________________ 60 નાયાધ... હાઓ-૧-૪૬૨ માંસ પ્રિય તેમજ માંસલોલુપી હતા. માંસની શોધ કરતાં રાત્રિ અને સંધ્યામાં ફરતા હતા અને દિવસમાં છૂપાઇ રહેતા હતા. ત્યાર પછી મૃગગંગાતીર નામક દૂહમાંથી કોઇ વખત સૂર્યના ઘણા સમય પહેલાં અસ્ત થવા પર, સંધ્યાકાલ વ્યતીત થવા પર, જ્યારે કોઈક જ વિરલ મનુષ્ય ચાલતા હતા અને બધા મનુષ્ય પોતપોતાના ઘરમાં વિશ્રામ કરતા હતા, અને બધા લોકો ચાલવા કરવાથી વિરત થઈ ગયા હતા ત્યારે આહારના. અભિલાષી તે બે કાચબા નીકળ્યા તે મૃગતી દૂહની આસપાસ ચારે તરફ ફરતા પોતાની આજીવિકા કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી આહારના અર્થ તે બંને પાપી શૃંગાલો માલુકાકચ્છથી બહાર નીકળ્યા. નીકળીને જ્યા મૃગગંગાનામનું દૂહ હતું, ત્યાં આવ્યા. આવીને તે મૃગગંગાતીર પ્રહની પાસે આમ-તેમ ચારે તરફ ફરવા લાગ્યા. તે પાપી શુંગાલોએ તે બંને કાચબાને જોયા, જોઇને જ્યાં બંને કાચબા હતા, ત્યાં આવવા માટે પ્રવૃત્ત થયા. ત્યાર પછી તે કાચબાઓએ તે બંને પાપી શૃંગાલોને આવતા જોયા. જોઈને તેઓ હય, ત્રાસને પ્રાપ્ત થયા, ભાગવા લાગ્યા, ઉદ્વેગને પ્રાપ્ત થયા અને બહુજ ભયભીત થયા. તેઓએ પોતાના હાથ પગ અને ગ્રીવાને પોતાના શરીરમાં ગોપિત કરી દીધા, છૂપાવી દીધા, ગોપન કરીને નિશ્ચલ નિસ્પંદ અને મૌન રહી ગયા. ત્યાર પછી તે બંને પાપી શિયાળો જ્યાં કાચબા હતા ત્યાં આવ્યા. આવીને તે બંને કાચબાઓને ચારે તરફથી ફેરવવા લાગ્યા, સ્થાનાન્તરિત કરવા લાગ્યા, સરકાવવા લાગ્યા, હટાવવા લાગ્યા, ચલાવવા લાગ્યા. સ્પર્શ કરવા લાગ્યા, ક્ષુબ્ધ કરવા લાગ્યા, નખોથી ફેડવા લાગ્યા, અને દાંતોથી ચીરવાલાગ્યા, પરંતુ તે કાચબાઓના શરીરને બાધા ઉત્પન્ન કરવામાં અથવા તેની ચામડી છેદવામાં સમર્થ ન થયા. ત્યારે તેઓ થાકી ગયા, પ્રાન્ત થઇ ગયા, ગ્લાનિને પ્રાપ્ત થયા, શરીર તથા મન બંનેથી થાકી ગયા, ખેદને પ્રાપ્ત થયા ધીમે ધીમે પાછા ફરવા લાગ્યા, એકાંતમાં ચાલ્યા ગયા અને નિશ્ચલ, નિસ્પદ તથા મૌન થઈને ઉભા રહ્યા. તે બંને કાચબામાંથી એક કાચબાએ પેલા પાપી શિયાળોને ઘણા સમય પહેલાં અને દૂર ગયેલા જાણી પોતાનો એક પગ ધીમે-ધીમે બહાર કાઢ્યો. ત્યાર પછી પેલા શિયાળોએ જોયું કે કાચબાએ ધીમે ધીમે એક પગ બહાર કાઢેલ છે. તે જોઈને તે બંને ઉત્કૃષ્ટ ગતિથી શીઘ, ચપલ, ત્વરિત, ચંડ, જય અને વેગ યુક્ત રૂપથી જ્યાં તે કાચબા છે, ત્યાં આવ્યાં. આવીને તેઓએ કાચબાનો તે પગ નખોથી વિદારણ કર્યો અને દાંતોથી તોડ્યો. ત્યાર પછી તેના માંસ અને રક્તનો આહાર કયો આહાર કરીને જોવા લાગ્યા, પરંતુ યાવતું તેની ચામડી ઉતારવામાં સમર્થ ન થયા. ત્યારે તેઓ બીજીવાર દૂર ચાલ્યાં ગયા આ પ્રમાણે ક્રમથી ચારે પગોના વિષયમાં કહેવું જોઈએ. પછી તે કાચબાએ ગ્રીવા બહાર કાઢી. તે જોઈને તે શીઘ્રતાથી તેની પાસે આવ્યાં. તેઓએ નખથી વિદારણ કર્યું દાંતોથી તોડવા લાગ્યા. અને તેના કપાળને અલગ કરી દીધું. કાચબાને જીવનરહિત કરીને તેના માંસ અને રુધિરનો આહાર કર્યો. આ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો ! આપણા જે નિગ્રન્થ અથવા નિગ્રન્થીઓ આચાર્ય યા ઉપાધ્યાયના નિકટ દીક્ષિત થઈને પાંચે ઈન્દ્રિયોને ગોપન કરતાં નથી, તે તેજ ભવમાં ઘણા સાધુ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ દ્વારા હીલના કરવા યોગ્ય થાય છે અને પરલોકમાં પણ ઘણો દંડ પામે છે યાવતું અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org