________________ 4s નાયાધમ કહાઓ-૧-૧/૪૦ વિાન મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરીને વંદના કરી. નમસ્કાર કર્યો. સ્વયં પાંચ મહા વ્રતોનું ઉચ્ચારણ કર્યું અને ગૌતમ આદિ સાધુઓને તથા સાધ્વીઓને ખમાવ્યા. સ્થવિર સાથે ધીમે ધીમે વિપુલ નામક પર્વત પર આરુઢ થયા. સ્વયં સઘન મેઘની સમાન કાળા પૃથ્વીશિલા પટ્ટકની પ્રતિલેખના કરી. દર્ભનો સંથારો બીછાવ્યો અને તેના પર આરુઢ થઈ ગયા. પૂર્વ દિશાની સન્મુખ પદ્માસનથી બેસીને, બંને હાથ જોડીને અને મસ્તકથી સ્પર્શ કરીને આ પ્રમાણે બોલ્યા. અરિહંત ભગવંતોને વાવતુ સિદ્ધ ગતિ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને નમસ્કાર હો. ત્યાં સ્થિત ભગવાને હું વંદના કરું . ત્યાં સ્થિત ભગવાન અહિં સ્થિત મને જુઓ. આ પ્રમાણે કહીને ભગવાનને. વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું - પહેલા પણ મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે સમસ્ત પ્રાણાતિપાતનો ત્યાગ કર્યો છે. મૃષાવાદ,અદત્તાદાન,મૈથુન,પરિગ્રહ,ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ, કલહ, અભ્યા ખાન, ઐશુન્ય પરપરિવાદ ધર્મમાં અરતિ, અધર્મમાં રતિ. માયા મૃષા અને મિથ્યાદર્શન-શલ્ય, આ બધાના પ્રત્યાખ્યાન કરેલા છે. અત્યારે પણ હું તે ભગવાનની સામે સંપૂર્ણ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરું છું યાવતું મિથ્યાદર્શનશલ્યના પ્રત્યાખ્યાન કરું છું. તથા બધા પ્રકારના અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ રૂપ, ચારે પ્રકારના આહારના જીવન પર્યત પ્રત્યાખ્યાન કરું છું. અને આ શરીર જે ઈષ્ટ છે. કાન્ત અને પ્રિય છે. યાવતુ રોંગ શૂલાદિક આતંક, બાવીસ પરિષહ અને ઉપસર્ગથી જેની રક્ષા કરાય છે તેવા આ શરીરનો પણ હું અંતિમ શ્વાસોચ્છવાસે પરિત્યાગ કરું છું. આ પ્રમાણે કહીને સંલેખનાને અંગીકાર કરીને કરીને મૃત્યુની પણ કામના ન કરતા થકા મેધમુનિ વિચારવા લાગ્યા. ત્યારે તે સ્થવિર ભગવત ગ્લાનિ રહિત થઈને મેઘ અણગારની વૈયાવૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી તે મેઘ અણગાર ત્રીસ દિવસ ઉપવાસ કરીને આલોચના-પ્રતિક્રમણ કરીને શલ્યને હટાવીને સમાધિને પ્રાપ્ત થઈને અનુક્રમથી કાળધર્મને પ્રાપ્ત થયા. ત્યાર પછી મેઘ અણગારની સાથે ગયેલા સ્થવિર ભગવંતોએ મેઘ અણગારને ક્રમશઃ કાળ ગત જોયા. જોઇને પરિનિર્વાણ નિમિત્તક કાયોત્સર્ગ કર્યો. મેઘ મુનિના ઉપકરણને ગ્રહણ કર્યા અને વિપુલ પર્વતથી ધીમે ધીમે નીચે ઉતર્યા. ઉતરીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી, નમસ્કાર કર્યા. આ પ્રમાણે બોલ્યા. આપ દેવાનુપ્રિયના અંતેવાસી મેઘ અણ ગાર સ્વભાવથી ભદ્ર અને યાવત વિનીત હતા, તે દેવાનુપ્રિય ની અનુમતિ લઇને યાવતું ભક્તપાનના પ્રત્યાખ્યાન કરીને અનુક્રમથી કાળ ધર્મને પ્રાપ્ત થયા. હે દેવાનુપ્રિય ! આ છે મેઘ અણગારના ઉપકરણ. [41] ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી, નમસ્કાર કર્યા. વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું. મેઘ અણગાર કાળના અવસરે કાળ કરીને કઈ ગતિમાં ગયા ? અને કયા સ્થાને ઉત્પન્ન થયા ? હે ગૌતમ! તે મેઘમુનિ સમાધિને પ્રાપ્ત થઈને ઉપર ચંદ્ર,સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષચક્રથી ઘણાં યોજન,ઘણાં સેંકડો યોજન ઘણાં હજારો યોજન. ઘણાં લાખો યોજન, કરોડો યોજન, ઘણાં ક્રોડાકોડી યોજન ઓળંગીને ઉપર જઈને સૌધર્મ, યાવત્ અશ્રુત, દેવલોકને તથા ત્રણસો અઢાર નવગેવેયકના વિમાનોને ઓળંગીને વિજય નામના મહાવિમાનમાં દેવ રૂપ ઉત્પન્ન થયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org