________________ 30 નાયાધ» કહાઓ-૧-૧૩૦ મહાવીરના છત્રપર છત્ર, પતાકા ઉપર પતાકા આદિ અતિશયોને જોયા.તથા વિદ્યાધરો, ચારણમુનિઓ તેમજ ભક દેવોને નીચે ઉતરતા દેખ્યા. તેમજ આકાશમાં ઉપર ચડતા જોયા. જોઇને ચારઘંટાવાળા અશ્વયુક્ત રથથી નીચે ઉતર્યો ઉતરીને પાંચ પ્રકાર ના અભિ ગમ જાળવીશ્રમણભગવાન મહાવીરનીસામે ચાલ્યો તે પાંચ અભિ ગમ આ પ્રમાણે છેપુષ્પ,સચિત્તદ્રવ્યોનોત્યાગ,અચિત્તદ્રવ્યોનોઅત્યાગએક શાટિ કાનું ઉત્તરા સણ, ભગ : વાનને ચક્ષુવડે જોતાંજ બે હાથ જોડવા અને મનને એકાગ્ર કરવું. આવીને શ્રમણ ભગ વાન મહાવીરનેદક્ષિણદિશાથીઆરંભકરીને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદન કર્યું નમસ્કાર કર્યો શ્રમણ ભગવાન મહાવીરના અત્યંત સમીપ નહીં અને અત્યંત દૂર પણ નહીં એવા સમુચિત સ્થાન પર બેસીને ધમપદેશ સાંભળવાની ઈચ્છા કરતો બંને હાથ જોડી ને સન્મુખ રહીને પ્રભુની ઉપાસના કરવા લાગ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમાર અને તે મોટી પરિષદને મધ્યમાં સ્થિત થઈને શ્રુતધર્મ અને ચારિત્ર ધર્મ કહ્યો. જે પ્રકારે જીવ કર્મથી બદ્ધ થાય છે, જે પ્રકારે મુક્ત થાય છે અને જે પ્રકારે સંકલેશને પ્રાપ્ત થાય છે તે બધી ધમકથા. યાવત ધર્મદેશના સાંભળીને પરિષદ પાછી ગઇ. [31] શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી મેઘકુમારે ધર્મ શ્રવણ કરીને હૃદયમાં ધારણ કરીને હષ્ટ તુષ્ટ થઈને પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યો. આ પ્રમાણે કહ્યું ભગવંત ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. તેને સર્વોત્તમ સ્વીકાર કરું છું. હું તેના પર પ્રતીતિ કરું છું. મને નિગ્રંથ પ્રવચન રુચે છે. હું નિગ્રંથ પ્રવચનને અંગીકાર કરવા ઇચ્છું . ભગવંત! તે તેમજ છે. તે તેજ પ્રકારે છે. ભગવન્! મેં તેની ઈચ્છા કરી છે. વારંવાર ઈચ્છા કરી છે. તે ઇચ્છિત છે. વારંવાર ઇચ્છિત છે. તે તેમજ છે જેમ આપ ફરમાવો છો. વિશેષ આ કે હે દેવાનુપ્રિયો ! હું મારા માતા-પિતાની આજ્ઞા લઈ લઉ ત્યાર પછી મુંડિત થઈને દીક્ષા ગ્રહણ કરીશ. ભગવાને કહ્યું “હે દેવાનુપ્રિય ! જેથી તને સુખ ઉપજે તેમ કર. તેમાં વિલંબ ન કરવો! - ત્યાર પછી મેઘકુમારે શ્રમણભગવાન મહાવીરને વંદન કર્યું.નમસ્કાર કર્યો. ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો.આરુઢ થઇને મહાન સુભટો અને વિપુલ સમૂહવાળા પરિવારની સાથે આવીને ચાર ઘટવાળા અશ્વરથ ઉપરથી ઉતર્યો. માતા પિતાને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું - હે માતા પિતા ! મેં શ્રમણ ભગવાન્ મહાવીર પાસેથી આ પ્રમાણે ધર્મ શ્રવણ કરેલ છે. અને મેં તે ધર્મની ઈચ્છા કરી છે. ત્યાર પછી મેઘકુમારના માતા-પિતા આ પ્રમાણે બોલ્યા - પુત્ર! તું ધન્ય છે, હે પુત્ર! તું પુણ્યવાન છે, હે પુત્ર! તું કતાર્થ છે કે તેં શ્રમણ ભગવાન મહાવીરના નિકટ ધર્મ શ્રવણ કરેલ છે અને તે ધર્મ પણ તને ઈષ્ટ અને રૂચિકર થયો છે. ત્યાર પછી મેઘકુમાર માતા પિતાને બીજીવાર અને ત્રીજી વાર આ પ્રમાણે કહેવા લાગ્યો-હે માતા-પિતા ! મેં શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મ શ્રવણ કરેલ છે. તે ધર્મની મેં ઈચ્છા કરી છે. વારંવાર ઈચ્છા કરેલ છે, તે મને રૂચિકર થયો છે. તેથી હે માતાપિતા ! હું તમારી અનુમતિ મેળવીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડ થઇને ગૃહવાસ ત્યાગીને અનગારિતા પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઈચ્છું છું. ત્યારે ધારિણી દેવી તે અનિષ્ટ અપ્રિય, અમનોજ્ઞ, અને અમણામ પહેલા ક્યારેય નહિ સાંભળેલ કઠોર વાણીને સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને આવા પ્રકારના મનમાં ઉત્પન્ન થયેલા મોટા પુત્રવિયોગના દુઃખ વડે પરાભવ પામી, રોમકૂપોમાં પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org