________________ 374 મહાનિસીહ-૮-૧૪૮૪ અઢાર હજાર શીલાંગનો ભાર વગર વિશ્રાતિએ શ્રી મહાપુરુષોથી વહન કરી શકાય તેવો અત્યન્ત દુધર માર્ગ વહન કરવા લાયક છે. વિશાદ પામ્યા વગર બે બાહાથી આ મહાસમુદ્ર તરવા સરખો આ માર્ગ છે. આ સાધુધર્મ સ્વાદવગરના રેતીના કોળીયા ભક્ષણ કરવા સરીખાં છે. અતિ તીક્ષ્ણ પાણીદાર ભયંકર તલવારની ધાર પર ચાલવા સરખો સંયમ ધર્મ છે. ઘી વગેરેથી સારી રીતે સિંચાયેલા અગ્નિની જવાળા શ્રેણીનું પાન કરવા સરખો ચારિત્ર ધર્મ છે. સક્ષ્મ પવનથી કોથળો ભરવો તેના સરખો કઠણ સંયમ ધર્મ છે. ગંગાના પ્રવાહની સામે ગમન કરવા, સાહસના ત્રાજવાથી મેરુ પર્વત તોળવો એકાકી મનુષ્ય ધીરતાથી દુર્જય ચાતુરંગ સેનાને જીતવી પરસ્પર અવળી દિશામાં ભ્રમણ કરતા આઠ ચંદ્રોના ઉપર રહેલી પૂતળીની ડાબી આંખ વીંધવી, સમગ્ર ત્રણ ભુવનમાં વિજય પ્રાપ્ત કરીને નિર્મલ યશ કિર્તની જયપતાકા ગ્રહણ કરવી. આ સર્વ કરતાં પણ ધમનુષ્ઠાન દુષ્કર છે. તે લોકો! આ સંયમ ધમનુષ્ઠાનથી કોઈ પણ અન્ય વસ્તુ દુષ્કર નથી અથતુ તેનાથી સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે. [1485-1487] મસ્તક ઉપર ભાર વહન કરાય છે. પરંતુ તે ભાર વિસામો લેવાતા લેવાતા વહન કરાય છે. જ્યારે અતિ મહાન શીલનો ભાર વિશ્રાન્તિ વગર જીવન પર્યન્ત વહન કરાય છે. માટે ઘરના સારભુત પુત્ર દ્રવ્ય વગેરેનો સ્નેહ છોડીને નિસંગ બની ખેદ પામ્યાવગર સર્વોત્તમ ચારિત્ર ધર્મનું સેવન કરો. આડંબર કરવા, ખોટી પ્રશંસા કરવી, વંચના કરવી, તેવા વ્યવહાર ધર્મના હોતા નથી. માયાદિક શલ્ય રહિત, કપટ ભાવ વગરનો ધર્મ કહેલો છે. [1488-149] જીવોમાં ત્રપણું, ત્રાસપણામાં પણ પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે. પંચેન્દ્રિયપણામાં વળી મનુષ્યપણું ઉત્તમ છે. તેમાં આદિશ, આદિશમાં ઉત્તમકુળ, ઉત્તમકુળમાં ઉત્કૃષ્ટ જાતિ-જ્ઞાતિ તેમાં પણ વળી રૂપની સમૃદ્ધિ તેમાં પણ પ્રધાનતાવાળું બળ, પ્રધાન બળ મળવા સાથે લાંબુ આયુષ્ય, તેમાં પણ વિજ્ઞાન-વિવેક, વિજ્ઞાનમાં પણ સમ્યકત્વ પ્રધાન છે. સમ્યકત્વમાં વળી શીલની પ્રાપ્તિ ચડીયાતી ગણેલી છે. શીલમાં ક્ષાવિકભાવ, ક્ષાયિકભાવમાં કેવલજ્ઞાન, પ્રતિપૂર્ણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું એટલે જરામરણ રહિત મોક્ષ પ્રાપ્ત થાય. જન્મ જરા-મરણ આદિના દુઃખથી દોરાએલા જીવને આ સંસારમાં ક્યાંય સુખનો છાંટો નથી. માટે એકાંત મોક્ષ જ ઉપાય મેળવવા લાયક છે. 84 લાખ યોનિઓમાં અનંત વખત લાંબા કાળ સુધી ભ્રમણ કરીને અત્યારે તમે તે મોક્ષ સાધવા લાયક ઘણી સામગ્રીઓ મેળવેલી છે. તો અત્યાર સુધીમાં પૂર્વે કોઈ વખત ન મેળવેલી ઉત્તમ એવી ધર્મસામગ્રીઓ મેળવેલી છે તો તે લોકો ! તમે તેમાં જલ્દી ઉદ્યમ કરો. વિબુધોએ પંડિતોએ નિંદેલા સંસારની પરંપરા વધારનાર એવો આ સ્નેહને તમે છોડો. અરે ! ધર્મશ્રવણ પ્રાપ્ત કરીને અનેક ક્રોડ વર્ષે અતિદુર્લભ એવા સુંદર ધર્મ તે છે. તમે અહિં સમ્યક પ્રકારે નહીં કરશો તો ફરી તે ધર્મની પ્રાપ્તિ દુર્લભ થશે. પ્રાપ્તિ થએલ બોધિ સમ્યકત્વ અનુસાર અહિં જે ધર્મ પ્રવૃત્તિ કરતો નથી અને આવતા ભવમાં ધર્મ કરીશું એમ પ્રાર્થનાકરે તે ભાવી ભવમાં ફયા મુલ્યથી બોધિ પ્રાપ્ત કરશે! f1497 પૂર્વભવના જાતિસ્મરણ થવાથી બ્રાહ્મણીએ જ્યાં આ સર્વ સંભળાવ્યું ત્યાં હે ગૌતમ ! સમગ્ર બંધવર્ગ અને બીજા અનેક નગરજનો પ્રતિબોધ પામ્યા. હે ગૌતમ ! તે અવસરે સદ્ગતિનો માર્ગ સારી રીતે મળેલો છે. તેવા ગોવિંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org