________________
८८
ભગવઈ - ૩-૪/૧૮૯ સમર્થ નથી. હે ભગવન! ભાવિતાત્મા અનગાર, બહારનાં પગલોને લઈને એક મોટા સ્ત્રીરૂપને યાવતુ-પાલખી રૂપને વિકવવા સમર્થ છે? હે ગૌતમ હા, તે તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર કેટલાં સ્ત્રીરૂપોને વિતુર્વવા સમર્થ છે? હે ગૌતમ! જેમ કોઈ એક યુવાન, યુવતિને કાંડાથી વાળવાપૂર્વક પકડે અથવા જેમ પૈડાની ધરી આરાઓથી વ્યાપ્ત હોય તેમ ભાવિતાત્મા અનગાર વૈક્રિયસમુદ્-ઘાતથી સમવહત થઈ યાવતુ- ગૌતમ ! ભાવિતાત્મા અનગાર આખા જંબૂદ્વીપને ઘણાં સ્ત્રીરૂપીવડે આકીર્ણ વ્યક્તિકીર્ણ યાવતુ-કરી શકે છે. હે ગૌતમ ! ભાવિતાત્મા અન- ગારનો આ એ પ્રકારનો માત્ર વિષય છે, પણ એ પ્રકારે કોઈવાર વિક્ર્વણ થયું નથી થતું નથી અને થશે નહિ. એજ પ્રમાણે ક્રમપૂર્વક યાવતુ-પાલખીનારૂપ સંબંધે સમજવું.
હે ભગવન્! જેમ કોઇ એક પુરુષ તલવાર અને ઢાલ લઈને ગતિ કરે, એજ પ્રમાણેભાવિતાત્મા અનગાર પણ તલવાર અને ઢાલવાળા મનુષ્યની પેઠે કોઈપણ કાર્યને અંગે પોતે ઉંચે આકાશમાં ઉડે? હે ગૌતમ ! હા, ઉડે. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, તલવાર અને ઢાલવાળા મનુષ્યના જ કેટલાં રૂપો વિકર્વી શકે? હે ગૌતમ ! જેમ કોઈ એક યુવાન યુવતીને કાંડાથી પકડે યાવવિકુવણા થતી નથી અને વિદુર્વણા થશે પણ નહિં. હે ભગવન્! જેમ કોઈ એક પુરુષ એક પતાકા કરીને ગતિ કરે એજ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ, હાથમાં એક પતાકા ધરીને ચાલનાર પુરુષના જેવાં કેટલાં રૂપો કરી શકે? હે ગૌતમ ! પૂર્વની પેઠે જાણવું. અને યાવતુ-વિકુવણ થયું નથી, થતું નથી, અને થશે. નહિ. એ પ્રમાણે બે તરફ ધજાવાળી પતાકા સંબંધે પણ સમજવું. હે ભગવન્! જેમ કોઈ એક પુરષ એક તરફ જનોઈ કરીને ગતિ કરે એજ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ, એક તરફ જનોઈ કરીને ચાલનાર પુરુષની પેઠે પોતે કોઈ કાર્યને લીધે ઉંચે આકાશમાં ઉડે? હે ગૌતમ! હા ઉડે. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર પોતે, કાર્ય પરત્વે એક તરફ જનોઈવાળા પુરુષના જેવાં કેટલાં રૂપો વિકર્વી શકે ? હે ગૌતમ! તેજ પ્રમાણે જણવું. અને યાવતુ-વિદુર્વણ કર્યું નથી, વિદુર્વણ કરતો નથી અને વિદુર્વણ કરશે પણ નહિ. એ પ્રમાણે બે તરફ જનોઇવાળા પુરુષના જેવાં રૂપો સંબંધે પણ સમજવું.
' હે ભગવન્! જેમ કોઈ એક પુરુષ એક તરફ પલોંઠી કરીને બેસે, એજ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ એના જેવું રૂપ કરીને આકાશમાં ઉડે ? હે ગૌતમ ! એજ પ્રમાણે જાણવું અને યાવત્ વિકુવણ કર્યું નથી, વિદુર્વતા નથી. અને વિક્ર્વશે પણ નહિ, એ પ્રમાણે બે તરફ પલોંઠી સંબંધે પણ સમજવું. હે ભગવન્! જેમ કોઈ એક પુરુષ એક તરફ પર્યકાસક કરીને બેસે, એજ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ એના જેવું રૂપ કરીને આકાશમાં ઉડે ? હે ગૌતમ ! એજ પ્રમાણે જાણવું અને યાવતુવિકુવણ કર્યું નથી, વિકર્વણ થતું નથી અને વિકર્વણ થશે પણ નહિં, એ પ્રમાણે બે તરફના પર્યકાસન સંબંધે પણ સમજવું. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર બહારનાં પુદ્ગલો ગ્રહણ કર્યા સિવાય એક મોટા ઘોડાના રૂપને, હાથીના રૂપને, સિંહના રૂપને, વાઘના રૂપને, નારના રૂપને, દીપડાના રૂપને, રીંછના રૂપને, નાના વાઘના રૂપને,અને શરતના રૂપને અભિયોજવા સમર્થ છે? હે ગૌતમ ! એ વાત સમર્થ નથી. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર બહારના પુગલોને લઈને પૂર્વ પ્રમાણે કરવા સમર્થ છે? હે ગૌતમ ! બહારના પુદ્ગલોને લઈને તે અનગાર પૂર્વ પ્રમાણે કરી શકે છે. હે ભગવન્! ભાવિતાત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org