________________ 124 નાયામ્બ કહાઓ- 1-14149 આત્મજ છે, તેથી દેવાનુપ્રિય ! આ બાળકનું કનકરથ રાજાથી ગુપ્ત રીતે, અનુક્રમથી સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરવાનું છે. જેથી આ બાળક બાલ્યાવસ્થાથી મુક્ત થઈને તમારા માટે, મારા માટે અને પદ્માવતી દેવીને માટે આધારભૂત થશે.” આ પ્રમાણે કહીને તે બાળકને પોટિલાને પાસે રાખી દીધો અને પોટિલાની પાસેથી મરેલી બાળકીને ઉઠાવીને અને ઉત્તરીય વસ્ત્રથી ઢાંકીને અંતઃપુરના પાછળના નાના દ્વારથી પ્રવિષ્ટ થયો. અને પદ્માવતી દેવીની પાસે પહોંચ્યો. મરેલી બાળકી પદ્માવતી દેવીની પાસે રાખી દીધી પદ્માવતીની અંગપરિચારિકાઓએ પદ્માવતી દેવીને અને જન્મેલી બાલિકાને જોઇ. ઇને તે જ્યાંકન કરથ રાજા હતો ત્યાં આવ્યા.આવીને બંને હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગી-હે સ્વામિનું! પદમાવતી દેવીએ મૃત બાલિકાને જન્મ આપ્યો છે. ત્યાર પછી કન કરથ રાજાએ તે મરેલી બાળકીનું નીહરણ કર્યું. તેને સ્મશાનમાં લઈ ગયા. મૃતક સંબંધી ઘણાં લૌકિક કાર્ય કર્યા. કેટલાક સમય પછી શા શોક રહિત થઈ ગયો. ત્યાર પછી બીજા દિવસે તેતલિપુત્રે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી ચારકશોધનકરો.યાવતુ દશદિવસની સ્થિતિપતિકા-મૂત્ર જન્મનો મહોત્સવ કરો. અમારો આ બાળક રાજા કનકરથના રાજ્યમાં ઉત્પન્ન થયો છે, તેથી આ બાળકનું નામ કનકધ્વજ રહેશે. ધીમે ધીમે તે બાળક મોટો થયો, કળાઓમાં કુશળ થયો, યૌવનને પ્રાપ્ત થઈને ભોગ ભોગવવામાં સમર્થ થયો. 150] ત્યાર પછી કોઇ સમયે પોટ્ટિલા તેતલિપુત્રને અપ્રિય થઇ ગઇ. તેતલિપુત્ર તેનું નામ કે ગોત્ર સાંભળવું પણ પસંદ ન કરતો. તો દર્શન અને ભોગ-ભોગવવાની તો વાત જ ક્યાં? ત્યારે એકવાર મધ્યરાત્રિના સમયે પોટ્ટિલાને મનમાં આ વિચાર આવ્યોકે તેતલિપુત્રને હું પહેલાં પ્રિય હતી પરંતુ હવે અપ્રિય થઈ ગઈ છે. આ પ્રમાણે જેના મનનો. સંકલ્પ નષ્ટ થઈ ગયો છે, એવી તે પોઠ્ઠિલા ચિંતામાં ડૂબી ગઈ. ત્યાર પછી તેતલિપુત્રને તે ભગ્નમનોરથા પોટ્ટિલાને ચિંતામાં ડૂબેલી જોઇને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયે ! ભગ્ન મનોરથવાળી ન થાવ તું મારી ભોજનશાળામાં આ વિપુલ અશનઆદિ તૈયાર કરાવીને ઘણાં શ્રમણો બ્રાહ્મણો યાવતુ ભિખારીઓને દાન દેતી દેવરાવતી રહો. તેતલિપુત્રના આમ કહેવા પર પોઠ્ઠિલા હર્ષિત અને સંતુષ્ટ થઈ દાન આપવા અને અપાવવા લાગી. [151 તે કાળ અને તે સમયમાં,ઈર્ષા સમિતિથી યુક્ત યાવતું ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુત બહુપરિવારવાળી સુવતા નામક આય અનુક્રમથી વિહાર કરતી-કરતી તેતલિ પુરનગરમાંઆવી.આવીને યથોચિત્તઉપાશ્રયગ્રહણકરીને સંયમ અને તપથી આત્મા ને ભાવિત કરતી વિચારવા લાગી. ત્યાર પછી સુવતા આર્યાના એક સંઘાડાએ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો અને બીજા પ્રહરમાં ધ્યાન કર્યું. ત્રીજી પ્રહરમાં ભિક્ષા માટે યાવતું ભ્રમણ કરતી થકી તે સાધ્વીઓએ તેતલિપુત્રના ઘરમાં પ્રવેશ કર્યો. પોલ્ફિલા તે આયઓને આવતી જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈ, પોતાના આસન ઉપરથી ઉભી થઈ વંદન કર્યા, નમસ્કાર કર્યો અને વિપુલ આહાર વહોરાવ્યો. આહાર વહોરાવીને તેણીએ કહ્યું“આ પ્રમાણે હે આયઓ ! હું પહેલાં તેતલિપુત્રને ઈષ્ટ હતી. પરંતુ આજે અનિષ્ટ થઈ ગઈ છે. હે આયઓ! તમે શિક્ષિત છો, ઘણું જાણો છો, ઘણા ભણેલી છો, ઘણા નગરો અને ગામો માં યાવતું ભ્રમણ કરો છો, રાજાઓ અને ઈશ્વરોના ઘરમાં પ્રવેશ કરો છો તોહ આર્યાઓ! તમારી પાસે કોઈ ચૂર્ણયોગ, મંત્રયોગ, કામણ યોગ, દયોકાયન-હૃદયને હરણ કરનાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org