________________ અધ્યયન-9 ચૂલિકા-૧ 367 કરી લઉં. પહેલાના કરેલા પાપકર્મોની એકદમ નિંદા, ગહ, લાંબાકાળ સુધી કરીને તેને બાળીને ભસ્મ કરી નાંખ્યું. પ્રાયશ્ચિતનું સેવન કરીને હું નિષ્કલંક બનીશ. હે ગૌતમ ! નિષ્કલુષ નિષ્કલંક એવા શુદ્ધ ભાવો તે નષ્ટ ન થાય તે પહેલાં ગમે તેવું દુષ્કર પ્રાયશ્ચિત પણ હું ગ્રહણ કરીશ. [1426-1429] આ પ્રમાણે આલોચના પ્રગટ કરીને પ્રાયશ્ચિતનું સેવન કરીને કલેશ અને કર્મમલથી સર્વથા મુક્ત થઈને કદાચ તે ક્ષણે કે તે ભવમાં મુક્તિ ન પામે તો નિત્ય ઉદ્યોતવાળો સ્વયં પ્રકાશિત દેવદુંદુભિના મધુર શબ્દવાળા સેંકડો અપ્સરાઓથી યુક્ત એવા વૈમાનિક ઉત્તમ દેવલોકમાં જાય છે, ત્યાંથી આવીને ફરી અહિં આવીને ઉત્તમ કુલમાં જન્મ પ્રાપ્ત કરીને કામભોગથી કંટાળેલો વૈરાગ્ય પામેલો તપસ્યા કરીને ફરી પંડિતમરણ પામીને અનુત્તર વિમાનમાં નિવાસ કરી અહિં આવેલા તેઓ સમગ્ર ત્રણે લોકના બંધવ સમાન ધર્મતીર્થંકર પણે ઉત્પન થાય છે. [1430] હે ગૌતમ ! સુપ્રશસ્ત એવા આ ચોથા પદનું નામ અક્ષય સુખ સ્વરૂપ મોક્ષને આપનાર ભાવ આલોચના છે. આ પ્રમાણે હું કહું છું. 1431-1432] હે ભગવંત ! આ પ્રકારનું ઉત્તમ શ્રેષ્ઠ વિશુદ્ધિ પદ પામીને જે કોઈ પ્રમાદના કારણે ફરી વારંવાર કંઈક વિષયમાં ભુલ કરે, ચુકી જાય કે અલના પામે તો તેને માટે અતિ વિશુદ્ધિ યુક્તશુદ્ધિ પદ કહ્યું છે કે નહીં? આ શંકાનું સમાધાન આપો. [1433-143 હે ગૌતમ ! લાંબા કાળ સુધી પાપની નિંદા અને ગહ કરીને પ્રાયશ્ચિતનું સેવન કરીને જે પછી પોતાના મહાવ્રત વગેરેનું રક્ષણ ન કરે તો જેમ ધોએલા વસ્ત્રને સાવચેતીથી રક્ષણ ન કરે તો તેમાં ડાઘા પડે તેના સરખું થાય. અથવા તો તે જેમાંથી સુગંધ ઉછળી રહેલી છે એવા અતિ વિમલ-નિર્મલ ગંધોદકથી પવિત્ર ક્ષીરસમુદ્રમાં સ્નાન કરીને અશુચિથી ભરેલાં ખાડામાં પડે તેના સરખો ફરી ભૂલો કરનાર સમજવો. સર્વ કર્મનો ક્ષય કરનાર એવા પ્રકારની કદાચ દેવયોગે સામગ્રી મળી જાય પણ અશુભ કર્મને ઉખેડવા ઘણા મુશ્કેલ સમજવા. 143-1438 એ પ્રમાણે પ્રાયશ્ચિત કર્યા પછી જે કોઈ જ જીવનિકાયના વતનિયમ-દર્શન-જ્ઞાન અને ચારિત્ર કે શીલના અંગોને ભંગ કરે, ક્રોધથી, માનથી, માયાથી. લોભ વગેરે કષાયોના દોષથી ભય, કંદર્પ કે અભિમાનથી આ અને બીજા કારણે ગારવથી કે નકામા આલંબન લઈને જે વ્રતાદિકનું ખંડન કરે. દોષોનું સેવન કરે તે સર્વાર્થ સિદ્ધના વિમાને, પહોંચીને પોતાના આત્માને નરકમાં પતન પમાડે છે. [1439] હે ભગવંત ! શું આત્માને રક્ષિત રાખવો કે છ-જીવનિકાયના સંયમની. રક્ષા કરવી? હે ગૌતમ! જે કોઈ છ જીવનિકાયનું સંયમ રક્ષણ કરનાર થાય છે તે અનંત દુઃખ આપનાર દુર્ગતિ ગમન અટકતું હોવાથી આત્માનું રક્ષણ કરનારો થાય છે. માટે છે જીવનિકાયનું રક્ષણ કરવું એ જ આત્માનું રક્ષણ ગણાય છે. હ ભગવત ! તે જીવ અસંયમ સ્થાન કેટલા કહ્યા છે? [144 હે ગૌતમ! અસંયમ સ્થાનકો અનેક પ્રરપેલા છે. જેમ કે પૃથ્વીકાય વગેરે સ્થાવર જીવો સબંધી અસંયમ સ્થાન હે ભગવંત! તે કાય અસંયમ સ્થાન કેટલા કહેલા છે? હે ગૌતમ! કાય અસંયમ સ્થાનકો અનેક પ્રકારના પ્રરુપેલા છે. તે આ પ્રમાણે. [1441-1443] પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વિવિધ પ્રકારના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org