SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ 120 નાગધબ્બ કહાઓ-૧-૧૩/૧૪૭ ઔષધોથી, ભેષજથી, તે સોળ રોગાતંક માંથી એક-એક રોગાતકને તેઓએ શાંત કરવા પ્રયાસ કર્યો પરંતુ તેઓ એક પણ રોગાતકને શાંત કરવા સમર્થ ન થયા. ત્યાર પછી ઘણા વૈધો, વાવતુ કુશળ પુત્રો જ્યારે તે સોળ રોગોમાંથી એક પણ રોગને ઉપશાંત કરવામાં સમર્થ ન થયા તો થાકી ગયા, ખિન્ન થયા. યાવતુ પોતાના ઘરે ચાલ્યા ગયા. ત્યાર પછી નંદ મણિયાર તે સોળ રોગાતકોથી અભિભૂત થયો અને નંદ પુષ્કરિણીમાં અત્યંત મૂર્ણિત થયો. તે કારણે તેણે તિર્યંચયોનિ સંબંધી આયુષનો બંધ કર્યો, પ્રદેશોનો બંધ કર્યો. આર્તધ્યાનથી યુક્ત થઈને મૃત્યુના સમયે કાળ કરીને, તે જ નંદા પુષ્કરિણીમાં એક દેડકીની કુક્ષિમાં દેડકા રૂપે ઉત્પન્ન થયો. પછી તે નંદ દેડકો ગર્ભથી બહાર નીકળ્યો અને અનુક્રમે બાલ્યાવસ્થાથી મુક્ત થયો તેનું જ્ઞાન પરિણત થયું-તે સમજદાર થઇ ગયો અને તે યૌવન અવસ્થાને પ્રાપ્ત થયો. ત્યારે નંદા પુષ્કરિણીમાં રમણ કરતો વિચારવા લાગ્યો. નંદા પુષ્કરિણીમાં ઘણા લોકો સ્નાન કરતા, પાણી પીતા અને પાણી ભરીને લઈ જતા આપસમાં આ પ્રમાણે કહેવા લાગ્યા- “દેવાનુપ્રિય ! નંદ મણિ યારને ધન્ય છે. જેની આ ચતુષ્કોણ યાવતું મનોહર પુષ્કરિણી છે, યાવત્ નંદ મણિ યાર નો જન્મ અને જીવન સફળ છે. ત્યાર પછી વારંવાર ઘણા લોકોની પાસેથી આ વાત સાંભળીને અને મનમાં સમજીને તે દેડકાને આ પ્રમાણે વિચાર ઊત્પન થયો- “મેં પહેલાં ક્યાંય આવા શબ્દો સાંભળેલા છે. આ પ્રમાણે વિચાર કરતાં શુભ પરિણામના કારણે તેને વાવતુ જાતિ સ્મરણ જ્ઞાન ઊંત્પન્ન થયું. તેને પોતાનો પૂર્વ જન્મ સારી રીતે યાદ આવી ગયો. ત્યારે પછી તે દેડકાને આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો- હું આજ રાજગૃહ નગરમાં નંદ નામનો મણિયાર શેઠ હતો, ધન ધાન્ય આદિથી સમૃદ્ધ હતો. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરનું આગમન થયું. ત્યારે મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે થી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત યાવતું અંગીકાર કર્યા હતા. કેટલાક સમય પછી કોઈ સમયે સાધુના દર્શન ન થવાથી હું યાવતું મિથ્યાત્વને પ્રાપ્ત થયો. ચાવતુ પુષ્કરિ ણીમાં આસક્તિના કારણે હું નંદા પુષ્કરિ ણીમાં દેડકાના રૂપમાં ઉત્પન થયો તેથી હું અધન્ય છું અપુણ્ય છું, મેં પુણ્ય નથી કર્યું. તેથી હું નિગ્રંથપ્રવચનથી નષ્ટ થયો, ભ્રષ્ટ થયો. પૂર્ણરૂપે ભ્રષ્ટ થયો, હવે મારા માટે એજ શ્રેયસ્કર છે કે પહેલાં અંગીકાર કરેલાં પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવતો મારી મેળે પુનઃ અંગીકાર કરીને વિચરે. નંદ મણિયારનો જીવ, તે દેડકાએ આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને પહેલાં અંગીકાર કરેલાં પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોને પુનઃ અંગીકાર કર્યો. અંગીકાર કરીને આ પ્રમાણે અભિગ્રહ ધારણ ર્યો આજથી મારે છઠ્ઠ-છઠ્ઠની તપસ્યાથી આત્માને ભાવિત કરતાં વિચરવું કલ્પ છે. છઠ્ઠના પાર ણમાં પણ નંદા પુષ્કરિણીના પયંત ભાગમાં પ્રાસુક થયેલા સ્નાનના પાણીથી અને મનુષ્યોના ઉન્મર્દન આદિ દ્વારા ઉતારેલ મેલથી પારણું કરવું અને પોતાનો જીવન નિર્વાહ કરવો કલ્પે છે.” હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં ગુણ શીલ ચેત્યમાં હું આવ્યો.વંદના કરવા પરિષદ્ નીકળી. તે સમયે નંદા પુષ્કરિણીમાં સ્નાન કરતા, પાણી પીતાઅને વાતો કરવા લાગ્યા-શ્રમણ ભગવાન મહાવીર અહીં ગુણશીલ ઉદ્યાનમાં સમવસર્યા છે. તો હે દેવાનુપ્રિયો ! આપણે જઈએ અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરીએ, યાવતુ તેની ઉપાસના કરીએ. તે આપણા માટે આ ભવમાં અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy