________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૩ ૧ર૧ પરભવમાં હિતકર અને સુખકર થશે અને તે ભવાન્તરમાં સાથે આવશે. ત્યાર પછી ઘણી લોકો પાસેથી તે વૃત્તાન્ત સાંભળીને અને યમાં ધારણ કરીને તે દેડકાને એવો વિચાર ઉત્પન થયો-નિશ્ચયથી શ્રમણ ભગવાન્ મહાવીર યાવતુ પધારેલ છે તો હું જાઉં અને ભગવાનને વંદના કરી નંદા પુષ્કરિણીમાંથી ધીમે ધીમે બહાર નીકળ્યો. નીકળીને જ્યાં રાજમાર્ગ હતો, ત્યાં આવ્યો આવીને તે ઉત્કૃષ્ટ યાવત્ દક્ર ગતિથી મારી પાસે આવવા માટે કૃતસંકલ્પ થયો. અહીં બંબસાર અમરનામ શ્રેણિક રાજાએ સ્નાન કર્યું અને કૌતુક-મંગલ કર્યું. થાવતુ તે સર્વ અલંકારોથી અલંકૃત થયો. તે શ્રેષ્ઠ હાથી ઉપર આરૂઢ થયો. કોરંટ વૃક્ષના ફૂલોની માળાવાળું છત્ર ધારણ કરીને, શ્વેત ચામરોથી શોભિત થતો, હાથી, ઘોડા, રથ અને સુભટોની મોટી ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને મારા ચરણોમાં વંદના કરવા માટે શીધ્ર આવી રહ્યો હતો. ત્યારે તે દેડકો શ્રેણિક રાજાના એક અશ્વકિશોરના ડાબા પગથી કચડાઈ ગયો. તેના આંતરડા બહાર નીકળી ગયા. ઘોડાના પગ નીચે દબાઈ જવાથી તે દેડકો શક્તિહીન, વીર્યહીન અને પુરુષાકાર પરાક્રમથી હીન થઈ ગયો. હવે આ જીવનને ધારણ કરવું શક્ય નથી.’ એમ જાણીને તે એક તરફ ગયો. તે બંને હાથ જોડી ને ત્રણવાર, મસ્તકપર આવર્તન કરીને મસ્તક પર અંજલિ કરીને આ પ્રમાણે બોલ્યોઅરિહંત વાવતુ નિવણને પ્રાપ્ત સમસ્ત તીર્થકર ભગવંતોને નમસ્કાર હો. મારા ધમાં ચાર્ય વાવતુ મોક્ષપ્રાપ્તિના ઈચ્છુક શ્રમણ ભગવાન મહાવીરને મારા નમસ્કાર હો. પહેલાં પણ મેં સ્થૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યું હતું, આજે પણ હું તેમની પાસે સમસ્ત પ્રાણાતિપાતનું વાવતુ સમસ્ત પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું, જીવન પર્યંત ચારે આહારનું પ્રત્યાખ્યાન કરું છું. આજે મારું ઈષ્ટ અને કાન્ત શરીર છે, જેના વિષયમાં ઈચ્છા કરી હતી કે એને રોગ આદિ સ્પર્શ ન કરે, તેને પણ અંતિમ શ્વાસોચ્છવાસ સુધી ત્યાગુ છું આ પ્રમાણે પૂર્ણ પ્રત્યાખ્યાન કર્યું. ત્યાર પછી તે દેડકો કાળ કરીને, સૌધર્મ કલ્પમાં દરાવતંક નામના વિમાનમાં, ઉપપાત સભામાં, દદ્ર દેવ રૂપે ઉત્પન્ન થયો. દર દેવે આ પ્રમાણે દિવ્ય દેવદ્ધિ પ્રાપ્ત કરી, મેળવી, પૂર્ણ રૂપમાં પ્રાપ્ત કરી છે. ભગવન્! દર દેવની તે દેવલોકમાં કેટલી સ્થિતિ છે? હે ગૌતમ તે દેવની ચાર પલ્યોપમની સ્થિતિ કહેલ છે. ત્યાર પછી તે દદ્ર દેવ આયુ ના ક્ષયથી, ભવના ક્ષયથી, સ્થિતિના ક્ષયથી. તુરત ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે યાવત્ જન્મ-મરણનો અંત કરશે. અધ્યયન-૧૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ } અધ્યયન-૧૪-તેતલિપુત્ર) 148] શ્રમણ ભગવાન મહાવીરે તેરમાં જ્ઞાતા-અધ્યનનો આ અર્થ ફરમાવેલ છે તો હે ભગવન્! ચૌદમાં જ્ઞાતાધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” “હે જબૂ! તે કાળ અને ' તે સમયમાં તેતલપુર નામનું નગર હતું. તે તેતલિપુર નગરની બહાર ઉત્તરપૂર્વ દિશા માં-ઈશાન કોણામાં પ્રદવન નામનું ઉદ્યાન હતું.” તે તેતલિપુર નગરમાં કનકરથરાજા હતો. કનકરથ રાજાને પદ્માવતી રાણી હતી. તેતલિપુત્ર અમાત્ય-હતો. તે દામ, સામ, ભેદ અને દંડ આ ચારે નીતિઓમાં નિષ્ણાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org