિના સર્વભાવ લોકને વિષે પરિણામાંતર પામે તેટલા પુદ્ગલ પરાવર્તન કાળ સુધીમાં બોધિ પામે કે ન પણ પામે. 330-331] એ પ્રમાણે વ્રત નિયમનો ભંગ કરે, વ્રત નિયમ ભંગ કરનારની ઉપેક્ષા કરે. તેને સ્થિર ન કરે, શીલ ખંડન કરે, અગર શીલ ખંડન કરનારની ઉપેક્ષા કરે, તેમ સંયમ વિરાધના કરે કે સંયમ વિરાધક તેની ઉપેક્ષા કરે, ઉન્માર્ગનું પ્રવર્તન કરે અને તેમ કરતાં ન રોકે, ઉસૂત્રનું આચરણ કરે અને છતે સામર્થ્ય તેમ કરતાં ન રોકે અગર ઉપેક્ષા કરે તે સર્વે આગળ વર્ણવેલ ક્રમે ચારે ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. [૩૩ર-૩૩૩] સામો માણસ રોષાયમાન થાય કે તોષાયમાન થાય ઝેર ખાઈને મરણની વાતો કરતો હોય કે ભય બતાવતો હોય તો પણ હંમેશા સ્વપક્ષને ગુણ કરનાર પોતાને તથા બીજાને હિત થાય તેવી જ ભાષા બોલવી જોઈએ.” આમ હિતકારી વચન બોલનાર બોધ મેળવે. મેળવેલા બોધિને નિર્મલ કરે. [333-335] ખુલ્લા આશ્રવ દ્વારવાળા જીવો પ્રકૃતિ સ્થિતિ પ્રદેશ અને રસથી | 16 | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org