________________ 144 નાયાધમ કહાઓ- 15-1617, સમૂહરૂપ ચતુરંગિણી સેનાની સાથે પોત-પોતાના નગરથી નીકળ્યા. નીકળીને પંચાલ જનપદ તરફ જવાને માટે ઉદ્યત થયા. ત્યાર પછી દ્રુપદ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમણે કહ્યું- દેવાનુપ્રિયો ! તમે જાઓ અને કાંપિલ્યપુર નગર ની બહાર, ગંગા નદીથી ન અધિક દૂર કે ન અધિક નજીક, એક વિશાલ સ્વયંવર મંડપ બનાવો, જે અનેક સેંકડો સ્તંભોથી બનેલ હોય અને જેમાં લીલા કરતી પુતળીઓ હોય, ત્યાર પછી દ્રુપદ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું-શીઘ્રતાથી વાસુદેવ આદિ અનેક સંખ્યક હજાર્ટી રાજાને માટે આવાસ તૈયાર કરો. તેઓએ તે પ્રમાણે કરીને આજ્ઞા પાછી સોંપી. ત્યાર પછી દ્રુપદ રાજાએ વાસુદેવ પ્રભૂતિ ઘણા હજારો રાજાઓનું આગમન જાણીને, પ્રત્યેક રાજાના સ્વાગત માટે, હાથીના સ્કંધ પર આરૂઢ થઇને યાવતું સુભટોના પરિવારથી પરિવૃત થઇને, અધ્યું અને પાઘ લઈને, સંપૂર્ણ ઋદ્ધિની સાથે કપિલ્યપુર નગરની બહાર નીકળ્યો. નીકળીને જ્યાં વાસુદેવ આદિ બહુસંખ્યક હજારો રાજાઓ હતા, ત્યાં આવ્યો. ત્યાં વાસુદેવ પ્રભૂતિનો અધ્યું અને પાઘથી સત્કાર-સન્માન કર્યો. સત્કાર-સન્માન કરીને તે વાસુદેવ આદિને અલગ અલગ આવાસ આપ્યા. ત્યાર પછી તે વાસુદેવ પ્રસૃતિ પોતપોતાના આવાસમાં પહોંચીને હાથીઓના સ્કંધ ઉપરથી નીચે ઉતર્યો. બધાએ પોતપોતાનો પડાવ નાખ્યો અને પોત-પોતાના આવાસોમાં પ્રવેશ કર્યો. આસન પર બેઠા અને શય્યા પર સૂતા થકા ઘણાં જ ગંધવ પાસે ગાન કરાવતાં અને નટો પાસે નાટક કરાવતાં વિચારવા લાગ્યા. ત્યાર પછી દ્રપદ રાજાએ કાંડિલ્યપુર નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા. પછી કૌટુમ્બિક પુરુ ષોને બોલાવીને કહ્યું- દેવાનુપ્રિયો ! જાઓ અને તે વિપુલ અશનાદિ, સુરા, મદ્ય, માંસ, સીધુ અને પ્રસન્ના તથા પ્રચુર પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલાઓ અને અલંકારો વાસુદેવ આદિ હજારો રાજાઓના આવાસમાં લઈ જાઓ.' તે સાંભળીને તે બધી વસ્તુઓ લઈ ગયા. ત્યાર પછી વાસુદેવ આદિ રાજા તે વિપુલ અશનાદિનું પુનઃ પુનઃ આસ્વાદન કરતા વિચરવા લાગ્યા. ભોજન કરીને પછી આચમન કરીને યાવતું સુખદ આસનો પર આસીને થઈને યાવતુ ઘણા ગંધર્વોથી સંગીત કરાવતાં વિચારવા લાગ્યા. ત્યાર પછી દ્રુપદ રાજાએ પૂવપરાહણકાળ સમયે કૌટુમ્બિક પરષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- “દેવાનુપ્રિયો ! તમે જાઓ અને કામ્પિત્ય પુર નગરના ચૂંફાટક આદિ માગોમાં તથા વાસુદેવ આદિ હજારો રાજાઓના આવા સોમાં, હાથીના સ્કંધપર આરૂઢ થઈને બુલંદ અવાજથી ધાવતું વારંવાર ઉદ્ઘોષણા કરતાં આ પ્રમાણે કહો- હે દેવાનુપ્રિયો ! કાલે પ્રભાત કાળમાં દ્રૌપદીનો રાજવરકન્યાનો સ્વયંવર થશે. તેથી હે દેવાનુપ્રિયો ! આપ બધા દ્રુપદ રાજા પર અનુગ્રહ કરતાં થકાં, સ્નાન કરીને વાવતુ વિભૂષિત થઇને, હાથીના સ્કંધ પર આરૂઢ થઈને, કોરંટ વૃક્ષની પુષ્પમાલા સહિત છત્રને ધારણ કરીને ઉત્તમ શ્વેત ચામરોથી વિંજાતા થકા, ઘોડા, હાથીઓ, રથો અને સુભટોના સમૂહથી પરિવૃત થઈને જ્યાં સ્વયે વર-મંડપ છે ત્યાં પહોંચો. ત્યાં પહોંચીને અલગ-અલગ પોતાના નામાંકિત આસન ઉપર બેસો અને રાજ વરકન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરો.' ત્યાર પછી દ્રુપદ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું- દેવાનુ પ્રિયો ! તમે સ્વયંવરમંડપમાં જાઓ અને તેમાં પાણી છાંટો, તેને વાળો. લીંપો અને શ્રેષ્ઠ Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org