________________ નાયાધામ કહાઓ-૧૮૮૫ ત્યાર પછી તે મલ્લી કુમારીએ મણિપીઠિકા ઉપર પોતાના જેવી. પોતાના જેવી ત્વચાવાળી, પોતાના જેટલી ઉમરવાળી, સમાન લાવણ્ય, યૌવન અને ગુણોથી યુક્ત એક સુવર્ણની પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. તે પ્રતિમાના મસ્તક પર છિદ્ર હતો અને તેનાપર કમળનું ઢાંકણ હતું. આ પ્રમાણેની પ્રતિમા બનાવરાવીને જે વિપુલઅશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય જે તે ખાતી હતી તે મનોજ્ઞ અશનાદિનો પ્રતિદિન એક-એક પિડ લઈને તે સુવર્ણમય, મસ્તકમાં છેદવાળી વાવતુ પ્રતિમામાં મસ્તકમાંથી નાંખતી રહી. તેથી તેમાં એવી દુર્ગધ ઉત્પન્ન થતી હતી કે જેમ સર્પના મૃતકલેવરની હોય, યાવતુ તેનાથી પણ અધિક અનિષ્ટ અને અમનોજ્ઞ હોય. [8] તે કાળ અને તે સમયમાં કૌશલ નામનો દેશ હતો. તેમાં સાકેત નામનું નગર હતું. તે નગરના ઉત્તરપૂર્વ દિશામાં એક નાગગૃહ હતું. તે પ્રધાન હતું, સત્ય હતું તેની સેવા સફલ થતી હતી અને તે દેવાધિષ્ઠિત હતું. તે સાકેત નગરમાં પ્રતિબુદ્ધિ નામક ઇક્વાકુ વંશનો રાજા નિવાસ કરતો હતો. પદ્માવતી તેની પટરાણી હતી. સુબુદ્ધિ નામક અમાત્ય હતો, જે સામ, સામ, ભેદ અને દેડ નીતિઓમાં કુશળ હતો યાવત્ રાજ્યધુરાની ચિંતા કરનાર હતો. કોઈ સમયે પદ્માવતી દેવીને નાગપૂજાનો ઉત્સવ આવ્યો. તે પદ્માવતી દેવી નાગ પૂજાનો ઉત્સવ આવેલો જાણીને પ્રતિબુદ્ધિ રાજાની પાસે ગઇ. પાસે જઈને બંને હાથ જોડીને આ પ્રમાણે બોલી-“સ્વામિનું! કાલે મારે નાગપૂજા કરવી છે. તેથી આપની અનુમતિ મેળવીને નાગપૂજા કરવા માટે જવા ઇચ્છું છું. સ્વામિનું! આપ પણ મારી નાગપૂજામાં પધારો. એવી મારી ઈચ્છા છે. ત્યારે પ્રતિબુદ્ધિ રાજાએ પદ્માવતી દેવીની તે વાત સ્વીકાર કરી. ત્યાર પછી પદ્માવતી દેવી પ્રતિબુદ્ધિ રાજાની અનુમતિ મેળવીને હૃષ્ટતુષ્ટ થઈ. તેણે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું દેવાનુપ્રિયો ! કાલે મારી નાગ પૂજા થશે. તો તમે માલાકારોને બોલાવો અને તેને આ પ્રકારે કહો “આ પ્રમાણે નિશ્ચયથી પદ્માવતી દેવીની કાલે નાગપૂજા થશે. તેથી દેવાનુપ્રિયો ! તમે જલ અને સ્થલમાં ઉત્પન્ન થયેલ પાંચ રંગના ફુલ નાગપૂજામાં લઈ જાઓ અને એક શ્રીદામકા બનાવીને લાવો. ત્યાર પછી જલ અને સ્થલમાં ઉત્પન્ન થનાર પાંચ વર્ણોના ફુલોથી વિવિધ રચના કરીને તેને સજાવો. તે રચનામાં હંસ, મૃગ, મયૂર, ક્રોંચ, સારસ, ચક્રવાક, મદનશાલઅને કોટલના સમૂહથી યુક્ત તથા ઈહામૃગ, વૃષભ, તુરગ, આદિની રચનાવાળા ચિત્રો બનાવીને મહા મૂલ્યવાન, મહાને જનોને યોગ્ય અને એક વિશાળ પુષ્પમંડપ બનાવો. તે પુષ્પ મંડપના મધ્યભાગમાં એકમહાન અને ગંધના સમૂહને છોડ નાર શ્રીદામકાન્ડ ઉલ્લોચ પર લટકાવો. લટકાવીને પદ્માવતી દેવીની રાહ જોતા રહો ત્યાર પછી પદ્માવતી દેવીએ બીજા દિવસે પ્રાતઃકાલ સૂર્યોદય થવા પર કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું -દેવાનુપ્રિયો ! શીધ્ર જ સાકેતનગરમાં અંદર અને બહાર પાણી છાંટો, સાઈ કરો અને લિપાઈ કરો.’ યાવત્ તે કૌટુમ્બિક પુરુષોએ તે પ્રમાણે કાર્ય કરીને આજ્ઞા પાછા આપી. ત્યાર પછી પદ્માવતી દેવીએ કૌટુમ્બિક પુરુષોને બીજીવાર બોલાવિીને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી લઘુકરણથી યુક્ત યાવતુ રથને જોડીને ઉપસ્થિત કરો ત્યારે તેઓ પણ તે પ્રમાણે રથ ઉપસ્થિત કરે છે. ત્યાર પછી પદ્માવતી દેવી અંતઃપુરની અંદર સ્નાન કરીને વાવતુ ધાર્મિક યાન પર આરૂઢ થઈ. ત્યાર પછી પદ્માવતી દેવી પોતાના પરિવારથી પરિવૃત થઈને સાકેત નગરીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org