________________ - - - - શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧દ 143 વિજયના શબ્દથી અભિનંદિત કર્યો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી પટ્ટાભિષેક કરેલ હરિરત્નને તૈયાર કરો તથા ઘોડા, હાથી, રથો અને પદ્ધતિઓની ચતુરંગી સેના સર્જિત કરીને મારી આજ્ઞા પાછી સોંપો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ મજ્જનગૃહમાં ગયા. મોતીઓના ગુચ્છાથી મનોહર તે મજ્જ નગૃહમાં સ્નાન કરીને વિભૂષિત થઈને તથા ભોજન કરીને પાવતુ અંજનગિરિના શિખરની સમાન ગજપતિ પર તે નરપતિ આરૂઢ થયા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ, સમુદ્ર વિજય આદિ દસારોની સાથે વાવતુ અનંગસેના આદિ કેટલાક હજાર ગણિકાઓની સાથે, પરિવૃત થઈને પૂરા ઠાઠની સાથે યાવતું વાદ્યોની ધ્વનિની સાથે દ્વારવતી નગરીની મધ્યમાં થઈને નીકળ્યા. જે તરફ કાંપિલ્યપુર નગર હતું, તે તરફ જવાને માટે ઉદ્યત થયા. [17] ત્યાર પછી પહેલા દૂતને દ્વારિકા મોકલ્યા પછી તરતજ દ્રુપદ રાજાએ બીજા દૂતને બોલાવ્યો, બોલાવીને તેને કહ્યું-દેવાનુપ્રિય ! તમે હસ્તિનાપુર નગરમાં જાઓ. ત્યાં તમે પુત્રો સહિત પાંડુરાજાને, તેના પુત્ર યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવને, સો ભાઈઓ સહિત દુર્યોધનને, ગાંગેય, વિદુર, દ્રોણ, જયરથ, શકુનિ, કર્ણ અને અશ્વત્થામાને બંને હાથ જોડીને યાવતું મસ્તક પર અંજલિ કરીને તેજ પ્રકારે કહેવું ત્યાર પછી દૂતે હસ્તિનાપુર જઈને તેજ પ્રકારે કહ્યું. ત્યારે જેમ કૃષ્ણ વાસુદેવે કર્યું, તેમ જ પાંડુ રાજાએ કર્યું. વિશેષતા એટલી કે હસ્તિનાપુરમાં ભેરી ન હતી. પાંડુરાજા પણ કાંપિલ્યા પુર નગરની તરફ ગમન કરવાને ઉદ્યત થયા. આજ ક્રમથી ત્રીજા દૂતને ચંપા નગરી મોકલ્યો અને તેને કહ્યું- તમે ત્યાં જઈને અંગરાજ કૃષ્ણને, સેલ્લક રાજાને અને મંદિરાજને બંને હાથ જોડીને યાવતું કહેજો કે સ્વયંવરમાં પધારજો.” ચોથો દૂત શુક્તિમતી નગરી મોકલ્યો અને તેને આદેશ આપ્યો-તમે દમઘોષના પુત્રને અને ભાઈઓથી પરિવૃત શિશુપાલ રાજાને હાથ જોડીને પૂર્વવત્ કહેવું, પાંચમો દૂત હતિશીર્થ નગર મોકલ્યો અને કહ્યું - "તમે દમત રાજાને હાથ જોડીને કહેવું યાવત્ પધારજો.' છઠ્ઠો દૂત મથુરા નગરી મોકલ્યો અને કહ્યું તમે ધર રાજાને હાથ જોડીને કહેજો યાવતું સ્વયંવરમાં પધારો. સાતમો દૂત રાજગૃહ નગર મોકલ્યો અને કહ્યું તમે જરાસિન્ધના પુત્ર સહદેવ રાજાને હાથ જોડીને કહેવું યાવતુ સ્વયંવરમાં પધારો.” આઠમો દૂત કૌડિન્ય નગર મોકલ્યો અને કહ્યું - તમે ભીખકના પુત્ર રુકિમ રાજાને હાથ જોડીને પૂર્વવત્ કહેવું યાવતું સ્વયંવરમાં પધારજો.' ત્યાર પછી નવમો દૂત વિરાટ નગર મોકલ્યો અને કહ્યું- તમે સો ભાઈઓ સહિત કીચક રાજાને હાથ જોડીને કહેજો યાવતું સ્વયંવરમાં પધારજો.' દશમો દૂત શેષગ્રામ, આકર, નગર આદિમાં મોકલ્યો અને કહ્યું તમે ત્યાંના અનેક હજાર રાજા ઓને પૂર્વવત્ કહેવું. ત્યાર પછી તે દૂત તેજ પ્રમાણે નીકળ્યો અને જ્યાં ગ્રામ, આકર, નગર આદિ હતાં, ત્યાં જઈને દરેક રાજાને આમંત્રણ આપ્યું યાવતું સ્વયંવરમાં પધારો. ત્યાર પછી અનેક હજાર રાજાઓએ તે દૂતના આ અર્થને સાંભળીને અને સમજીને હૃષ્ટ-તુષ્ટ થઈને તે દૂતોનો સત્કાર-સન્માન કરીને વિદાય કર્યો. ત્યાર પછી આમંત્રિત કરેલ વાસુદેવ આદિ ઘણી સંખ્યામાં હજારો રાજાઓમાંથી દરેકે સ્નાન કર્યું. તેઓ સજાવેલ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. પછી ઘોડાઓ, હાથીઓ, રથો અને મોટા મોટા ભટોના સમૂહના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org