________________ અધ્ય-૫ 315 મૂંગો, બહેરો, અત્યંત ઉત્કટ કષાયવાળાને, તથા ઘણા પાખંડીઓના સંસર્ગ કરનારાને. એ પ્રમાણે સજ્જડ રાગ દ્વેષ મોહ મિથ્યાત્વના મલથી લેવાયેલા હોય. વળી પુત્રનો ત્યાગ કરનાર, પુરાણા-ખોખલા ગુરૂઓ તેમજ જિનાલય-ઘણા દેવ-દેવીઓના સ્થાનકની આવકને ભોગવનારા હોય, કુંભાર હોય. તેમજ નટ, નાટકીયો, મલ્લ, ચારણ, શ્રુત ભણવામાં જડ બુદ્ધિવાળો, પગ અને હાથ કામ ન આપતા હોય, સ્થૂલ શરીરવાળો હોય તેને પ્રવજ્યા ન આપવી. એવી રીતે નામ વગરના, બળહીન, જતિહીન, નિંદીત કુલહીન, બુદ્ધિહીન, પ્રજ્ઞાહીન, ગામનો મુખી, તેમનો પુત્રકે બીજા તેવા પ્રકારના અધમજાતિવાળા, જેના કુલ અને સ્વભાવ જાણેલા હોય તેવાને દીક્ષા ન આપવી કે પ્રવજ્યા ન આપવી. આ પદો કે આ સિવાયના બીજા પદોમાં અલના થાય. ઉતાવળ થાય તો દેશોન પૂર્વકોડ વર્ષોના તપથી તે દોષની શુદ્ધિ થાય કે ન પણ થાય. [831-832] જે પ્રમાણે શાસ્ત્રમાં કરેલ છે તે પ્રમાણે ગચ્છની વ્યવસ્થા યથાર્થ પાલન કરીને કર્મરૂપરજના મેલ અને કલેશથી મુક્ત થએલા અનંતા આત્માઓ મુક્તિપદને પામ્યા છે. દેવો અસુરો અને જગતના મનુષ્યોથી નમન કરાએલા. આ ભૂવનમાં જેમનો અપૂર્વ પ્રગટ યશ ગવાયો છે કેવલી તીર્થંકર ભગવંતે કહ્યા પ્રમાણેના ગુણમાં રહેલા, આત્મપરાક્રમ કરનારા, ગચ્છાધિપતિઓ અનેક મોક્ષ પામે છે અને પામશે. 8i33] હે ભગવંત ! જે કોઈ નહિ જાણેલા શાસ્ત્રના અભાવવાળા હોય તે વિધિથી કે અવિધિથી કોઈ ગઠ્ઠના આચારોકે મંડલીધર્મના કે મૂળ કે છત્રીશ પ્રકારના ભેટવાળા જ્ઞાન-દર્શન-ચારિત્ર તપ અને વીર્યના આચારોને મનથી કે વચની કે કાયાથી કોઈપણ પ્રકારે કોઈ પણ આચાર-સ્થાનમાં કોઈ ગચ્છાધિપતિ કે આચાર્ય કે જેઓના અંતઃકરણમાં વિશુદ્ધ પરિણામ હોવા છતાં વારંવાર ચુકી જાય. અલના પામે કે પ્રરૂપણા કરે અથવા વર્તન કરે તો તે આરાધક કે અનારાધક ગણાય ? હે ગૌતમ! અનારાધક ગણાય. હે ભગવંત! કયા કારણથી એમ કહેવાય છે ? હે ગૌતમ! જે આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાન મહાપ્રમાણ અને અંત વગરનું છે. જેની આદિ નથી કે નાશ નથી, સદ્દભૂત પદાર્થોની સિદ્ધિ કરી આપનાર, અનાદિથી સારી રીતે સિદ્ધ થએલ છે. તે જેઓ દેવેન્દ્રોને પણ વંદનીય છે એવા અતુલ બલ વિર્ય, અસાધારણ સત્ત્વ, પરાક્રમ, મહાપુરુષાર્થ, કાંતિ તેજ, લાવણ્ય, રૂપ, સૌભાગ્ય, અતિશય કળાઓનાં સમૂહથી સમૃદ્ધિથી શોભિત. અનંતજ્ઞાની. પોતાની મેળે પ્રતિબોધ પામેલા જિનવરો તથા અનંત અનાદિ સિદ્ધો વર્તમાન સમયે સિદ્ધ થતા, બીજા નજીકના કાળમાં સિદ્ધિ પામનારા એવા અનંતા જેમનાનામ સવારના પહોરમાં ગ્રહણ કરવા યોગ્ય છે, મહાસત્ત્વવાળા, મહાનુભાગ, ત્રણે ભૂવનમાં એક તિલક સમાન, જગતમાં શ્રેષ્ઠ, જગતના એક બંધુ, જગતના, ગુરુ, સર્વજ્ઞ સર્વ જાણનારા, સર્વ દેખનાર, શ્રેષ્ઠ ઉત્તમ ધર્મતીર્થ પ્રવર્તાવનાર, અરિહંત ભગવંતો ભૂત, ભવિષ્ય આદિ અનાગત વર્તમાન નિખિલ સમગ્ર ગુણો પર્યાયો સર્વ વસ્તુઓનો સદ્દભાવ જેણે જાણેલો છે કોઈની પણ સહાય ન લેનારા, સર્વશ્રેષ્ઠ, એકલાં, જેમનો એકજ માર્ગ છે એવા તીર્થંકર ભગવંતો તેમણે સૂત્રથી, અર્થથી, ગ્રંથથી, યથાર્થપણે તેની પ્રરૂપણા કરેલી છે, યથાસ્થિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org