________________ 122 નાયાધમ કહાઓ- 15-14/148 હતો. તેતલિપુર નગરમાં કલાદ નામક એક મુષિકારદારક હતો. તે ધનાઢ્ય હતો અને કોઈથી પરાભવ પામનાર ન હતો. તેની પત્નીનું નામ ભદ્રા હતું. અને પોટ્ટિલા નામની પુત્રી હતી. તે રૂપ, યૌવન, અને લાવણ્યથી ઉત્કૃષ્ટ અને શરીરથી પણ ઉત્કૃષ્ટ હતી. એકદા પોટિલા દારિકા સ્નાન કરીને અને બધા અલંકારોથી વિભૂષિત થઈને, દાસીઓના સમૂ હથી પરિવૃત્ત થઇને, પ્રાસાદની ઉપર રહેલી અગાસીની ભૂમિ ઉપર સોનાના દડાથી ક્રીડા કરી રહી હતી. અહીં તેતલિપત્ર અમાત્ય સ્નાન કરીને ઊત્તમ અશ્વના સ્કંધ પર આરૂઢ થઈને મોટાં સુભટોના સમૂહની સાથે ઘોડેસવારીને માટે નીકળ્યો. તે કલાદ મુષિકારદારકના ઘરથી કંઇક સમીપ થઈને નીકળ્યો. તેતલિપુત્રે મૂષિકારદારકની ઘરની કંઇક પાસે જતાં પ્રાસાદની ઊપરની ભૂમિ ઊપર અગાસીમાં સોનાના દડાથી ક્રીડા કરતી પોટિલા દારિકાને જોઇ. જોઈને પોટ્ટિલા દારિકાના રૂપ, યૌવન અને લાવણ્યમાં વાવતુ અતીવ મોહિત થઇને કોટુંમ્બિક પુરુષોને બોલાવ્યા અને પુછ્યું દેવાનુપ્રિયા આ કોની પુત્રી છે?તેનું નામ શું છે ?' ત્યારે કોમ્બિક પુરુષોએ તેતલિપુત્રને કહ્યું- “સ્વામિન્ ! તે કલાદમૂષિકારદારકની પુત્રી, પોટ્ટિલા છે. તેના લિપુત્ર ઘોડેસવારીથી પાછા ફરતાં તેણે અત્યંતર સ્થાનીય પુરુષોને બોલાવીને કહ્યું‘દેવાનુપ્રિયો!તમે જાઓઅનેકલાદમૂષિકારદારકનીપુત્રી મારી પત્નીના રૂપમાં માંગણી કરો.” ત્યારે તે અત્યંતર સ્થાનીયપુરુષો તેતલિપુત્રના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થયા. યાવતુ બંને હાથ જોડીને અને મસ્તક પર અંજલિ કરીને ઘણું સારું એમ કહીને મુષિકારદારક કલાદના ઘરે આવ્યા. મૂષિકારદારક-કલાદે તે પુરુષોને આવતાં જોયા અને તે હૃષ્ટતુષ્ટ થયો. આસન ઉપરથી ઉભો થઇને, સાત-આઠ પગલા સામે ગયો, તેઓને આસન ઉપર બેસવા માટે આમંત્રણ આપ્યું. જ્યારે તેવો આસન ઉપર બેઠા સ્વસ્થ થયા અને વિશ્રામ લઈ લીધો ત્યારે કલાદે પૂછ્યું-દેવાનુપ્રિયો ! આજ્ઞા આપો ! આપના આવવાનું શું પ્રયોજન છે?" ત્યારે તે અત્યંતર સ્થાનીય પુરુષોએ કલાદ મૂષિ કાર ઘરકને પૂર્વવતુ વાત કરી જો તમને એમ લાગે કે આ સંબંધ ઉચિત છે, યોગ્ય છે અને પ્રાપ્ત છે, પ્રશંસનીય છે, બંનેનો સંજોગ અદ્રશ છે, તો તેતલિપુત્રને પોટિલા દારિકા પ્રદાન કરો. પ્રદાન કરતા હો તો, હે દેવાનુપ્રિય! કહો તેના બદલામાં તમને શું ધન આપીએ?” ત્યાર પછી કલાદ મૂષિકાર દારકે આત્યંતર-સ્થાનીય પુરુષોને કહ્યું દેવાનું પ્રિયો ! તે જ મારા માટે ધન છે કે તેતલિપુત્ર, દારિકાના નિમિત્તથી મારા ઉપર અનુગ્રહ કરી રહ્યા છે. આ પ્રમાણે કહીને તેણે આત્યંતરસ્થાનીય પુરષોનો વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી પુષ્પ, વસ્ત્ર આદિ યાવતુ માળા, અલંકાર આદિથી સત્કાર કર્યો. સન્માન કર્યું. સત્કાર સન્માન કરીને તેઓને વિદાય કર્યા. ત્યાર પછી તે આત્યંતર સ્થાનીય પુરુષોએ તેતલિપુત્રને તે વૃત્તાન્ત નિવેદન કર્યું. ત્યાર પછી કલાદ મૂષિકાર દારકે અન્યદા કદાચિતું શુભ તિથિ, નક્ષત્ર અને મુહૂર્તમાં પોટિલા દારિકાને સ્નાન કરા વીને સમસ્ત અલંકારોથી વિભૂષિત કરીને શિબિકામાં આરૂઢ કરી. તે મિત્રો અને જ્ઞાતિ, જનોથી પરિવૃત્ત થઈને પોતાના ઘરેથી નીકળીને, એશ્વર્યની સાથે. તેતલિપુરની વચ્ચો વચ્ચે થઈને તેતલિપુત્ર અમાત્યની પાસે પહોંચ્યો. પહોંચીને પોટિલા દારિકાનો સ્વયં તેત લિપુત્રની પત્નીનારૂપમાં પ્રદાન કરી. તેતલિપુત્રે પોટિલા દારિકાને ભાયના રૂપમાં લાવેલી જોઈ. જોઈને તે પોટિલાની સાથે પટ પર બેઠો. બેસીને શ્વેત પીત કલશોથી તેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org