________________ 112 નાયાધમ કહાઓ- 1-11142 મહાવાત વાય છે. ત્યારે ઘણા ધવદ્રવ વૃક્ષો જીર્ણ થઈ જાય છે, મૃતપ્રાય થઈ જાય છે યાવતું કરમાતા કરમાતા ઉભા રહે છે. પરંતુ કોઈ કોઈ દાવદ્રવ વૃક્ષ પવિત્ર, પુષ્પિત, યાવતુ અત્યંત શોભાયમાન ઉભા રહે છે. આ પ્રમાણે હ આયુષ્ય શ્રમણો.! જે અમારા સાધુ યા સાધ્વી દીક્ષિત થઈને ઘણા અન્ય તીર્થિકો અને ઘણા ગૃહસ્થોના દુર્વચનોને સમ્ય પ્રકારે સહન કરે છે અને ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓના દુર્વચનને સમ્યક્ પ્રકારે સહન કરતા નથી તેને હું દેશથી આરાધક કહું છું. જ્યારે દ્વીપ સંબંધી અને સમુદ્ર સંબંધી એક પણ ઈષત પુરોવાત, પથ્ય વાત અથવા પશ્ચાતુ વાત, વાવતું મહાવાત નથી વાતો, ત્યારે બધા દાવદ્રવ વૃક્ષશ્રી જીર્ણ જેવા થઈ જાય છે યાવત્ કરમાતા-કરમાતા રહે છે. આ પ્રમાણે આયુષ્મન શ્રમણો! અમારા જે સાધુ યા સાધ્વી યાવતુ પ્રવ્રજિત થઈને ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ, ઘણા અન્ય તીર્થિઓ અને ઘણા ગૃહસ્થોનાદુર્વચન શબ્દોને સમ્યક પ્રકારે સહન નથી કરતા, તે પુરુષને હે આયુષ્યનું શ્રમણો! હું સર્વ વિરાધક કહું છું. જ્યારે દ્વીપ સંબંધી પણ અને સમુદ્ર સંબંધી પણ ઇષતુ પુરોવાત, પથ્ય યા પશ્ચાતુ વાત યાવતું વાય છે. ત્યારે બધા દાવદ્રવ વૃક્ષો પત્રિત, પુષ્પિત યાવતું સુશોભિત રહે છે. એજ પ્રમાણે અમારા જે સાધુ અથવા સાધ્વીઓ ઘણા શ્રમણોના, ઘણી શ્રાવિકાઓના, ઘણા શ્રાવકોના, ઘણી શ્રાવિકાઓના, ઘણા અન્ય તીર્થંકોના અને ઘણા પ્રહસ્થોના દુર્વચનોને સમ્યફ પ્રકારથી સહન કરે છે, તે પુરુષને મેં સવરાધક કહેલ છે. અધ્યયન-૧૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-૧૨-ઉદક) [143 શ્રમણ ભગવાન મહાવીરે અગીયારમાં જ્ઞાતાધ્યયનનો આ અર્થ ફરમા વેલ છે બારમાં જ્ઞાતધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે? હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરી હતી. તેની બહાર પૂર્ણભદ્રચૈત્ય હતું જિતશત્રુ રાજા હતો. જિતશત્રુ રાજાને ધારિણીરાણી હતી. તે પરિપૂર્ણ પાંચે ઇન્દ્રિયોવાળી વાવ, સુંદર રૂપવાળી હતી. જિતશત્રુ રાજાનો પુત્ર અને ધારિણી દેવીનો આત્મજ અદીનશત્રુ કુમાર યુવરાજ હતો. સુબુદ્ધિમંત્રી હતો. તે યાવતુ રાજ્યની ધુરાનો ચિતક, શ્રમણોપાસક અને જીવ અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા હતો. ચંપા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં એક ખાઈનું પાણી હતું. તે પાણી ચબ. નસો, માંસ, લોહી, અને પરુથી યુક્ત હતું. મૃતક શરીરોથી વ્યાપ્ત હતું. વર્ણથી યાવતું. સ્પર્શથી અમનોજ્ઞ હતું. જેમ કોઈ સર્પનું મૃતક ક્લેવર હોય, ગાયનું કલેવર હોય, યાવતું મરેલ, સડેલ, રોલ, કમીઓથી વ્યાપ્ત, જીવાતના સમૂહથી ભરેલું હતું. જીવોથી વ્યાપ્ત હતું. અશુચિ, વિકૃત, બિભસ બીક લાગે તેવું. દેખાતું હતું. શું તે પાણી એવા સ્વરૂપ વાળું હતું? નહી, તે અર્થ સમર્થ નથી. તે પાણી એનાથી પણ વધારે અમનોજ્ઞ રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળું હતું. જિતશત્ર રાજા. એકવાર કોઈ સમયે સ્નાન કરીને, બલિકમ કરીને, યાવતુ અલય પણ બહુમૂલ્યવાનું આભરણોથી શરીરને અલંકૃત કરીને, અનેક રાજા ઈશ્વર યાવતું સાર્થવાહ આદિની સાથે ભોજનના સમયે સુખદ આસન પર બેસીને, વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન કરી રહ્યો હતો, યાવતું ભોજન લઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org