________________ તલ-૧, અધ્યયન-૧૨ પછી હાથ મુખ ધોઈને, પવિત્ર થઈને તે વિપુલ અશન, પાન આદિના વિષયમાં તે વિસ્મ યુને પામ્યો. તેથી તે ઘણા ઈશ્વર યાવતુ સાર્થવાહ આદિને અપ્રમાણે કહેવા લાગ્યો. અહો દેવાનુપ્રિયો ! તે મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, ઉત્તમ વર્ષથી યુક્ત યાવતું ઉત્તમ સ્પર્શથી યુક્ત છે. યાવતુ ઉત્તમ રસ, રૂપ, ગંધ અને વર્ણથી શ્રેષ્ઠ છે. તેથી આસ્વાદન કરવા યોગ્ય છે. પુષ્ટિકારક છે, બળને દીપ્ત કરનાર છે, દર્પ ઉત્પન્ન કરનાર છે, મદનું જનક છે. અને બળવર્ધક છે. સમસ્ત ઈન્દ્રિયોને અને ગાત્રને વિશિષ્ટ આલ્હાદ ઉત્પન્ન કરનાર છે. ત્યાર પછી તે ઘણા ઈશ્વર યાવતુ સાર્થવાહ પ્રભૂતિ જિતશત્રુ ને આ પ્રમાણે કહેવા લાગ્યા- આપ જેમ કહો છો તેમ જ છે. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને પણ એ પ્રમાણે કહ્યું ત્યારે સુબુદ્ધિ અમાત્યે જિતશત્રના આ કથનનું આદર ન કર્યું યાવતું તે મૌન રહ્યો. જિતશત્રુ રાજાએ જ્યારે બીજીવાર ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું ત્યારે સુબુદ્ધિ અમાત્યે કહ્યું- સ્વામિનું ! હું આ મનોજ્ઞ અશન. આદિથી જરા પણ વિસ્મિત થતો નથી સુરભિ શબ્દ વાળા પુદ્ગલો પણ દુરભિ શબ્દના રૂપમાં પરિણત થાય છે. દુરભિ શબ્દવાળા યુગલો પણ ઉત્તમ શબ્દના રૂપમાં પરિણત થાય છે. યાવતુ શુભ સ્પર્શવાળા યુગલો અશુભ સ્પર્શવાળા બની જાય છે. અને અશુભ સ્પર્શવાળા પદુગલો શુભ સ્પર્શવાળા બની જાય છે. સ્વામિનું દરેક પુદ્ગલોમાં પ્રયોગથી અને વિશ્વસા પરિવર્તન થયા કરે છે. આ સમયે જિતશત્રુ રાજાએ એમ કહેતા સુબુદ્ધિ અમાત્યના વચનને આદર ન આપ્યો, અનુમોદન ન આપ્યું, પરંતુ તે ચુપચાપ બેસી રહો. ત્યાર પછી એકવાર કોઈ સમયે જિતશત્રુ સ્નાન કરીને ઉત્તમ અશ્વની પીઠ પર સવાર થઈને બહુસંખ્યક ભટો અને સુભટોની સાથે અશ્વવાહિનિકા ઘોડા સવારી માટે નીકળ્યો અને તે ખાઈ પાસે પહોંચ્યો. ત્યાર પછી જિતશત્રુ રાજાએ ખાઇના પાણીની અશુભ ગંધથી ગભરાઈને પોતાના ઉતરીય વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકી લીધું તે એક તરફ ચાલ્યો ગયા અને સાથેના રાજા ઈશ્વર યાવતુ સાર્થવાહ વગેરેને આ પ્રમાણે કહેવા લાગ્યા અહો દેવાનુપ્રિયો ! આ ખાઈનું પાણી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી અમનોજ્ઞ અત્યંત અશુભ છે. જેમ સર્પનું મૃત ફ્લેવર હોય તેનાથી પણ અધિક અશુભ અમનોજ્ઞ છે. ત્યાર પછી તે રાજા, ઈશ્વર, સાર્થવાહ વગેરે આ પ્રમાણે બોલ્યા હે સ્વામિનુ આપ જે આવું કહો છો તે સત્ય જ છે. ત્યારે રાજાએ સુબુદ્ધિ અમાત્યને પણ તે પ્રમાણે કહ્યું ત્યારે સુબુદ્ધિ અમાત્ય મૌન રહ્યો. ત્યારે પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને બીજીવાર અને ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું - ત્યારે સુબુદ્ધિ અમાત્યે કહ્યું- હે સ્વામિનું મને આ ખાઈના પાણીના વિષયમાં તેના મનોજ્ઞ અને અમનોજ્ઞ થવામાં કંઈ વિસ્મય નથી. કેમકે શુભ શબ્દના પુદ્ગલો પણ અશુભ શબ્દના રૂપમાં પરિણત થઈ જાય છે.' ઇત્યાદિ યાવતું મનુષ્યોના પ્રયત્નથી કે સ્વાભાવિક રૂપથી પણ પુદ્ગલોમાં પરિણમન થતું રહે છે એમ કહેલ છે. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું - દેવાનુપ્રિય ! તમે પોતે પોતાને બીજાને અને સ્વ-પર બંનેને, અસતું વસ્તુ યા વસ્તુધર્મની ઉદ્ભાવના કરીને ભ્રમમાં ન નાંખો. ચતુર ન સમજે.' જિતશત્રુની વાત સાંભળીને પછી સુબુદ્ધિ ને આ પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો-અહો જિતશત્રુ રાજા સતુ, તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ્ય અને સદ્ભૂત જિનભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org