________________
--
શતક-૩, ઉદેસો-ર હતી કે તે મુઠીના વાયુથી મારાં કેશાગ્ર વીંજાયા હવે દેવેંદ્ર દેવરાજ શકે વજને લઈને, મને ત્રણ પ્રદક્ષિણા કરી પછી તેણે મને નમન કરી આ પ્રમાણે કહ્યું કે - હે ભગવન્તમારો આશરો લઈને અસુરેંદ્ર, અસુરરાજ ચમરે મને મારી શોભાથી ભ્રષ્ટ કરવો ધાયો હતો. તેથી મેં ક્રોધિત થઈ અસુરેંદ્ર. અસુરરાજ ચમરને મારવા તેની પાછળ જ મૂક્યું. ત્યારપછી મને આ એ પ્રકારનો આધ્યાત્મિક વાવતુ-સંકલ્પ ઉત્પન્ન થયો કેઃ- અસુરેંદ્ર, અસુરરાજ ચમર પોતાના બળથી ઉપર ન આવી શકે. પછી મેં અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો અને તે દ્વારા મેં આપ દેવાનુપ્રિયે જોયા કે તુરતજ “હા! હા!, અહો !! હું ભરાઈ ગયો એમ વિચારી તે ઉત્કૃષ્ટ દિવ્યગતિવડે જ્યાં આપ દેવાનુપ્રિય બિરાજે છો ત્યાં આવ્યો અને આપ દેવાનુપ્રિયથી ચાર આંગળ દૂર રહેલું વજ મેં લીધું. વજ લેવાને માટે અહીં આવ્યો છું, અહીં સમવસર્યો છું. અહીં પ્રાપ્ત થયો છું. અને અહીંજ ઉપસંપન્ન થઈને વિહરે છે. તો હે દેવાનપ્રિય! હું ક્ષમા માગું. આપ ક્ષમા આપો, આપ ક્ષમા કરવાને યોગ્ય
છો. હું વારંવાર એમ નહીં કરું એમ કરીને મને વાંદી, નમી તે શક્ર ઇદ્ર ઉત્તરપૂર્વના દિભાગમાં ચાલ્યો ગયો. ત્યાં જઈને તેણે (શ) પૃથ્વી ઉપર ત્રણવાર ડાબો પગ પછાડ્યો અને અસુરેંદ્ર, અસુરરાજ ચમરને આ પ્રમાણે કહ્યું કેઃ- શ્રમણ ભગવંત મહાવીરના પ્રભાવથી તું બચી ગયો છે, અત્યારે મારાથી તને જરાપણ ભય નથી, એમ કરી તે શ, જે દિશામાંથી આવ્યો હતો તેજ દિશામાં પાછો ચાલ્યો ગયો.
છે [૧૭] હે ભગવન્! એમ કરી શ્રમણ ભગવંત મહાવીરને વાંધા, નમસ્કાર કર્યો અને તેઓએ આ પ્રમાણે કહ્યું કે - હે ભગવન્! દેવ મોટી ઋદ્ધિવાળો છે, મોટી કાંતિવાળો છે અને યાવત-મોટા પ્રભાવવાળો છે કે, જેથી તે પૂર્વે-પહેલાંજ પુદ્ગલને ફેંકીને પછી તેની પાછળ જઇને તેને ગ્રહણ કરવા સમર્થ છે? હે ગૌતમ ! હા, દેવ તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! પહેલાં ફેંકેલ પુદ્ગલને, દેવ, પાછળ જઇને લઈ શકે છે, તેનું શું કારણ? હે ગૌતમ ! જ્યારે પુદ્ગલ ફેંકવામાં આવે છે ત્યારે તેનામાં શરૂઆતમાંજ શીઘ્રગતિ હોય છે. અને પછી તે મંદગતિવાળું થઈ જાય છે. તથા મોટી ઋદ્ધિવાળો દેવ તો પહેલાં પણ અને પછી પણ શીધ્ર હોય છે. શીધ્ર ગતિવાળો હોય છે, ત્વરિત હોય છે અને ત્વરિત ગતિવાળો હોય છે, માટે એ કારણથીજ યાવતુ-દેવ, ફેકેલ પુદ્ગલને પણ તેની પાછળ જઈને લઈ શકે છે. હે ભગવન્! જો મોટી ઋદ્ધિવાળો દેવ, યાવતુ-પાછળ જઈને લઈ શકે છે તો પછી હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્ર, પોતાના હાથે અસુરેંદ્ર, અસુરરાજ ચમરને પકડવા કેમ ન સમર્થ નિવડ્યો ? હે ગૌતમ ! અસુરકુમાર દેવોનો નીચે જવાનો વિષય શીઘ, શીધ્ર તથા ત્વરિત હોય છે અને ઉંચે જવાનો વિષય અલ્પ, અલ્પ તથા મંદ મંદ હોય છે. વૈમાનિક દેવોને ઉંચે જવાનો વિષય શીઘ, શીધ્ર તથા ત્વરિત, ત્વરિત હોય છે અને નીચે જવાનો વિષય અલ્પ, અલ્પ તથા મંદ મંદ હોય છે. એક સમયમાં દેવેંદ્ર, દેવરાજ શક, જેટલો ભાગ ઉપર જઈ શકે છે તેટલું જ ઉપર જવાને વજને બે સમય લાગે છે અને તેટલું જ ઉપર જવાને ચમરને ત્રણ સમય લાગે છે અથતિ દેવેંદ્ર, દેવરાજ શક્રનું ઉંચે જવાને થતું કાળમાન-સૌથી થોડું છે અને અધોલોકકંડક તેના કરતાં સંખ્યયગણું છે. એક સમયમાં અસુરેંદ્ર, અસુરરાજ ચમર, જેટલો ભાગ નીચે જઈ શકે છે તેટલુંજ નીચે જવાને શક્રને બે સમય લાગે છે અને તેટલું નીચે જવાને વજને ત્રણ સમય લાગે છે અર્થાત્ અસુરેંદ્ર, અસુરરાજ ચમરનું અધોલોકકંડક સૌથી થોડું છે અને ઉર્ધ્વલોકકંડક તેના
Jain Education International
For Private -& Personal Use Only
www.jainelibrary.org