________________ 366 મહાનિસીહ- 7 -1407 તેઓની સમક્ષ હું તલમાત્ર પણ મારું પાપ ન છૂપાવીશ. તેવી રીતે મારા સર્વ દોષની આલોચના કરીશ. તેમાં જે કંઈપણ પર્વત જેટલું ભારેપણ પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય તો પણ તેનું સેવન કરીશ કે જેવી રીતે તત્કાલ પાપો પીગળી જાય અને મારી શુદ્ધિ થાય. 1408-1411 પ્રાયશ્ચિત કર્યા વગરનો આત્મા ભવાંતરમાં મૃત્યુ પામીને નરક, તિય ગતિમાં ક્યાંક કુંભીપાકમાં, ક્યાંક કરવતોથી બંને બાજુ રહેંસાય છે. ક્યાંક શુળીમાં વીંધાય છે. ક્યાંક પગે દોરી બાંધીને જમીન પર કાંટા-કાકરામાં ઘસડી જવાય છે. ક્યાંય ગબડાવાય છે. ક્યાંક શરીરનું છેદન-ભેદન કરવામાં આવે છે. વળી-દોરડાસાંકળ બેડીથી બંધવું પડે છે. ક્યાંક નિર્જલ જંગલનું ઉલ્લંઘન કરવું પડે છે. ક્યાંક બળદઘોડા ગધેડાદિકના ભવમાં દમન સહન કરવું પડે છે. ક્યાંક લાલચોળ તપેલા લોઢાનો સળિયાના ડામ ખમવા પડે છે. ક્યાંક ઉંટ-બળદના ભવમાં નાક વીંધાવી નાથવું પડે છે. ક્યાંક ભારે વજનદાર ભાર ઉપાડવા પડે છે. ક્યાંક વધ અને તાડનના દુઃખો પરાધીનતાથી ભોગવવા પડે છે. ક્યાંક શક્તિ ઉપરાંતનો ભાર ઉપાડવો પડે છે. ક્યાંક અણીયાળી આરથી વિંધાવું પડે છે. વળી છાતી, પીઠ, હાડકાં, કેડનો ભાગ તૂટી જાય છે. પરવશતાથી તરશ ભૂખ સહન કરવા પડે છે. સંતાપ, ઉદ્વેગ, દારિદ્ર વગેરે દુઃખો અહિં ફરી સહન કરવા પડશે. [1412-1413] તો તેના બદલે અહિંજ મારું સમગ્ર દુશરિત્ર જે પ્રમાણે મે સેવ્યું હોય તે પ્રમાણે પ્રગટ કરીને ગુરુની પાસે આલોચના કરીને નિન્દના કરીને. ગહણ કરીને, પ્રાયશ્ચિતનું સેવન કરીને, ધીર-વીર-પ્રરાક્રમવાળુ ઘોર તપ કરીને સંસારના દુઃખ દેનાર પાપકર્મને એકદમ બાળીને ભસ્મ કરી નાખું. [1414-1415] અત્યન્ત કડકડાતું કષ્ટકારી દુષ્કર દુઃખે કરીને સેવી શકાય તેવું ઉગ્ર, વધારે ઉગ્ર, જિનેશ્વરોએ કહેલ સકલ કલ્યાણના કારણભૂત એવા પ્રકારના તપને આદરથી સેવીશ કે જેનાથી ઉભા ઉભા પણ શરીર સુકાઈ જાય. [141-1418] મન-વચન અને કાયાના દંડનો નિગ્રહ કરીને સજ્જડ આરંભ અને આશ્રવના દ્વારોને રોકીને અહંકાર, ઈર્ષા, કોધનો ત્યાગ કરીને રાગ દ્વેષ-મોહથી રહિત થએલો વળી સંગ વગરનો પરિગ્રહરહિત મમત્વભાવ વગરનો નિરહંકારી શરીર ઉપર પણ નિઃસ્પૃહતાવાળો બનીને હું પાંચ મહાવ્રતોનું પાલન કરીશ. અને નક્કી તેમાં અતિચાર લાગવા નહીં દઉં. [1410-1422] અહાહા મને ધિક્કાર થાઓ. ખરેખર હું અધન્ય છું. હું પાણી. અને પાપ મતિવાળો છું. પાપ કર્મ કરનાર હું પાપિષ્ઠ છું. હું અધમાધમ મહાપાપી છું. હું કુશીલ, ભ્રષ્ટ ચારિત્રવાળો, ભિલ્લ અને કસાઈની ઉપમા આપવા લાયક છું. હું ચંડાલ, કુપાવગરનો પાપી, કુર કર્મ કરનાર, નિંઘ છું આવા પ્રકારનું દુર્લભ ચારિત્ર પ્રાપ્ત કરીને જ્ઞાન દર્શન ચારિત્રની વિરાધના કરીને પછી તેની આલોચના નિન્દના ગણા અને પ્રાયશ્ચિત, ન કરું અને સત્વ રહિત વગર આરાધનાએ કદાચ હું મૃત્યુ પામું તો નક્કી અનુત્તર મહાભયંકર સંસાર સાગરમાં એવો ઉંડો ડૂબીશ કે પછી ક્રોડો ભવે પણ ફરી વાર ઉગરી શકીશ નહિં. [1423-1425] તો જ્યાં સુધીમાં વૃદ્ધાવસ્થાથી પીડા ન પામું, તેમજ મને કોઈ વ્યાધિ ઉત્પન ન થાય, જ્યાં સુધીમાં ઈન્દ્રિયો સલામત છે. ત્યાં સુધીમાં હું ધર્મનું સેવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org