________________ .. . - 58 નાયાધમ્મ કહાઓ - 1/- ૩પ૯ બીજાની વાત સ્વીકારી. સ્વીકાર કરીને પોત પોતાના દાસ પુત્રોને બોલાવ્યા. - હે દેવાનું પ્રિયો ! તમે જાઓ આ ઈડાઓને લઇને આપણી ઉત્તમ જાતિની મુરઘીઓનાં ઈંડામાં રાખી દો. ત્યાર પછી તે સાર્થવાહપુત્રો દેવદત્તા ગણિકાની સાથે સુભૂમિભાગ ઉદ્યાનમાં ઉદ્યાનની શોભાનો અનુભવ કરતા થકા વિચરણ કરીને તે થાનપર આરુઢ થઇને દેવદત્તાના ઘરમાં પ્રવેશ કર્યો. પ્રવેશીને દેવદત્તા ગણિકાને વિપુલ જીવિકાનો યોગ્ય પ્રીતિદાન આપ્યું. સત્કાર કર્યો. સન્માન કર્યું. દેવદત્તાના ઘરથી બહાર નીકળ્યા. નીક ળીને જ્યાં પોત પોતાના ઘર હતા ત્યાં આવ્યા. [60] ત્યાર પછી તેમાં સાગરદત્તનો પુત્ર સાર્થવાહ દારક હતો. તે બીજા દિવસે સૂર્યના દેદીપ્યમાન થવા પર જ્યાં વનમયૂરીના ઈંડા હતા. ત્યાં આવ્યો. આવીને તે મયૂરીના ઈંડામાં શંકિત થયો. તેના ફળની આકાંક્ષા કરવા લાગ્યો કે ક્યારે ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે ? વિચિકિત્સાને પ્રાપ્ત થયો ભેદને પ્રાપ્ત થયો. કલુષિતતાને પ્રાપ્ત થયો.એટલેકે તે વિચાર કરવા લાગ્યો કે મારા આ ઈડામાંથી ક્રીડા કરવાના મયુરી બાળક ઉત્પન થશે નહિ થાય !' આ પ્રમાણે વિચાર કરીને તે વારંવાર તે ઈડાને ઉદ્વર્તન કરવા લાગ્યો એક જગ્યાથી બીજી જગ્યાએ રાખવા લાગ્યો, સંસારણ કરવા લાગ્યો ચલાવા લાગ્યો, હાથથી સ્પર્શ કરવા લાગ્યો. ભુમિને કંઈક ખોદીને તેમાં રાખવા લાગ્યો. અને વારંવાર તેને કાન પાસે લઈને વગાડવા લાગ્યો. ત્યાર પછી તે મયૂરીઇડા વારંવાર ઉદ્વર્તન કરવાથી વાવત વગાડવાથી પોચું થઈ ગયું. ત્યાર પછી સાગરદત્તનો પુત્ર સાથે વાહ દારક કોઇ એક સમયે જ્યાં મયૂરીનાઈડા હતાં ત્યાં આવે છે. આવીને તે મયૂરી ઈડાને તેણે પોચું જોયું. કોઈને ઓહ! આ મયૂરીનું બચ્ચું મને ક્રીડા કરવાને માટે ન થયું, એમ વિચાર કરીને ખેદખિન્ન ચિત્ત થઈને ચિંતા કરવા લાગ્યો. - આયુષ્યમનુ શ્રમણો ! આ પ્રમાણે આપણા જે સાધુ અથવા સાધ્વીદીક્ષા ગ્રહણ. કરીને પાંચ મહાવ્રતોના વિષયમાં યાવતુ છ જીવની કાયાના વિષયમાંનિઝન્થપ્રવચનના વિષયમાં શંકા કરે છે યાવતુ કલુષિતતાને પ્રાપ્ત થાય છે તે તેજ ભવમાં ઘણાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ દ્વારા નિંદાનું પાત્ર, ગુચ્છથી પૃથક કરવા યોગ્ય, મનથી. નિંદા કરવા યોગ્ય, લોક નિન્દનીય જ ગહ યોગ્ય અને અનાદરને યોગ્ય થાય છે. પરભવમાં પણ બહુ દંડ મેળવે છે, યાવતુ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. [61] ત્યાર પછી તે જિનદત્તનો પુત્ર જ્યાં મયુરીનાં ઈંડા છે ત્યાં આવે છે. આવીને તે મયૂરીના ઈડાના વિષયમાં નિઃશંક રહ્યો મારા આ ઈડામાંથી ક્રીડા કરવાને માટે મોટું ગોળાકાર મયૂરી બાળક થશે, આ પ્રમાણે નિશ્ચય કરીને તે મયૂરીના ઈડાને તેણે વારંવાર ઉલટાવ્યું પલટાવ્યું નહિ. યાવતુ બાવ્યું નહિ. આ પ્રમાણે ઉલટ સુલટ ન કરવાથી અને ન વગાડવાથી તે કાળ અને તે સમયમાં તે ઈડું જુઠું અને મયુરીના બાળકનો જન્મ થયો. ત્યાર પછી તે જિનદત્તના પુત્ર તે મયૂરીના બચ્ચાંને જોયું. જોઈને હૃષ્ટતુષ્ટ થઈને મયૂર પોષકને બોલાવ્યા. દેવાનું પ્રિયો ! તમે મયુરના આ બચ્ચાને મયૂરને પોષણ દવા યોગ્ય અનેક પદાર્થોથી, અનુક મથી સંરક્ષણ કરતા થકા અને સંગોપમન કરતા થકા મોઢાં કરો અને નૃત્યકળા શીખ વાડો ! ત્યારે તે મયૂરપોષકોએ જિનદત્તદારકની તે વાત સ્વીકારી. તે મયૂર-બાલકને ગ્રહણ કર્યું. તે મયૂર-બાલકને યાવત્ નૃત્યકળા શીખાડવવા લાગ્યા. ત્યાર પછી મયૂરીનું તે બચ્યું બચપણથી મુક્ત થયું. તેનામાં વિજ્ઞાનનું પરિણમન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org