________________ 22 આઉરપચ્ચખાણ- પર છે. માટે સચિત્ત આહાર મન વડે કરીને પણ પ્રાર્થના યોગ્ય નથી. [પ૩પ્રથમ (અનશનનો) અભ્યાસ કર્યો છે જેણે અને નિયાણા રહિત થએલો. એવો હું મતિ અને બુદ્ધિથી વિચારીને પછી કષાય રોકનાર હું જલદી મરણ અંગીકાર કરું છું. [૫૪]લાંબા વખતના અભ્યાસ વિના અકાળે (અનસન કરનારા) તે પુરૂષો મરણના અવસરે પૂર્વે કરેલા કર્મોના યોગે પાછા પડે છે. (દુર્ગતિએ જાય છે.) [પપjતે માટે રાધાવેધ (ના સાધનાર પુરૂષની પેઠે) ની જેમ હેતુપૂર્વક ઉદ્યમવાળા પુરૂષે મોક્ષમાર્ગ સાધવા માટે પોતાના આત્મા જ્ઞાનાદિ ગુણોનો સહિત કરવો. પોતે મરણના અવસરે બાહ્ય (પગલિક) વ્યાપારે રહિત, અભ્યાર (આત્મ સ્વરૂપ ધ્યાનમાં લીન, સાવધાન મનવાળો શરીરને છોડી દે છે. પિ૭રાગ-દ્વેષને હણીને, આઠ કર્મોના સમૂહનો નાશ કરીને, જન્મ અને મરણરૂપ અરહટ્ટ (રંટ) ને ભેદીને તું સંસારથી મૂકાશે. [૫૮]આ પ્રકારે ત્રસ અને સ્થાવરને કલ્યાણ કરનાર, મોક્ષ માર્ગનો પાર પમાડનાર, જિનેશ્વરે બતાવેલો સર્વ ઉપદેશ મન, વચન, કાયાએ કરી હું સહું છું. પફરતે (મરણના અવસરે અતિશય સમર્થ ચિત્તવાળાથી પણ બાર અંગરૂપ સર્વ શ્રુતસ્કંધનું ચિંતવન કરવાનું શકય નથી. (આથી) વીતરાગના માર્ગમાં જે એક પણ પદથી મનુષ્ય વારંવાર વૈરાગ્ય પામે તેણે કરી (તે પદના ચિંતવન) સહિત મરણ તારે મરવા યોગ્ય છે. તે માટે મરણના અવસરમાં આરાધનાના. ઉપયોગવાળો જે પુરૂષ એક પણ શ્લોક ચિંતવતો રહે તે આરાધક થાય છે. આરાધનાના ઉપયોગવાળો, સુવિહિત (સારા આચારવાળો) આત્મા રૂડી રીતે (સમાધિ ભાવથી) કાળ કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં મોક્ષ પામે. [૩પ્રથમ તો હું સાધુ છું. બીજાં સર્વ પદાર્થોમાં સંયમવાળો છું તેથી) સર્વને વોસિરાવું છું. આ સંક્ષેપમાં કહ્યું છે. [64] જિનેશ્વર ભગવાનના આગમમાં કહેલું અમૃત સરખું અને પૂર્વે નહિ પામેલું એવું (આત્મતત્ત્વ) હું પામ્યો છું. અને શુભ ગતિનો માર્ગ ગ્રહણ કર્યો છે તેથી હું મરણથી બીતો નથી. [5] ધીર પુરૂષે પણ મરવું પડે છે, કાયર પુરૂષે પણ અવશ્ય મરવું પડે છે, બંનેને પણ નિશ્ચયે કરી મરવાનું છે, તો ધીરપણે મરવું એ નિશે સુંદર છે. [ શીલવાળાએ પણ મરવું પડે છે, શીલ રહિત માણસે પણ અવશ્ય કરવું પડે છે. બંનેને પણ નિશ્ચયે કરી મરવાનું છે, તો શીલ સહિત મરવું એ નિશે સુંદર છે. [9] જે કોઈ ચારિત્રસહિત જ્ઞાનમાં દર્શનમાં અને સમ્યકત્વમાં સાવધાનપણું (પ્રયત્નો કરશે તે વિશેષ કરી સંસારથકી મૂકાશે. [૬૮]ઘણા કાળ સુધી બ્રહ્મચર્ય સેવનાર બાકીના કર્મનો નાશ કરીને તથા સર્વ કલેશનો નાશ કરીને અનુક્રમે શુદ્ધ થએલો સિદ્ધિમાં જાય છે. [9] કષાય રહિત, દાન્ત, (પાંચ ઈદ્રિયો તથા મનને દમન કરનાર) શૂરવીર, ઉદ્યમવંત તથા સંસારથી ભય બ્રાંત થએલા આત્માનું પચ્ચકખાણ રૂડું હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org