________________ ગાથા - 34 આગમમાં કુશળ, કહેલા ગુપ્ત રહસ્યોને અન્ય આગળ નહિ કહેનાર (તેવા ગુરૂ પાસે આલોયણ લેવી જોઈએ.) 3i5) હે ભગવન! રાગે કરી, દ્વેષે કરી, અકૃતજ્ઞપણાએ કરી અને પ્રમાદે કરી (બીજાને) મેં જે કંઈ તમારૂં અહિત કહ્યું હોય તે હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું. [36] મરણ ત્રણ પ્રકારનું કહે છે બાલ મરણ, બાલ- પંડિત મરણ અને પંડિત મરણ જેણે કરી કેવળીઓ મરણ પામે છે. છે. [37] વળી જેઓ આઠ મદવાળા, નાશ પામેલી બુદ્ધિવાળાં અને વક્રપણાને (માયાને) ધારણ કરનારા અસમાધિએ મરે છે તેઓ નિચે આરાધક કહેલા નથી. ૩િ૮મરણ વિરાધે છતે (અસમાધિ મરણ વડે) દેવતામાં દુર્ગતિ થાય છે. સમ્યકત્વ પામવું દુર્લભ થાય છે અને વળી આવતા કાળમાં અનંત સંસાર થાય છે. [39-46 દેવની દુર્ગતિ કયી ? અબોધિ શું ? શા હેતુએ (વારંવાર) મરણ થાય? કયા કારણે સંસારમાં જીવ અનંતકાળ સુધી ભમે ? મરણ વિરાધે છતે કંદર્પ (મશ્કરા) દેવ, કિલ્બિષિક દેવ, ચાકરદેવ, અસુરદેવ અને સંમોહા (સ્થાન ભ્રષ્ટ રખડુ ) દેવ એ પાંચ દુગતિઓ થાય છે. આ સંસારમાં મિથ્યા દર્શનમાં રક્ત, નિયાણા સહિત, કૃષ્ણ વેશ્યાવાળા જે જીવો મરણ પામે તેઓને બોધિ બીજ દુર્લભ થાય છે. આ સંસારમાં સમ્યક દર્શનમાં રક્ત, નિયાણા રહિત, શુકલ વેશ્યાવાળા જ જીવો મરણ પામે છે તે જીવોને બોધિ બીજ (સમક્તિ) સુલભ થાય છે. જેઓ વળી ગુરૂના શત્રુભૂત ઘણા મોહવાળા, દૂષણ સહિત, કુશીલ હોય છે અને અસમાધિએ મરણ પામે છે તે અનંત સંસારી થાય છે. જિનવચનમાં રાગવાળ, જેઓ ગુરૂનું વચન ભાવે કરીને કરે છે, દૂષણ રહિત અને સંકલેશરહિત હોય છે તેઓ થોડા સંસારવાળા. થાય છે. જેઓ જિન વચનને જાણતા નથી તે બિચારા (આત્માઓ) બાળ મરણો અને ઘણી વાર ઈચ્છા રહિતપણે મરણ પામશે. શસ્ત્રગ્રહણ (શસ્ત્રથી આપઘાત. કરવો) વિષભક્ષણ, બળીમરવું, પાણીમાં બૂડીમરવું, અનાચાર તથા અધિક ઉપગરણ સેવનાર, જન્મ મરણની પરંપરા વધારનાર થાય છે. 4i7 ઉર્ધ્વ, અઘો, તિથ્ય લોકો માં જીવે બાળમરણો કયા. પણ હવે દર્શન, જ્ઞાન સહિત એવો હું પંડિત મરણે મરીશ. [48] ઉદ્વેગ કરનારાં જન્મ મરણ અને નરકને વિષે ભોગવેલી વેદનાઓ, એઓને સંભારતો હમણાં તું પંડિત મરણે મર. [૪૯]જો દુઃખ ઉત્પન્ન થાય તો સ્વભાવ થકી તેની વિશેષ ઉત્પત્તિ જેવી (સંસારમાં ભોગવેલો વિશેષ દુઃખોને યાદ કરવાં.) સંસારમાં ભમતો હું શું શું દુઃખ નથી પામ્યો (એમ વિચારવું.) [૫૦]વળી મેં સંસાર ચક્રમાં સર્વે પણ પુદ્ગલો ઘણી વખત ખાધા, તેમજ પરિણમાવ્યા, તો પણ હું તૃપ્તિ પામ્યો નહિ. * [૫૧]તરણાં અને લાકડાથી જેમ અગ્નિ અને હજારો નદીઓએ કરીને જેમ લવણ સમુદ્ર તૃપ્તિ પામતો નથી, તેમ કામ ભોગો વડે આ જીવ તૃપ્તિ પામતો નથી. પિર]આહારના કારણે કરી (તંદુલીયા) મત્સ્યો સાતમી નરકભૂમિમાં જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org