________________ 123 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૪ સ્વયં સ્નાન કર્યું. સ્નાન કરીને અગ્નિમાં હોમ કર્યો. ત્યાર પછી પોટિલા ભાયાના મિત્ર જનો, જ્ઞાતિજનો પાવતુ પરિજનોને અશન, આદિથી સત્કાર-સન્માન કરીને વિદાય કયાં. ત્યાર પછી તેતલિપુત્ર અમાત્ય પોટિલા ભાયામાં અનુરક્ત થઈને, અવિ રક્ત આસક્ત થઈને યાવત્ ઉદાર ભોગ ભોગવવા લાગ્યો. [149] તે કનકરથ રાજા રાજ્યમાં, રાષ્ટ્રમાં, બલમાં, વાહનોમાં, કોશમાં, કોકાર માં તથા અંતઃપુરમાં અત્યંત આસક્ત થયો. તેથી તે જે જે પુત્રો ઉત્પન્ન થતા તે બધાને વિકલાંગ કરી દેતો હતો. કોઈના હાથની આંગળી કાપી નાંખતો, કોઈના હાથનો અંગુઠો, આ પ્રમાણે પગની આંગળીઓ, પગનો અંગૂઠો કર્ણશષ્ફલી અને કોઈનો નાક કાપી નાખતો હતો. આ પ્રમાણે તેણે પોતાના દરેક પુત્રને વિકલાંગ કરી નાખ્યા. ત્યાર પછી પદ્માવતી દેવીને એક વાર મધ્યરાત્રિના સમયે આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયોકનકરથ રાજા રાજ્ય આદિમાં આસક્ત થઈને યાવતુ પુત્રોને વિકલાંગ કરી નાંખે છે, તો હવે મારે પુત્ર થાય ત્યારે મારા માટે શ્રેયસ્કર છે કે કનકરથ રાજાથી છૂપાવીને તેનું પાલન પોષણ કરું. પદ્માવતી દેવીએ તેતલિપુત્ર અમાત્યને બોલાવ્યો. બોલાવીને તેને કહ્યું “હે દેવાનુપ્રિય! કનકરથ રાજા રાજ્ય અને રાષ્ટ્ર આદિમાં અત્યંત અસક્ત થઈને દરેક પુત્રો ને અપંગ કરી દે છે, તેથી હું જો હવે પુત્રને જન્મ આપુ તો તમે કનકરથ રજાથી છૂપાવીને અનુક્રમથી તેનું સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરજો એમ કરવાથી તે બાળક બાલ્યાવસ્થા પાર કરીને, યૌવનને પ્રાપ્ત થઇને તમારા માટે અને મારા માટે પણ ભિક્ષાનું ભાજન બનશે. ત્યારે તેતલિપુત્ર અમાત્યે પદ્માવતીના આ અર્થને અંગીકાર કર્યો. ત્યાર પછી પદ્માવતી દેવીએ અને પોટિલા અમાત્યી એ એકજ સાથે ગર્ભને ધારણ કર્યો. એક જ સાથે ગર્ભને વહન કર્યો અને સાથે સાથે જ ગર્ભની વૃદ્ધિ કરી. ત્યાર પછી પદ્માવતી દેવીએ નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થવા પર જોવામાં પ્રિય અને સુંદર રૂપવાળા પુત્રને જન્મ આપ્યો. જે રાત્રિએ પદ્માવતી દેવીએ પુત્રને જન્મ આપ્યો, તે જ રાત્રિમાં પોટિલા અમાત્યીએ પણ મરેલી બાળકીને જન્મ આપ્યો. ત્યાર પછી પદ્માવતી દેવીએ પોતાની ધાય માતાને બોલાવી અને કહ્યું માં, તમે તેતલિપુત્રના ઘરે જાઓ અને તેતલિ પુત્રને ગુપ્ત રૂપથી બોલાવી લાવો. ત્યાર ધાય માતાએ “ઘણું સારું એમ કહીને તેતલિપુત્રના ઘરે ગઈ. તેને યાવતું આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! આપને પદ્માવતી દેવીએ બોલાવ્યા છે.' - ત્યાર પછી તેતલિપુત્ર ધાય માતાના આ અને સાંભળીને અને દયમાં ધારણ કરીને હષ્ટ-તુષ્ટ થઈને ધાય માતાની સાથે પોતાના ઘરેથી નીકળ્યો. જ્યાં પદ્માવતી દેવી હતી. ત્યાં આવ્યો.આવીને બંને હાથ જોડીને બોલ્યો - ‘દેવાનુપ્રિયો ! મને જે કરવાનું હોય. તેની આજ્ઞા આપો. ત્યાર પછી પદ્માવતી દેવીએ તેટલીપુત્રને આ પ્રમાણે કહ્યું. આ બાળકને ગ્રહણ કરો-સંભાળો. યાવતું આ બાળક તમારા માટે અને મારા માટે ભિક્ષાનું ભાજન સિદ્ધ થશે.' એમ કહીને તે બાળકને તેતલિપુત્રના હાથમાં સોંપી દીધું. ત્યાર પછી તેતલિપુત્રે પદ્માવતી દેવીના હાથેથી તે બાળકને ગ્રહણ કર્યું અને પોતાના ઉત્તરીય વસ્ત્રથી ઢાંકી દીધું. ઢાંકીને જ્યાં પોતાનું ઘર હતું અને જ્યાં પોલ્ફિલા ભાય હતી, ત્યાં આવ્યો. ત્યાં આવીને પોટિલાને આ પ્રમાણે કહ્યું આ પ્રમાણે હે દેવાનુપ્રિયે! આ બાળક કનકરથનો પુત્ર અને પદ્માવતી દેવીનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org