________________ 365 અધ્યયન-ચૂલિકા-૧ વાકિ, કાયિક, અસંયમ કરણ, કરાવણ, અને અનુમતિ કરવાથી ઉત્પન થએલ. યાવતું જ્ઞાનદર્શન, ચારિત્રના અતિચારથી ઉત્પન્ન થએલ, પાપકર્મનું પ્રાયશ્ચિત, વધારે કેટલું કહેવું ? જેટલા ત્રિકાળ ચૈત્યવંદના આદિક પ્રાયશ્ચિતના સ્થાનકો પ્રરૂપેલા છે. તેટલા વિશેષથી હે ગૌતમ! અસંખ્યય પ્રમાણ પ્રજ્ઞાપના કરાય છે. માટે એ પ્રમાણે સારી રીતે ધારણા કરવી કે હે ગૌતમ ! પ્રાયશ્ચિતસુત્રની સંખ્યાતા સંખ્યા પ્રમાણ નિયુક્તિઓ, સંગ્રહણીઓ, સંખ્યાતા અનુયોગ, દ્વારો, સંખ્યાતા અક્ષરો, અનંતા પર્યાય, દશર્વિલા છે, ઉપદેશેલા છે, કહેલા છે, સમજાવેલા છે. પ્રરૂપેલા છે, કાલ અભિગ્રહ પણે યાવતું આનુપૂર્વીથી કે અનાનુપૂવથી એટલે કમથી કે ક્રમવગર યથાયોગ્ય ગુણઠાણાને વિષે પ્રાયશ્ચિતો પ્રરૂપેલા છે. એમ કહું છું. [1402] હે ભગવંત ! આપે કહા તેવા પ્રાયશ્ચિતની બહુલતા છે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો સંઘટ્ટ-સબંધ થાય છે, હે ભગવંત ! આવા પ્રકારના પ્રાયશ્ચિત્તને ગ્રહણ. કરનાર એવા કોઈ હોય છે કે જે આલોચના કરીને નિંદન કરીને ગઈ કરીને યાવતુ યથાયોગ્ય તપોકર્મ કરીને પ્રાયશ્ચિત્તનું સેવન કરીને શ્રમણ્યને આરાધે, પ્રવચનની આરાધના કરે યાવતુ આત્મહિત માટે તેને અંગીકાર કરીને પોતાના કાર્યને આરાધે. સ્વકાર્યની સાધના કરે ? હે ગૌતમ! ચાર પ્રકારની આલોયણા જાણવી, તે આ પ્રમાણે - નામ આલોચના, સ્થાપના આલોચના દ્રવ્ય આલોચના અને ભાવ આલોચના. આ ચારે પદ અનેક રીતે અને ચાર પ્રકારે યોજી શકાય છે, તેમાં સંક્ષેપથી નામ આલોચના નામ માત્રથી સમજવી. સ્થાપના આલોચના પુસ્તકાદિમાં લખેલી હોય, દ્રવ્ય આલોચના તેને કહેવાય કે જે સરળતાથી આલોચના કરીને જે પ્રમાણે પ્રાયશ્ચિત કહેવાયું હોય. તે પ્રમાણે કરી ન આપે. આ ત્રણે પદો ગૌતમ ! અપ્રશસ્ત છે. હે ગૌતમ ! જે આ ચોથું ભાવ આલોચના નામનું પદ છે તે લાગેલા દોષની આલોચના કરીને ગુરુપાસે યથાર્થ પણે નિવેદન કરીને નિંદા કરીને, ગહ કરીને, પ્રાયશ્ચિતનું સેવન કરીને. યાવતુ આત્મહિત માટે તેને અંગીકાર કરીને પોતાના આત્માની અંતિમ સાધના માટે તે ઉત્તમ અર્થની આરાધના કરે, હે ભગવંત તે ચોથું પદ કેવા પ્રકારનું છે? હે ગૌતમ! તે ભાવ આલોચના કહેવાય? હે ભગવંત! તે ભાવ આલોચના કોને કહેવાય? હે ગૌતમ ! જે ભિક્ષુ આવા પ્રકારનો સંવેગ વૈરાગ્ય પામેલો હોય, શીલ, તપ, દાન, ભાવના રૂપ ચાર સ્કંધયુક્ત ઉત્તમ શ્રમણ ધર્મની આરાધનામાં એકાંત રસિક બનેલો હોય મદ, ભય, ગારવો ઈત્યાદિક દોષોથી સર્વથા વિપ્રમુક્ત થએલો હોય, સર્વ ભાવો અને ભાવાન્તરો વડે કરીને શલ્ય વગરનો બનીને સર્વ પાપોની આલોચના કરીને વિશુદ્ધિ પદ મેળવીને ‘તહત્તિ' કહેવા પૂર્વક આલોચના પ્રાયશ્ચિતને બરાબર સેવન કરીને સંયમ ક્રિયા સયક પ્રકારે પાલન કરે તે આ પ્રમાણે. [1403 જે હિતાર્થી આત્માઓ છે તે અલ્પ પણ પાપ કદાપિ બાંધતા નથી. તેઓની શુદ્ધિ તો તીર્થકર ભગવંતોના વચનોથી થાય છે. [1404-140 અમારા સરખાની શુદ્ધિ કેવી રીતે થાય? ઘોર સંસારના દુઃખો આપનાર તેવા પાપકર્મોનો ત્યાગ કરીને મન વચન કાયાની ક્રિયાથી શીલના ભારને હું ધારણ કરીશ. જેવી રીતે સર્વજ્ઞ ભગવંતો, કેવલીઓ, તીર્થંકરો, ચારિત્ર યુક્ત આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓ, વળી જેવી રીતે પાંચે લોકપાલો, જે જીવો ધર્મના જાણકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org