________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-જ ત્યાર પછી તે બંને પાપી શિયાળો જ્યાં બીજો કાચબો હતો ત્યાં આવે છે. આવીને તે કાચબાને ચારે તરફથી બધી દિશાઓથી ઉલટપલટ કરીને જોવા લાગ્યા, યાવતુ દાંતોથી તોડવા લાગ્યાં, પરંતુ વાવતુ તેની ચામડીને છેદવામાં સમર્થ ન થયા. ત્યાર પછી તે શિયાળો બીજી વાર અને ત્રીજી વાર દૂર ચાલ્યા ગયાં પરંતુ કાચબાએ પોતાના અંગોને બહાર ન કાઢ્યા. તેથી તેઓ તે કાચબાને જરા પણ પીડા કરી ન શક્યાં. યાવતુ તેની ચામડી છેદવામાં પણ સમર્થ ન થયા. ત્યારે ગ્રાન્ત, તાન્ત અને પરિતાન્ત થઈને તથા ખિન્ન થઈને જે દિશામાંથી આવ્યા હતાં તે દિશામાં ચાલ્યા ગયા. ત્યાર પછી તે કાચબ એ તે પાપી શિયાળોને લાંબા સમયથી ગયેલા અને દૂર ગયેલા જાણીને ધીમે ધીમે પોતાની ગ્રીવા બહાર કાઢી. ગ્રીવા બહાર કાઢીને ચારે દિશામાં અવલોકન કર્યું. અવલોકન કરીને એક સાથે ચારે પગો બહાર કાઢ્યા અને ઉત્કૃષ્ટ કૂર્મગતિથી દોડતાં. જ્યાં મૃતગંગાતીર નામનો દૂહ છે, ત્યાં આવી પહોંચ્યો. ત્યાં આવીને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સંબંધી અને પરિજનોની સાથે મળી ગયો. હે આયુષ્યનું શ્રમણો! આપણાં જે શ્રમણો યા શ્રમણીઓ પાંચ ઇન્દ્રિયોનું ગોપન કરે છે, જેમ કાચબાએ પોતાની ઇન્દ્રિયોને ગુપ્ત રાખી હતી, તે આ સંસારથી તરી જાય છે. અધ્યયન-૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ -અધ્યયન પચેલક[૬૩] ભગવન્! શ્રમણ ભગવાન મહાવીરે ચોથા જ્ઞાતા અધ્યયનનો આ અર્થ કહ્યો છે તો ભગવન્! જ્ઞાતાના પાંચમાં અધ્યનનો શો અધિકાર ફરમાવેલ છે હે જબ્બ તે કાળે અને તે સમયે દ્વારાવતી નામક નગરી હતી. નવ યોજન પહોળી અને બાર યોજના લાંબી હતી. તે કુબેરની મતિથી બનાવેલ હતી. સુવર્ણના શ્રેષ્ઠ પ્રકારથી અને પચરંગી વિવિધ મણિ-ઓના બનાવેલા કાંગરાઓથી શોભિત હતી. અલકાપુરી સમાન દેખાતી હતી. તેના રહેવાસી જન પ્રમોદયુક્ત તેમજ કીડા કરવામાં તત્પર રહેતા હતા. તે સાક્ષાત્ દેવલોક સરખી હતી, તે દ્વારિકા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં રૈવતક નામનો પર્વત હતો. તે ઘણો ઉંચો હતો તેના શિખરે ગગન તલને સ્પર્શ કરતા હતા. તે વિવિધ પ્રકારના ગુચ્છો, ગુલ્મો, લતાઓ અને વલ્લીઓથી વ્યાપ્ત હતો. હંસ, મૃગ, મયૂર, કોચ, સારસ, ચક્રવાક, મદનસારિકા અને કોયલ આદિ પક્ષીઓના ઝુંડોથી વ્યાપ્ત હતો તેમાં અનેક તટ અને ગંડશૈલ હતા. ઘણી સંખ્યામાં ગુફાઓ, ઝરણા, પ્રપાત, પ્રાગભાર અને શિખર હતા. તે પર્વત અપ્સરાઓના સમૂહો. દેવોના સમૂહો, ચારણ મુનિઓ અને વિદ્યાધરોના. મિથુનોથી યુક્ત હતો તેમાં દશાર વંશના સમુદ્રવિજય આદિ વીર પુરુષો લોકમાં અધિક બળવાન હતા, તે પર્વત સૌમ્ય, સુભગ, જોવામાં પ્રિય, સુરુપ, પ્રસનતા પ્રદાન કરનાર, દર્શનીય, અભિરુપ તથા પ્રતિ રૂપ હતો. તે રેવત પર્વતથી ન અતિદૂર કે ન અતિ નજીક એક નંદનવન નામનું ઉદ્યાન હતું. તે બધી ઋતુઓ સંબંધી પુષ્પો અને ફળોથી સમૃદ્ધ હતું,મનોહર હતું,નંદનવનની સમાન આનંદપ્રદ, દર્શનીય, અભિરુપ, અને પ્રતિરુપ હતું. તે ઉદ્યાનની ઠીક વચ્ચોવચ્ચ સુરપ્રિય નામક પક્ષનું દિવ્ય આયતન હતું. દ્વારિકા નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ રાજા નિવાસ કરતા હતા. તે વાસુદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org