________________ 8 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ સુખદાયક સ્પર્શવાળા, જોવામાં સુંદર તથા અત્યંત સૌરભ છોડનાર શ્રીદામકાન્ડના સમૂહને સુંઘતી થકી પોતાનો દેહદ પૂર્ણ કરે છે. ત્યાર પછી તે પ્રભાવતી દેવીને આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયેલો જાણીને પાસે રહેલ વાણવ્યંતર દેવોએ શીઘજ જલ અને થલમાં ઉત્પન્ન થયેલ યાવતું પાંચ વર્ણવાળા પુષ્પ કુમ્ભો અને ભારોના પ્રમાણમાં કુંભ રાજાના ભવનમાં લાવીને રાખી દીધા. તે સિવાય સુખપ્રદ તેમજ સુગંધ ફેલાવતા થકા એ શ્રીદામકાન્ડ પણ લાવીને રાખી દીધો. ત્યાર પછી પ્રભાવતી દેવીએ જલ અને સ્થલમાં ઉત્પન્ન યાવતું ફૂલોની માળાથી પોતાનો દોહદ પૂર્ણ કર્યો. ત્યારે પ્રભાવતી દેવી પ્રશસ્તદોહદવાળી થઈને વિચારવા લાગી. ત્યાર પછી પ્રભાવતી દેવીએ નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થવા પર, હેમન્તના પ્રથમ માંસમાં, બીજા પક્ષમાં અર્થાત્ માર્ગશીર્ષ માસના શુકલ પક્ષમાં, એકાદશીના દિવસે, મધ્યરાત્રિમાં અશ્વિની નક્ષત્ર નો ચંદ્રમાની સાથે યોગ થવાપર, દરેક ગ્રહોના ઉચ્ચસ્થાન પર સ્થિત થયા પર, જ્યારે દેશના દરેક લોકો પ્રમુદિત થઈને ક્રીડા કરી રહ્યા હતા એવા સમયે, આરોગ્ય પૂર્વક ઓગણીસમા તીર્થકરને જન્મ દીધો. [8] તે કાળ અને તે સમયમાં અધોલોકમાં રહેનારી મહત્તરીકા દિશાકુમારી કાઓ આવી, ઈત્યાદી જન્મનું વર્ણન જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિમાં આવેલ છે, તે અહીં સમજી લેવું જોઈએ, વિશેષતા એ છે કે મિથિલા નગરીમાં, કુમ્ભ રાજાના ભવનમાં, પ્રભાવતી દેવીનું નામ કહેવું જોઈએ. યાવતુ દેવોએ જન્માભિષેક કરીને નંદીશ્વર દ્વીપમાં જઈને મહોત્સવ કર્યો. ત્યાર પછી કુમ્ભ રાજાએ તેમજ ઘણા ભવન પતિઓ, વાણવ્યંતરો, જ્યોતિષ્યો એવ વૈમાનિક દેવોએ તીર્થંકરનો જન્માભિષેક કર્યો. પછી જાતકર્મ આદિ સંસ્કાર કર્યો, વાવનું નામકરણ કર્યું કે અમારી આ પુત્રી માતાના ગર્ભમાં આવી હતી ત્યારે માલ્યની શય્યામાં યુવાનો દોહદ ઉત્પન્ન થયો હતો અને તે પૂર્ણ થયો હતો, તેથી તેનું નામ “મલ્લી' હોય એમ કહીને તેને મલ્લી” નામ રાખ્યું. જેમ ભગવતી સૂત્રમાં મહાબલ નામ રાખવાનું વર્ણન છે, તેમજ અહીં જાણવું. [83-84 દેવલોકથી ટ્યુત થયેલી તે ભગવતી મલ્લી વૃદ્ધિને પ્રાપ્ત થઈને અનુપમ શોભાવાળી થઈ, દાસી દાસોથી પરિવૃત્ત થઈ અને પીઠમદથી ઘેરાયેલી રહેવા લાગી. તેના મસ્તકના કેશ કાળા હતા, નયન સુન્દર હતા, હોઠ બિમ્બફલ સમાન લાલ હતા, દાંતોની કતાર હતી અને શરીર શ્રેષ્ઠ કમળના ગર્ભની સમાન ગૌર હતું. તેના શ્વાસોશ્વાસ વિકસિત કમળના સમાન ગંધવાળા હતા [85] ત્યાર પછી વિદેહરાજાની તે શ્રેષ્ઠ કન્યા બાલ્યાવસ્થાથી મુક્ત થઈ યાવતું રૂપ-યૌવન લાવણ્યથી અતીવ અતીવ ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. તત્પશ્ચાતુ વિદેહરાજની. તે ઉત્તમ કન્યા મલ્લી કંઈક ન્યુનમસો વર્ષની થઈ, ત્યારે તે છ રાજાઓને પોતાના વિપુલ અવધિજ્ઞાનથી જોતી રહેવા લાગી. ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલીએ કૌટુમ્બીક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું “દેવાનુપ્રિયો ! જાઓ અને અશોકવાટિકામાં એક મોટું મોહનગૃહ બનાવો, જે અનેક સેંકડો ખંભોથી બનાવેલો. હોય, તે મોહનગૃહના એકદમ મધ્યભાગમાં છ ગર્ભગૃહ બનાવો. તે છ ગર્ભ ગૃહોની વચમાં એક જાલગૃહ બનાવો. તે જાલગૃહની મધ્યમાં એક મણિમય પીઠિકા બનાવો તે સાંભળી કૌટુમ્બિક પુરુષોએ તે પ્રમાણે બનાવીને આજ્ઞા પાછી આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org