________________ 314 મહાનિસીહ-પ૮૨૫ | [25] હે ભગવંત ! કયા કારણથી એમ કહેવાય છે? હે ગૌતમ! આચારમાં મોક્ષમાર્ગ છે પણ અનાચારમાં મોક્ષમાર્ગ નથી. આ કારણથી એમ કહેવાય છે. હે ભગવંત ! કયા આચારો છે અને કયા અનાચારો છે ? હે ગૌતમ ! પ્રભુની આજ્ઞા અનુસાર વર્તવું તે આચાર તેના પ્રતિપક્ષભૂત આજ્ઞાનુસાર ન વર્તવું તે અનાચાર કહેવાય. તેમાં જેઓ આજ્ઞાના પ્રતિપક્ષભૂત હોય તે એકાંતે સર્વ પ્રકારે સર્વથા વર્જવા લાયક છે. જેઓ વળી આજ્ઞાના પ્રતિપક્ષભૂત નથી તેઓ એકાંતે સર્વ પ્રકારે સર્વથા આચરવા યોગ્ય છે. તથા હે ગોતમ ! જો કોઈ એવો જણાયકે આ શ્રમણપણાની વિરાધના કરશે તો તેનો સર્વથા ત્યાગ કરવો. [826] હે ભગવંત ! તેની પરીક્ષા કેવી રીતે કરવી? હે ગૌતમ! જે કોઈ પુરુષ કે સ્ત્રીઓ શ્રમણપણું અંગીકાર કરવાની અભિલાષાવાળા (આ દીક્ષાના કથી) કંપવા કે થરથરવા લાગે, બેસવા માંડે, વમન કરે, પોતાના કે બીજાના સમુદાયની આશાતના કરે, અવર્ણવાદ બોલે, સંબંધકરે, તેવા તરફ ચાલવા માંડે, અથવા અવલોકન કરે, તેના તરફ જોયા કરે, વેશ ખેંચી લેવા માટે કોઈ હાજર થાય, કોઈ અશુભ ઉત્પાત કે ખરાબ નિમિત્ત અપશુકન થાય, તેવાને ગીતાર્થ આચાર્ય, ગચ્છાધિપતિ કે બીજા કોઈ નાયક અતિનિપુણતાથી નિરૂપણ કરીને સમજાવે કે આવા આવા નિમિત્તો જેને માટે થાય તો તેને પ્રવજ્યા આપી શકાતી નથી. જો કદાચ પ્રવજ્યા આપતો મોટો વિપરીત આચરણ કરનાર વિરોધી બને છે. સર્વથા નિર્ધર્મ ચારિત્રને દૂષિત કરનાર થાય. તે સર્વ પ્રકારે એકાંતે અકાર્ય કરવા માટે ઉદ્યત થએલા ગણાય. તેવા પ્રકારનો તે ગમે તેમ શ્રુત થવા વિજ્ઞાનનું અભિમાન કરનાર થાય. ઘણારૂપ બદલનારો થાય. [827-830] હે ભગવંત ! તે બહુરૂપો કોને કહેવાય? જે શિથિલ આચારવાળો હોય તેવો ઓસન કે કઠણ આચાર પાળનાર ઉઘત વિહારી બની તેવો નાટક કરે. ધર્મ રહિત કે ચારિત્રમાં દૂષણ લગાડનાર હોય તેવો. નાટક ભૂમિમાં વિવિધ વેશ ધારણ કરે તેના જેવો ચારણ કે નાટકીયો થાય, ક્ષણમાં રામ, ક્ષણમાં લક્ષ્મણ ક્ષણમાં દશમસ્તકવાળો રાવણ થાય, વળી વિકરાળ કાન, આગળ દાંત નિકળેલા હોય, વૃદ્ધાવસ્થા યુક્ત ગાત્રવાળો, નિસ્તેજ ફિક્કા નેત્રવાળો, ઘણા પ્રપંચ ભરેલો વિદુષક હોય તેમ વેશ બદલતો, ક્ષણવારમાં તિર્યંચ જાતિના વાનર, હનુમાન કે કેસરીસિંહ થાય. આવા બહુરૂપી, વિદૂષક કરે તેમ બહુરૂપ કરનારો થાય. એવી રીતે હે ગૌતમ! કદાચિત ભૂલચુક કે સ્કૂલનાથી કોઈક અતિને દીક્ષા અપાઈ ગઈ હોય તો પછી તેને દુર સુધીના માર્ગની વચ્ચે આંતરો રાખવો. નજીક સાથે ન ચાલવું. પાસે ન રાખવી. તેની સાથે આદરથી વાતચીત ન કરવી. તેની પાસે પાત્ર માત્રક કે ઉપકરણો ન પડીલહેરાવવા, તેને ગ્રન્થ શાસ્ત્રોના ઉદ્દેશો ન કરાવવા. કે અનુજ્ઞા ભણવાની ન આપવી. તેની સાથે ગુપ્ત રહસ્યની મંત્રણા ન કરવી. હે ગૌતમ ! કહેલા દોષથી રહિત હોય તેને પ્રવજ્યા આપવી. તેમજ હે ગૌતમ ! પ્લેચ્છ દેશમાં જન્મેલાને અનાર્યને દીક્ષા ન આપવી. એ પ્રમાણે વેશ્યા પૂત્રને દીક્ષા ન આપવી, વળી ગણીકાને દીક્ષા ન આપવી, તેમજ નેત્ર રહિતને, હાથ પગ કપાયેલા હોય, ખંડિત હોય તેને તથા છેદાએલા કાન નાસિકાવાળા હોય, કોઢ રોગવાળાને, શરીરમાંથી પરું ઝરતું હોય, શરીર સડતું હોય. પગે લંગડો હોય, ચાલી શકતો ન હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org