________________ 20 - આઉરપચ્ચકખાણ-[૧૭] આ પચ્ચકખાણ અને વિસ્તારવાળી આરાધના મને થાઓ. [૧૭]સર્વ દુઃખ ક્ષય થયો છે જેમનાં એવા સિદ્ધોને તથા અરિહંતોને નમસ્કાર થાઓ, જિનેશ્વરોએ કહેલું તત્ત્વ હું સદહું છું, પાપકર્મને પચ્ચકખું છું. [૧૮]જેમનાં પાપ ક્ષય થયાં છે એવા સિદ્ધોને તથા મહા ઋષિઓને નમસ્કાર થાઓ, જેવી રીતે કેવળીએ બતાવ્યો છે તેવો સંથારો હું અંગીકાર કરું છું. [૧૯]જે કાંઈ પણ ખોટું આચર્યું હોય તે સર્વને મનવચન, કાયાએ કરી હું વોસિરાવું છું. વળી સર્વ આગાર રહિત (જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયારૂપ) ત્રણ પ્રકારનું સામાયિક હું કરું છું. []બાહ્ય અભ્યતર ઉપધિ, અને ભોજન સહિત શરીરાદિ એ સર્વને ભાવથી મન, વચન, કાયાએ કરીને હું વોસિરાવું છું. [૨૧]આ પ્રકારે સર્વ પ્રાણીઓના આરંભને, અખિલ (અસત્ય વચનને, સર્વ અદત્તાદાન ચોરી ને, મૈથુન અને પરિગ્રહને હું પચ્ચકખું છું [૨૨]મારે સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા છે. કોઈની સાથે મારે વેર નથી, વાંચ્છનાઓનો ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. [૨૩]રાગને. બંધને તથા ષને, હર્ષને, રાંકપણાને, ચપળપણાને, ભયને, શોકને, રતિને અને અરતિને હું વોસિરાવું છું. [૨૪]મમતા રહિતપણામાં તત્પર થયેલો હું મમતાનો ત્યાગ કરું છું. વળી, મને આત્મા આલંબન ભૂત છે, બીજા સર્વ પદાર્થને વાસિરાવું છું. [૨૫]મને જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા ચારિત્રમાં આત્મા, પચ્ચકખાણમાં, આત્મા અને સંજમ ોગમાં પણ આત્મા (આલંબન) થાઓ. [૨૬]જીવ એકલો જાય છે, નક્કી એકલો ઉપજે છે, એકલાને જ મરણ પણ થાય છે, અને કર્મરહિત થયો છતાં એકલો જ સિદ્ધ થાય છે. [૨૭]જ્ઞાન. દર્શન સહિત મારો આત્મા એક શાશ્વતો છે, બાકીના સર્વે બાહ્ય પદાર્થો માટે સંબંધ માત્ર સ્વરૂપવાળા છે. [૨૮]જેનું મૂળ સંબંધ છે એવી દુખની પરંપરા આ જીવે મેળવી, તે માટે સર્વે સંજોગ સંબંધને મન, વચન અને કાયાએ કરી વોસિરાવું છું. [૨૯]પ્રયત્ન (પ્રમાદ) વડે જે મૂળ ગુણો અને ઉત્તર ગુણો મેં આરાધ્યા નહિ તે સર્વને હું નિંદુ છું. ભવિષ્યકાળની વિરાધનાને પડિક્કરું છું. ૩૦-૩૧]સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેત્રીશ આશાતનાં, રાગ, દ્વેષને અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ અને જીવમાં તથા અજીવમાં સર્વ મમત્વને હું નિંદું છું અને ગહું છું. []નિંદવા યોગ્યને હું નિંદુ અને જે મને ગર્વવા યોગ્ય છે તે (પાપોને ગહું છું. સર્વ અત્યંતર અને બાહ્ય ઉપધિને વોસિરાવું છું. [૩૩]જેમ વડિલ આગળ બોલતો કાર્ય કે અકાર્યને સરળપણે કહે છે તેમ માયા મૃષાવાદ મૂકીને તે પાપને આલોવે. [૩૪]જ્ઞાન, દર્શન, તપ, અને ચારિત્ર એ ચારેમાં અચલાયમાન, ધીર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org