________________ અધ્યયન-૮ચાલિકા-૨ ૭૭પ બ્રાહ્મણે કહ્યું કે- ધિક્કાર થાઓ મને, આટલા કાળ સુધી આપણે ગાયા, મુઢ બન્યા, ખરેખર અજ્ઞાન એ મહાકષ્ટ છે. નિભાંગી તુચ્છ-આત્માઓને ઘોર ઉગ્ર પરલોક વિષયક નિમિત્તો જેમણે જાણેલા નથી, અન્યમાં આગ્રહ વાળી બુદ્ધિ કરનારા, પક્ષપાતના મહાગ્નિનો ઉત્તેજિત કરવાના માનસવાળા, રાગ-દ્વેષથી હણાયેલી બુદ્ધિવાળા, આ વગેરે દોષવાળાને આ ઉત્તમ ધર્મ સમજવો. ઘણો મુશ્કેલ હોય છે. ખરેખર આટલા કાળ સુધી મારો આત્મા ઠગાયો. આ મહાન આત્મા ભાયા થવાના બહાનાથી મારા ઘરમાં ઉત્પન થયો. પરન્તુ નિશ્ચયથી તેનો વિચાર કરીએ તો સર્વજ્ઞ આચાર્યની જેમ આ સંશયરૂપ અંધકારને દુર કરનાર, લોકને પ્રકાશિત કરનાર, મોટામાર્ગને સમ્યક પ્રકારે બતાવવા માટે જ પોતે પ્રગટ થયેલ છે. અરે મહા અતિશયવાળા અર્થને સાધી આપનાર મારી પ્રિયાના વચનો છે. અરે યજ્ઞદત્ત ! વિષ્ણુદત્ત ! યાદેવ! વિશ્વામિત્ર! સોમ 1 આદિત્ય વગેરે મારા પુત્રો! દેવો અને અસુરો સહિત આખા જગત્ન આ તમારી માતા આદર અને વંદન કરવા યોગ્ય છે. અરે ! પુરંદર વગેરે છાત્રો ! આ ઉપાધ્યાયની ભાર્યાએ ત્રણ ઝૂતને આનંદ - આપનાર, સમગ્ર પાપકર્મને બાળી ભસ્મ કરવાના સ્વભાવવાળી વાણી કહી તેને વિચારો. ગુરુની આરાધના કરવામાં અપૂર્વ સ્વભાવવાળા તમારા ઉપર આજે ગુરુ પ્રસન્ન થયા છે. શ્રેષ્ઠ આત્મબળવાળા, યજ્ઞ કરવા કરાવવા અધ્યયન કરવું કરાવવું પટકર્મ કરવાના અનુરાગથી તમારા ઉપર ગુરુ પ્રસન્ન થયા છે. તો હવે તમે પાંચે ઈન્દ્રિયોને જલ્દી જીતો. પાપી એવા ક્રોધાદિક કષાયોનો ત્યાગ કરો. વિષ્ઠા, અશુચિ, મલમુત્ર, ઓર વગેરેના કાદવયુક્ત ગર્ભવાસથી માંડીને પ્રસુતિ જન્મ મરણ આદિ અવસ્થાઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે સર્વ તમે હવે જાણો. આવા અનેક વૈરાગ્ય ઉત્પન કરાવનાર સુભાષિતો કહેલા એવા ચૌદ વિદ્યાના પારગામી ગોવિંદ બ્રાહ્મણને સાંભળીને અતિશય જન્મ જરા-મરણથી ભય પામેલા ઘણા સત્પરષો ધર્મનો વિચારવા લાગ્યા. ત્યાં કેટલાકો એમ બોલવા લાગ્યા કે આ શ્રેષ્ઠ ધર્મ છે, પ્રવર ધર્મ છે. એમ વળી બીજાઓ કહેવા લાગ્યા. હે ગૌતમ! યાવત્ દરેક લોકોએ આ બ્રાહ્મણી જાતિ સ્મરણવાળી છે એમ પ્રમાણભૂત માની. ત્યાર પછી બ્રાહ્મણીએ અહિંસા લક્ષણવાળા નિઃસંદેહ ક્ષમા આદિ દશ પ્રકારના શ્રમણધર્મને હેતુ-દ્રષ્ટાન્ત કહેવાપૂર્વક તેઓને પરમ શ્રદ્ધા ઉત્પન્ન થાય તેવી રીતે સમજાવ્યો. ત્યાર પછી તે બ્રાહ્મણીને આ સર્વજ્ઞ છે એમ માનીને હસ્તકમલની સુંદર અંજીણ રચીને આદર પૂર્વક સારી રીતે પ્રણામ કરીને હે ગૌતમ ! તે બ્રાહ્મણી સાથે દીનતારહિત માનસવાળા અનેક નર અને નારી વર્ગે અલ્પકાલ સુખ આપનાર એવા કુટુમ્બ, સ્વજન, મિત્ર, બધુ, પરિવાર, ઘર, વૈભવ, આદિનો ત્યાગ કરીને શાશ્વત મોક્ષસુખના અભિલાષી અતિ નિશ્ચિત દ્રઢ મનવાળા, શ્રમણપણાના સમગ્ર ગુણોને ધારણ કરતા, ચૌદપૂર્વધર, ચરમશરીરવાળા, તભવમુક્તિગાની એવા ગણધર સ્થવિરની પાસે પ્રવજ્યા અંગીકાર કરી. હે ગૌતમ! આ પ્રમાણે તેઓ અત્યન્ત ઘોર, વીર, તપ, -, સંયમ, ના અનુષ્ઠાનનું સેવન સ્વાધ્યાય ધ્યાનાદિકમાં પ્રવૃત્તિ કરતાં કરતાં સર્વ કર્મનો ક્ષય કરીને તે બ્રાહ્મણી સાથે કરજ ખંખેરીને ગોવિંદ બ્રાહ્મણ વગેરે અનેક નર અને નારીના ગણો સિદ્ધિ પામ્યા. તે સર્વે માયશસ્વી થયા એ પ્રમાણે કહું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org