________________ - - - - 376 મહાનિસહ-૮-૧૪૯૮ [1498] હે ભગવંત! તે બ્રાહ્મણીએ એવું શું કર્યું હતું કે જેથી આ પ્રમાણે સુલભ બોધિ પામીને સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક બની ! તેમજ તેના ઉપદેશથી અનેક ભવ્ય જીવો નર-નારી લોકો જેઓ અનંત સંસારના ઘોર દુઃખમાં સબડી રહેલા હતા તેમને સુંદર ધર્મદશના વગેરે દ્વારા શાશ્વત સુખ આપીને ઉદ્ધાર કર્યો. હે ગૌતમ ! તેણે પૂર્વભવમાં અનેક સુંદર ભાવના સહિત શલ્ય વગર ની બની જન્મથી માંડીને છેવટ સુધીના લાગેલા દોષોની શુદ્ધ ભાવો સહિત આલોયણા આપીને યથોપદિષ્ટ પ્રાયશ્ચિત કર્યું. પછી સમાધિ સહિત કાલ પામીને તેના પ્રભાવથી સૌધર્મ દેવલોકમાં ઈન્દ્ર મહારાજની અગ્ર મહિલી મહાદેવી પણે ઉત્પન થઈ. હે ભગવંત! શું તે બ્રાહ્મણીનો જીવ તેના આગલા ભવમાં નિર્ચથી શ્રમણી હતી કે જેણે નિઃશલ્યપણે આલોચના કરીને યથોપદિષ્ટ પ્રાયશ્ચિત કર્યું ? હે ગૌતમ ! તે બ્રાહુણીના જીવે તેના આગલા ભવમાં ઘણી લબ્ધિ તેમજ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી જ્ઞાન દર્શનચારિત્ર રત્નની મહાદ્ધિ મેળવેલી હતી. સમગ્ર ગુણોના આધારભુત ઉત્તમ શીલાભુષણ ધારણ કરનાર શરીરવાળ, મહાતપસ્વી યુગપ્રધાન શ્રમણ અણગાર ગચ્છના સ્વામી હતા, પણ શ્રમણી ન હતા. હે ભગવંત! કયા કર્મના વિપાકથી ગચ્છાધિપતિ થઈને તેણે સ્ત્રીપણાનું કર્મ ઉપાર્જન કર્યું? હે ગૌતમ ! માયા કરવાના કારણે હે ભગવંત! એવું તેને માયાનું કારણ કેવું થયું કે- જેનો સંસાર પાતળો પડેલો છે. તેવા આત્માને પણ સમગ્ર પાપના ઉદયથી મળનારું, ઘણા લોકોથી નિશ્વિત, સુગંધી ઘણા દ્રવ્યો, ઘી, ખાંડ, સારા વસાણાનું ચુર્ણ, પ્રમાણ એકઠા કરીને બનાવેલા પાકના લાડવાના પાત્રની જેમ સર્વને ભાગ્ય, સમગ્ર દુઃખ અને કલેશના સ્થાનક, સમગ્ર સુખને ગળી જનારા પરમ પવિત્ર ઉત્તમ એવા અહિંસા લક્ષણ સ્વરૂપ શ્રમણ ધર્મના વિધ્વભુત, સ્વર્ગની અર્ગલા, અને નરકના દ્વાર સરખી, સમગ્ર અપયશ, અપકીર્તિ, કલંક, કજીયા આદિ વૈરાદિ પાપના નિધાન રૂપ નિર્મલકુલને અક્ષમ્ય, અકાર્ય રૂપ શ્યામ કાજળ સરખા કાળા કુચડાથી કલંકિત કરનારું એવા સ્ત્રી સ્વભાવને ગચ્છાધિપતિએ ઉપાર્જન કર્યો? હે ગૌતમ! ગચ્છાધિપતિપણામાં રહેલા એવા તેણે નાનામાં નાની પણ માયા કરી ન હતી. પહેલા તે ચક્રવર્તી રાજા થઈને પરલોક ભીરું કામ ભોગથી કંટાળેલા એવા તેણે તણખલાની જેમ તેવી ચક્રવર્તીની સમૃદ્ધિ, ચૌદ રત્નો, નવનિધાન, ચોસઠ હજાર શ્રેષ્ઠ યુવતિઓ, બત્રીશહજાર આજ્ઞાંકિત શ્રેષ્ઠ રાજાઓ, છ— ક્રોડ ગામો પાવત્ છ ખંડનું ભારતવર્ષનું રાજ્ય, દેવેન્દ્રની ઉપમા સરખી મહારાજ્યની સમૃદ્ધિનો ત્યાગ કરીને, ઘણા પુણ્યથી પ્રેરાયેલો તે ચક્રવતી નિઃસંગ બનીને પ્રવજ્યા અંગીકાર કરી. અલ્પ સમયમાં સમગ્ર ગુણધારી મહાતપસ્વી કૃતધર બન્યા. યોગ્યતા દેખીને ઉત્તમ ગુરુમહારાજાએ તેને ગચ્છાધિપતિની અનુજ્ઞા કરી. હે ગૌતમ! ત્યાં પણ જેણે સદ્ગતિનો માર્ગ સારી રીતે જામ્યો છે. યથોપદિષ્ટ શ્રમણ ધર્મને સારી રીતે પાલન કરતા, ઉગ્ર અભિગ્રહોને ધારણ કરતા, ઘોર પરિષહ ઉપસર્ગને સહન કરતા, રાગદ્વેષ કષાયોનો ત્યાગ કરતા, આગમન અનુસાર વિધિથી ગચ્છનું પાલન કરતા, જીન્દગી પર્યન્ત સાધ્વીએ વહોરી લાવેલનો પરિભોગ છોડતા, છ કાય જીવોનો સમારંભ વર્જત, લગાર પણ વ્ય ઔદારિક મૈથુનપરિણામ નહિં કરતા. આલોક કે પરલોકના સાંસારિક સુખની આશંસા ન કરતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org