________________
૮૦
ભગવઈ- ૩/૨/૧૭૨ તાબે નથી, આજે તાબે થઈ જાઓ, એમ કરીને તેવા પ્રકારના અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અસુંદર, મનને ન ગમે તેવા અને કાનમાં ખટકે તેવા વચનો તે ચમરે કાઢ્યાં. હવે તે દેવેંદ્ર, દેવરાજ શક્ર તેવા પ્રકારની અનિષ્ટ યાવતુ-મનને અણગમતી તથા કોઈવાર નહિં સાંભળેલી અને કાનને અપ્રિય એવી તે ચમરની વાણી સાંભળી, અવધારી રોષે ભરાણો અને યાવતુ ક્રોધથી ધમધમ્યો તથા કોઈવાર નહિં સાંભળેલી અને કાનને અપ્રિય એવી તે ચમરની વાણી સાંભળી, અવધારી રોષે ભરાણો અને યાવતું ક્રોધથી ધમધમ્યો તથા કપાળમાં ત્રણ આડ પડે તેમ ભવાં ચડાવીને તે શકે અસુરેંદ્ર, અસુરરાજ ચમરને આ પ્રમાણે કહ્યું કે - હું ભો! મરણના ઈચ્છુક અને યાવતુ-હીન પુણ્ય ચૌદશને દહાડે જન્મેલ અસુરે, અસુરરાજ ચમર! આજે તું ન હઈશ આજે હું હતો ન હતો થઈ જઈશ, આજ તને સુખ નથી, એમ કરી, ત્યાંજ ઉત્તમ સિંહાસન ઉપર બેઠાં બેઠાં તે શકે વજ ગ્રહણ કર્યું. અને ઝળહળતું ફુટતું, તડતડાટ કરતું, હજારો ઉલ્કાપાતને મૂકતું, હજારો જાળોને છોડતું, હજારો અંગારોને ખેરવતું, આગના કણિઆ અને ઝાળાઓની માળાઓથી ભમાવતું, તથા આંખોને અંજાવી દેતું, આગ કરતાં પણ ઘણું વધારે તેજથી દીપતું સૌથી સારા વેગવાળું, ફુલેલા કેસુડા જેવું લાલ, મોટા ભયને ઉત્પન્ન કરનારું અને ભયંકર વજ, અસુરેંદ્ર અસુરરાજ ચમરના વધ માટે મૂક્યું, હવે તે ઝળહળતા ભયંકર વજને સામું આવતું જોઈ, ને અસુરેંદ્ર, અસુરરાજ ચમર, આ શું એમ ચિંતવના કરે છે તથા “આવું શિસ્ત્ર મારે હોત તો કેવું ઠીક થાત” એમ સ્પૃહા કરે છે ફરીને પણ પૂર્વ પ્રમાણે સ્પૃહા કરે છે
અને ચિંતન કરે છે. એમ કરીને તુરતજ તે મુકુટથી ખરી ગએલ છોગાવાળો, આલંબવાળા હાથના ઘરેણાવાળો, અસુરેંદ્ર, અસુરરાજ ચમર, પગને ઉંચા રાખીને માથાને નીચું કરીને, જાણે શરીરમાં પરસેવો ન વળ્યો હોય એમ પરસેવાને લૂછતો લૂછતો તે તીવ્ર ગતિ વડે તિરછે અસંખ્ય દ્વીપ તથા સમુદ્રોની વચ્ચેથી પસાર થતો જે તરફ જંબૂદ્વીપ છે અને જે તરફ ઉત્તમ અશોકવૃક્ષ છે. તથા જે તરફ હું (મહાવીર) છું તે તરફ આવી બીતો અને ભયથી ગળગળા સ્વરવાળો હે ભગવન્!' તમે મારું શરણ છો' એમ બોલતો તે ચમર મારા બન્ને પગના વચ્ચે શીધ્રપણે વેગપૂર્વક પડ્યો.
[૧૭૩] હવે આ વખતે તે દેવેંદ્ર, દેવરાજ શક્રને આ એ પ્રકારની યાવતુ-સંકલ્પ ઉત્પન્ થયો કે, અસુરેંદ્ર અસુરરાજ ચમર, પ્રભુ શક્તિવાળો નથી, સમર્થ નથી તેમ તેના વિષય નથી કે, પોતાના બળથી સૌધર્મકલ્પસુધી ઉંચે આવી શકે. પરંતુ હા, જો તેણે અરિહંત, અરિહંતના ચેત્યો કે ભાવિત આત્મા અનગારોનો આશરો લીધો હોય તો તે ઉપર આવી શકે છે, પણ તે સિવાય ઉપર આવવા તેનું સામર્થ્ય નથી. જો તે ચમર કોઈ અરહંત ભગવંત કે ભાવિત આત્મા અનગાર મહાપુરુષનો આશરો લઈને ઉપર આવ્યો હોય તો તો મારા ફેંકેલ વજન દ્વારા આશાતના થશે, અને એમ થવું તે મારા માટે દુઃખરૂપ છે, એમ વિચારી તે દેવેંદ્ર, દેવરાજ શકે પોતાના અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો અને તે દ્વારા તેણે મને જોયો. મને જોઇને તુરતજ “અરે! રે અહો !!! હું મરી ગયો’ એમ કરી તે ઉત્કૃષ્ટ યાવત્-દિવ્ય દેવગતિવડે વજની પાછળ નીકળ્યો, તે શક્ર ઈદ્ર તિરછે અસંખ્ય દ્વીપ અને સમુદ્રોની વચ્ચે યાવતુ-જે તરફ ઉત્તમ અશોકનું વૃક્ષ હતું અને જે તરફ હતો તે તરફ આવીને મારાથી માત્ર ચાર આંગળ છેટે રહેલું વજ લઈ લીધું.
[૧૭૪] હે ગૌતમ! જ્યારે તે શકે વજ લીધું ત્યારે તેણે એવા વેગથી મુઠીવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org