________________ અધ્યયન-૫ 313 કરનાર હોય, તે ધન્ય, પૂજ્ય, વંદનીય, નમસ્કરણીય, સુંદર જીવન જીવનાર ગણાય છે. હે ભગવંત! સામાન્ય પૃચ્છામાં આ પ્રમાણે યાવતું શું કહેવું? હે ગૌતમ ! અપેક્ષાએ કોઈક આત્મા યોગ્ય છે. અને અપેક્ષાએ કોઈ (પ્રવ્રજયા માટે) યોગ્ય નથી. હે ભગવંત! કયા કારણથી એમ કહેવાય છે? હે ગૌતમ! સામાન્યથી જેઓને પ્રતિષેધેલા હોય અને સામાન્યથી જેઓને પ્રતિઘેલા ન હોય, આ કારણથી એમ કહેવાય છે કે એક યોગ્ય છે અને એક યોગ્ય નથી. તો હે ભગવંત ! એવા કયા-કેટલા છે કે જેમને સામાન્યથી પ્રતિષેધેલા છે? અને ક્યા-કેટલા એવા છે કે જેઓને સામાન્યથી પ્રતિષેધેલા નથી. હે ગૌતમ! એક એવા છે કે જે વિરુદ્ધ છે અને એક વિરુદ્ધ નથી. જે વિરુદ્ધ હોય તેનો પ્રતિષેધ કરાય છે. જે વિરુદ્ધ નથી તેનો પ્રતિષેધ કરાતો નથી. હે ભગવંત! કયા વિરુદ્ધ અને ક્યા અવિરુદ્ધ છે? હે ગૌતમ! જેઓ જે દેશમાં દુર્ગછા કરવા યોગ્ય હોય, જે જે દેશમાં દુગંછિત હોય, જે દેશમાં પ્રતિષેધેલ હોય તેને દેશોમાં વિરદ્ધ છે. જે કોઈ જે દેશોમાં દુગૂંછનીય નથી તે તે દેશમાં પ્રતિષિધ્ય નથી તેતે દેશમાં વિરુદ્ધ નથી હે ગૌતમ ! ત્યાં છે, જે દેશમાં વિરુદ્ધ ગણાતા હોય તો તેને પ્રવજ્યા ન આપવી જે કોઈ જે જે દેશમાં વિરુદ્ધ ન ગણાતાં હોયતો ત્યાં તેને પ્રવજ્યા આપી શકાય. હે ભગવંત! કયા દેશમાં કોણ વિરુદ્ધ અને કોણ વિરુદ્ધ ન ગણાય ? હે ગૌતમ ! જે કોઈ પુરુષ અગર સ્ત્રીરાગથી અથવા દ્વેષથી, પશ્ચાત્તાપથી, ક્રોધથી, લોભથી, શ્રમણને શ્રાવકને માતાને પિતાને, ભાઈને, બહેનને, ભાણેજને, પુત્રને. પૌત્રને, પુત્રીને ભત્રીજાને પુત્રવધુને, જમાઈરાજને, પત્નીને, ભાગીદારને, ગોત્રિયને સજાતિને, વિજાતિને સ્વજનવાળાને, ઋદ્ધિવગરનાને, સ્વદેશીને, પરદેશીને, આર્યન, સ્વેચ્છને, મારી નાખે કે, મરાવી નાખે, ઉપદ્રવ કરેકે ઉપદ્રવ કરાવે, તે પ્રવજ્યા માટે અયોગ્ય છે. તે પાપી છે, તે નિંદિત છે. ગહણીય છે. દુર્ગછા કરવા યોગ્ય છે. તે દીક્ષા માટે પ્રતિષેધાએલો છે. તે આપત્તિ છે. વિદ્ધ છે. અપયશ કરાવનાર છે, અપકીર્તિ અપાવનાર છે, ઉન્માર્ગ પામેલો છે, તે અનાચારી છે, રાજ્યમાં પણ જે દુષ્ટ હોય, એવા જ બીજા કોઈ વ્યસનથી પરાભવિત થએલો, હોય, અતિસંકિલ્ટિ પરિણામવાળો હોય, તેમજ અતિ સુધાલુ હોય, દેવાદાર હોય, જાતિ કુલ શીલ અને સ્વભાવ જેના ન જાણેલા હોય. ઘણા વ્યાધિ વેદનાથી વ્યાપેલા શરીરવાળા તેમજ રસમાં લોલુપી હોય, ઘણી નિદ્રા કરનાર હોય, વળી કથા કરનાર-હાસ્ય ક્રિીડા કંદર્પ નાહવાદ-સ્વામી પણાનો ભાવ હુકમ કરનાર તેમજ ઘણા કુતુહલી સ્વભાવાળો હોય, ઘણા હલકા વર્ગ કે પ્રખ્ય જતિનો હોય, મિથ્યાદ્રષ્ટિ કે શાસન વિરોધી કુળમાં જન્મેલો હોય, તેવા કોઈને જો કોઈ આચાર્ય ગચ્છનાયક, ગીતાર્થ કે અગીતાર્થ આચાર્યના ગુણ યુક્ત કે ગચ્છના નાયકના ગુણયુક્ત હોય, ભવિષ્યના આચાર્ય કે ભવિષ્યના ગચ્છનાયક થવાવાળા હોય તે (શિષ્ય) લોભથી ગારવથી બસોગાઉની અંદર પ્રવજ્યા આપે તો તે હે ગૌતમ ! પ્રવચનની મર્યાદાને ઉલ્લંઘન કરનાર, પ્રવચનનો વિચ્છેદ કરનાર, તીર્થનો વિચ્છેદ કરનાર, સંઘનો વિચ્છેદ કરનાર થાય છે. વળી તે વ્યસનથી પરાભવિત થએલ સરખો છે પરલોકના નુકશાનને ન દેખનારો, અનાચાર પ્રવર્તક, અકાર્ય કરનાર છે. તે પાપી, અતિપાપી, મહાપાપીમાં પણ ચડીયાતો છે. હે ગૌતમ! ખરેખર તે અભિગૃહિત, ચંડ, રૌદ્ર કુર મિથ્યાવૃષ્ટિ સમજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org